iQOO ભારતમાં Z7 પ્રો સ્માર્ટફોન 31 ઓગસ્ટના રોજ લોન્ચ કરશે. આગામી iQOO ફોન ‘બ્લુ લગૂન’ કલરમાં લૉન્ચ થવાની જાહેરાત કરવામાં આવી છે, તેમાં વક્ર ડિઝાઇ પણ હશે. તેના લોન્ચિંગ પહેલા જ આ ફોન માટે માર્કેટમાં ઘણી ચર્ચાઓ થઇ રહી છે. પરંતુ તે પહેલા અહીં આ ફોનના ફીચર્સ વિષે જાણો,
iQOO Z7 pro : કેમેરા ફીચર્સ
iQOO Z7 Proમાં 64MP પ્રાઈમરી લેન્સ અને OIS સાથે 2MP બોકેહ લેન્સ સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ હશે. સેલ્ફી માટે સ્માર્ટફોનમાં 16MP ફ્રન્ટ કેમેરા હશે. ભારતમાં iQOO Z7 Proની કિંમત ₹ 25,000 થી ₹ 30,000ની વચ્ચે રહેવાની ધારણા છે. એવું માનવામાં આવે છે કે આ સ્માર્ટફોન Vivo S17eનું રિબ્રાન્ડેડ વેરિઅન્ટ હશે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
આ પણ વાંચો: WhatsApp Updates : WhatsApp હવે એન્ડ્રોઇડ અને iOS પર એડિટ મીડિયા કૅપ્શન ફીચર રોલ આઉટ કરશે
iQOO Z7 Pro: ખાસ ફીચર્સ
ડિસ્પ્લે વિશે વાત કરીએ તો, iQOO Z7 Pro 120Hz રિફ્રેશ રેટ સાથે 6.78-ઇંચ FHD+ વક્ર AMOLED ડિસ્પ્લે ધરાવે છે. તે જ સમયે, આ ફોન શક્તિશાળી પ્રોસેસરથી પણ સજ્જ હશે. આ સ્માર્ટફોન લગભગ MediaTek Dimensity 7200 SoC દ્વારા સંચાલિત હશે. રેમ અને સ્ટોરેજ પર નજર કરીએ તો ફોનને 8GB+128GB, 8GB+256GB અને 12GB+256GBના ત્રણ વેરિઅન્ટમાં લૉન્ચ કરી શકાય છે.
iQOO ના મિડ રેન્જ બજેટ ફોનમાં વધુ સારો કેમેરા જોવા મળશે. iQOO Z7 Pro 64MP અને 2MP રિયર કેમેરા અને 16MP ફ્રન્ટ કેમેરા સાથે આવશે. તે જ સમયે, ઘણા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં 66W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4,600mAh બેટરી હશે. સૉફ્ટવેર ફ્રન્ટ પર, iQOO Z7 Pro Android 13 પર આધારિત Funtouch OS સાથે શિપ કરશે.