ફોટોગ્રાફીના શોખીન માટે શાનદાર સ્માર્ટફોન લોન્ચ, 7600mAh બેટરી અને 1TB સુધી સ્ટોરેજ

iQOO Z11 Turbo to Launch This Week: આઈક્યુ ઝેડ ટુર્બો સ્માર્ટફોનમાં 200 એમપી કેમેરા, સ્પ્નેડ્રેગન 8 સિરીઝ ચિપસેટ, પંચ હોલ ડિસ્પ્લે, 16GB સુધી રેમ અને 1TB સુધી સ્ટોરેજ આવે છે. આ સ્માર્ટફોન વોટરપ્રુફ અને ડસ્ટફ્રી ક્ષમતા માટે IP68 + IP69 રેટિંગ ધરાવે છે.

iQOO Z11 Turbo to Launch This Week: આઈક્યુ ઝેડ ટુર્બો સ્માર્ટફોનમાં 200 એમપી કેમેરા, સ્પ્નેડ્રેગન 8 સિરીઝ ચિપસેટ, પંચ હોલ ડિસ્પ્લે, 16GB સુધી રેમ અને 1TB સુધી સ્ટોરેજ આવે છે. આ સ્માર્ટફોન વોટરપ્રુફ અને ડસ્ટફ્રી ક્ષમતા માટે IP68 + IP69 રેટિંગ ધરાવે છે.

author-image
Ajay Saroya
New Update
iQOO Z11 Turbo Launch And Price

iQOO Z11 Turbo Launch : આઈક્યુ ઝેડ11 ટુર્બો સ્માર્ટફોન લોન્ચ થયો છે. Photograph: (Social Media)

iQOO Z11 Turbo Launched: આઈક્યુ ઝેડ 11 ટુર્બો સ્માર્ટફોન ચીનમાં લોન્ચ થયો છે. નવો આઈક્યુ મોબાઇલ ફોટોગ્રાફીના શોખીન માટે શાનદાર સ્માર્ટફોન છે, કારણ કે તેમા 200 મેગાપિક્સલનો મેઇન રિયર કેમેરા મળે છે. કંપનીએ iQOO Z11 Turbo મોબાઇલ ચાર કલર વિકલ્પ અને 5 રેમ અને સ્ટોરેજ કોમ્બિનેશનમાં લોન્ચ કર્યો છે. આઈક્યુ Z11 ટુર્બો સ્માર્ટફોનમાં ક્વાલકોમના નવા સ્પ્નેડ્રેગન 8 સિરીઝ ચિપસેટ 16GB સુધી રેમ અને 1TB સુધી સ્ટોરેજ આવે છે. ફોનમાં હોલ પંચ કટઆઉટ વાળું ડિસ્પ્લે છે. ચાલો જાણીયે લેટેસ્ટ આઈક્યુ ઝેડ11 ટુર્બો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે તમામ વિગત

Advertisment

iQOO Z11 Turbo Price : આઈક્યુ ઝેડ11 ટુર્બો કિંમત

ચીનમાં iQOO Z11 Turbo મોબાઇલની કિંમત 12GB રેમ અને 256GB સ્ટોરેજ વાળા વેરિયન્ટની 2,699 યુઆઇન (લગભગ 35,999 રૂપિયા) થી શરૂ થાય છે. તેના 16GB + 256GB વેરિયન્ટની કિંમત 2,999 યુઆઇન (લગભગ 39,000 રૂપિયા), 12GB + 512GB વેરિયન્ટની કિંમત 3,199 યુઆન (લગભગ 41,000 રૂપિયા) અને 16GB+512GB વેરિયન્ટની કિંમત 3,499 યુઆન (લગભગ 45,000 રૂપિયા છે. ટોપ વેરિયન્ટ જેમા 16GB રેમ અને 1TB સ્ટોરેજ છે, તેની કિંમત 3,999 યુઆન (લગભગ 52,000 રૂપિયા) છે.

iQOO Z11 Turbo સ્માર્ટફોન હાલ ચીનમાં વીવો ઓનલાઇન સ્ટોર પર ખરીદી માટે ઉપલબ્ધ છે. કંપનીએ આઈક્યુ ઝેડ11 ટુર્બો સ્માર્ટફોન પોલર નાઇટ બ્લેક, સ્કાઇલાઇટ વ્હાઇટ, કૈંગલાગ ફુગુઆંગ અને હેલો પાઉડર જેવા કલરમાં રજૂ કર્યા છે.

iQOO Z11 Turbo Features : આઈક્યુ ઝેડ11 ટુર્બો ફીચર્સ

નવો આઈક્યુ Z11 ટુર્બો એક ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે, જે Android 16 બેઝ્ડ OriginOS 6 પર ચાલે છે. આ મોબાઇલમાં 6.59 ઇંચની 1.5K (1260x2750 પિક્સલ) એમોલેડ ડિસ્પ્લે છે જેમા 144 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ, HDR કન્ટેન્ટ માટે સપોર્ટ, 1.07 બિલિયન કલર્સ, 94.57 ટકા સ્ક્રીન ટુ બોડી રેશિયો અને P3 કલર ગેમેટ છે. કંપનીનો દાવો છે કે, આ સ્માર્ટફોન વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષેતમા માટે IP68 + IP69 રેટિંગ ધરાવે છે.

Advertisment

iQOO Z11 Turbo સ્માર્ટફોનમાં ક્વાલકોમના ઓક્ટાકોર સ્ન્પેડ્રેગન 8 જેન 5 ચિપસેટ છે, જે 3nm પ્રોસેસર પર બનેલું છે. આ ચિપસેટમાં બે પર્ફોર્મન્સ કોર છે, જે 3.80 ગીગાહર્ટઝની પીક ક્લોક સ્પીડ આપે છે અને છ એફિશિયન્સી કોર છે, જેની ક્લોક સ્પીડ 3.32 ગીગાહર્ટ્ઝ છે. આ ફોનમાં એડ્રેનો 829 જીપીયુ પણ છે. તેમા 16GB સુધી LPDDR5x અલ્ટ્રા રેમ અને 1TB સુધી UFS 4.1 ઓનબોર્ડ સ્ટોરેજ પણ મળે છે.

કેમેરાની વાત કરીયે તો, iQOO Z11 Turbo સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે, જેમા 200 મેગાપિક્સલ (f/1.88) નો પ્રાઇમરી કેમેરા છે, જેમા  ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇજેશન છે. સ્માર્ટફોનમાં 8 એમપીનો (f/2.2) અલ્ટ્રાવાઇડનો બેક  કેમેરા છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલ માટે 32 એમપી (f/2.2)નો ફ્રન્ટ ફેસિંગ કેમેરા છે. આ સ્માર્ટફોન 4K  રિઝોલ્યુશન સુધીના વીડિયો રેકોર્ડ કરી શકે છે.

બિઝનેસ સ્માર્ટફોન ટેકનોલોજી 5G