/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-2023-08-31T181856.927.jpg)
iqoo z7 pro 5G Smartphone : આઇક્યુ ઝેડ7 પ્રો ફાઇવજી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. (Photo: www.iqoo.com)
iQoo Z7 Pro 5G Smartphone Features and price : iQoo એ આખરે ગુરુવારે ભારતમાં તેનો નવો સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. iQOO Z7 Pro 5G કંપનીનો નવો ફોન છે. iQOOના આ લેટેસ્ટ હેન્ડસેટમાં MediaTek Dimensity T920 પ્રોસેસર, 4600mAh બેટરી, Qualcomm Snapdragon 695 5G ચિપસેટ જેવા ફિચર્સ ઉપલબ્ધ છે. iQOO Z7 Proની પહેલા, કંપની Z7 સિરીઝમાં iQOO Z7s અને iQOO Z7 લૉન્ચ કરી ચૂકી છે. ચાલો આ નવા IQ સ્માર્ટફોનની કિંમત, ફિચર્સ અને સ્પેસિફિકેશન વિશે વિગતવાર જાણીયે…
iQoo Z7 Pro 5Gની કિંમત (iQoo Z7 Pro 5G Price)
IQ Z7 Proના 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 23,999 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી વિકલ્પ 24,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ હેન્ડસેટ બ્લુ લાગૂન અને ગ્રેફાઇટ મેટ કલરમાં ઉપલબ્ધ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-2023-08-31T183406.234.jpg)
iQoo Z7 Pro 5Gની ખરીદી પર 2000નું ડિસ્કાઉન્ટ (iQoo Z7 Pro 5G Discount)
iQoo Z7 Pro 5G મોબાઇલની ખરીદી પર ગ્રાહકો બેંક કાર્ડ વડે 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે, ત્યારબાદ બંને વેરિઅન્ટની અસરકારક કિંમત અનુક્રમે રૂ. 21,999 અને રૂ. 22,999 થઇ જાય છે. iQoo Z7 Pro 5G ફોનનું વેચાણ 5 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. હેન્ડસેટ એમેઝોન અને IQ વેબસાઇટ પરથી પણ ખરીદી શકાય છે.
iQoo Z7 Pro 5Gની ખાસિયતો (iQoo Z7 Pro 5G Specifications)
આઇક્યુ ઝેડ7 પ્રો ફાઇવજી સ્માર્ટફોનમાં 6.78 ઇંચની FullHD+ (2400 x 1080 પિક્સેલ્સ) AMOLED ડિસ્પ્લે છે. સ્ક્રીનનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે અને રિફ્રેશ રેટ 120 Hz છે. સ્ક્રીનનો ટચ સેમ્પલિંગ રેટ 300 Hz છે. સ્ક્રીન 1300 નિટ્સની પીક બ્રાઇટનેસ ઓફર કરે છે. ફોનમાં ઓક્ટા-કોર 4nm MediaTek Dimensity T7200 પ્રોસેસર આપવામાં આવ્યુ છે. ગ્રાફિક્સની માટે ફોનમાં Mali G610 MC4 GPU આપવામાં આવ્યુ છે. સ્માર્ટફોનમાં 8જીબી રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે. આ ફોન એન્ડ્રોઇડ 13 બેસ્ડ FuntouchOS 13ની સાથે આવે છે.
iQoo Z7 Pro 5Gની ફિચર્સ (iQoo Z7 Pro 5G Features)
IQ નો આ હેન્ડસેટ 64 મેગાપિક્સલ સેમસંગ GW3 પ્રાઈમરી રીયર સેન્સર અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં પાછળની તરફ LED લાઇટ પણ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો | ભારતના 15000થી ઓછી કિંમતવાળા શાનદાર બજેટ સ્માર્ટફોન; વિવો, રેડમીના લેટેસ્ટ મોબાઇલ સૌથી ફેવરિટ
iQoo Z7 Proને પાવર આપવા માટે 4600mAh બેટરી આપવામાં આવી છે, જે 66W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મેળવે છે. સુરક્ષા માટે ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યું છે. ફોનમાં એક્સેલરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર, ઇ-કંપાસ અને ગાયરોસ્કોપ ઉપલબ્ધ છે. હેન્ડસેટ ધૂળ અને પાણીના પ્રતિકાર માટે IP52 રેટિંગ સાથે આવે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G VoLTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.3, GPS અને USB Type-C કનેક્ટિવિટી જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટનું વજન 175 ગ્રામ છે. ફોનનું ડાયમેન્શન 164.10mm x 74.80mm x 7.36mm છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us