રેડમી અને રિયલમીને ટક્કર આપશે iQOO Z9 5G સ્માર્ટફોન, 2000નું ડિસ્કાઉન્ટ મેળવો, જાણો કિંમત અને ફીચર્સ વિશે

iQOO Z9 5G Smartphone launched in India : આઇક્યુ Z9 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે, જે નથિંગ ફોન, રેડમી અને રિયલમીના સ્માર્ટફોનને ટક્કર આપશે. iQOO Z9 5G સ્માર્ટફોન કાર્ડ વડે ખરીદવા પર 2000 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. જાણો લેટેસ્ટ કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર

Written by Ajay Saroya
March 12, 2024 17:44 IST
રેડમી અને રિયલમીને ટક્કર આપશે iQOO Z9 5G સ્માર્ટફોન, 2000નું ડિસ્કાઉન્ટ મેળવો, જાણો કિંમત અને ફીચર્સ વિશે
iQOO Z9 5G Smartphone : આઇક્યુ ઝેડ9 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. (Photo - @IqooInd)

iQOO Z9 5G Smartphone launched in India : આઇક્યુ એ ભારતમાં પોતાનો નવો ઝેડ-સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આઇક્યુ ઝેડ9 5જી કંપનીનો લેટેસ્ટ હેન્ડસેટ છે અને સેગમેન્ટમાં સૌથી બ્રાઇટ AMOLED ડિસ્પ્લે ઓફર કરે છે. iQOO Z9 5Gમાં 256 જીબી સુધી સ્ટોરેજ, 8 જીબી રેમ અને 50 એમપી પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ચાલો લેટેસ્ટ iQOO સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારથી જાણીયે

આઇક્યુ ઝેડ9 5જી કિંમત (iQOO Z9 5G Price In India)

આઇક્યુ ઝેડ9 5જીના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટ 21,999 રૂપિયામાં ખરીદી શકાય છે. સ્માર્ટફોનનું વેચાણ એમેઝોન પ્રાઇમ યૂઝર્સ માટે 13 માર્ચથી અને સામાન્ય ગ્રાહકો માટે 14 માર્ચથી શરૂ થશે.

કાર્ડ વડે ખરીદી પર 2000નું ડિસ્કાઉન્ટ

લેટેક્ટ આઇક્યુ સ્માર્ટફોનની કાર્ડ વડે ખરીદી પર ડિસ્કાઉન્ટ પણ મળશે. આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકના કાર્ડ વડે આ સ્માર્ટફોન ખરીદવા પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ હેન્ડસેટને બ્રશ્ડ ગ્રીન અને ગ્રાફિન બ્લૂ કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તમને જણાવી દઇયે કે, આ કિંમત સાથે તે બજારમાં પહેલેથી અસ્તિત્વમાં રહેલા નથિંગ ફોન 2એ, રેડમી નોટ 13 પ્રો અને રિયલમી 12 પ્રો સ્માર્ટફોનને ટક્કર આપશ.

આઇક્યુ ઝેડ9 5જી સ્માર્ટફોનના ફીચર્સ (iQOO Z9 5G Features)

આઇક્યુ ઝેડ9 5જીમાં 6.6 ઇંચની AMOlED ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન (2,400×1,800 પિક્સેલ્સ) રિઝોલ્યુશન સાથે આવે છે અને 1200હર્ટ્ઝ ઇન્સ્ટન્ટ ટચ સેમ્પલિંગ રેટ આપે છે. ડિસ્પ્લેની બ્રાઇટનેસ 1800 નિટ્સ છે. આ મોબાઈલ ફોન 91.9 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો સાથે આવે છે.

iQOO Z9 5G સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 7200 5G મોબાઇલ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં ગ્રાફિક્સ માટે ARM Mali G610 મળે છે. આ હેન્ડસેટને દેશમાં 128 અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે 8 જીબી રેમ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા ફોનની સ્ટોરેજ વધારીને 1 ટીબી કરી શકાય છે. હેન્ડસેટમાં 8 જીબી સુધીની વર્ચ્યૂઅલ રેમ ઓપ્શન આપવામાં આવીયું છે.

આઈક્યુનો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ ફન્ટચ ઓએસ 14 સાથે આવે છે. હેન્ડસેટને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસ 163.17 x 75.81 x 7.83 એમએમ છે અને તેનું વજન 188 ગ્રામ છે. આ ફોનમાં IP54 રેટિંગ, ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ, કોલ રેકોર્ડિંગ અને ફિંગરપ્રિન્ટ સેન્સર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો | Xiaomi 14 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, માત્ર 31 મિનિટમાં 100% ચાર્જ, જાણો કિંમત અને ફીચર્સ

આઇક્યુ ઝેડ9 5જી સ્માર્ટફોન માં અપાર્ચર F / 1.79 સાથે 50 મેગાપિક્સલ OIS Sony IMX882 પ્રાઇમરી, Aperture F / 2.4 સાથે 2 મેગાપિક્સલનું બોકેહ સેન્સર આવે છે. ડિવાઇસમાં અપાર્ચર એફ / 2.0 સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે આ ડિવાઇસમાં 5જી, 4જી, 3જી, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.3, જીપીએસ, ગ્લોનાસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ