6000mAh બેટરી, 50MP કેમેરાવાળા iQoo Z9x 5G ની ભારતમાં એન્ટ્રી, જાણો કિંમત અને ફિચર્સ

iQoo Z9x 5G launched in india : આઈક્યૂએ આજે (16 મે 2024) ભારતમાં પોતાનો લેટેસ્ટ બજેટ 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જાણો આ બજેટ ફોનમાં શું છે ખાસ?

iQoo Z9x 5G launched in india : આઈક્યૂએ આજે (16 મે 2024) ભારતમાં પોતાનો લેટેસ્ટ બજેટ 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જાણો આ બજેટ ફોનમાં શું છે ખાસ?

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
iQoo Z9x 5G, iQoo Z9x 5G launched in india

iQoo Z9x 5G launched in india : આઈક્યૂએ આજે (16 મે 2024) ભારતમાં પોતાનો લેટેસ્ટ બજેટ 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે

iQoo Z9x 5G launched in india : આઈક્યૂએ આજે (16 મે 2024) ભારતમાં પોતાનો લેટેસ્ટ બજેટ 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવા iQOO Z9X સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 6 જેન 1 ચિપસેટ, 8 જીબી સુધીની રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. iQOO Z9x 5Gમાં 50MP પ્રાઇમરી અને 6000mAhની બેટરી પણ આપવામાં આવી છે. જાણો આ બજેટ ફોનમાં શું છે ખાસ? જાણો કિંમત અને તમામ ફીચર્સ.

Advertisment

ભારતમાં આઈક્યૂ ઝેડ9એક્સ 5G ફોનની કિંમત (iQoo Z9x 5G price in India)

iQOO Z9X 5Gના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા છે. જ્યારે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ઓપ્શન 14,499 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 15,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

iQoo Z9x 5G ભારતમાં ગ્રીન અને ગ્રે કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનનું વેચાણ 21 મેના રોજ બપોરે 12 વાગ્યે એમેઝોન અને આઈક્યુના ઓનલાઈન સ્ટોર પર શરૂ થશે. એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંકના કાર્ડ ટ્રાન્ઝેક્શન દ્વારા ગ્રાહકો ફોન પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

આઈક્યૂ ઝેડ9એક્સ 5G ફોન ફિચર્સ (iQoo Z9x 5G specifications, features)

iQOO Z9X 5G સ્માર્ટફોન ફન્ટચ ઓએસ 14 આધારિત એન્ડ્રોઇડ 14 સાથે આવે છે. ફોનમાં 6.72 ઇંચની ફુલએચડી + (1,080×2,408 પિક્સલ) એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ અને પિક્સેલ ડેન્સિટી 393 પીપીઆઈ છે. iQOO Z9X 5Gમાં 8GB સુધીની રેમ અને ઓક્ટા-કોર 4nm સ્નેપડ્રેગન 6 જેન 1 ચિપસેટ છે. આ ડિવાઇસમાં 128 જીબી સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યું છે. સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે.

Advertisment

આ પણ વાંચો - Vivo X100s, Vivo X100s Pro સ્માર્ટફોનથી ઊંચકાયો પડદો, 16 GB રેમ, 1TB સુધીનું સ્ટોરેજ અને ફાસ્ટ ચાર્જિંગ

IQના આ ફોનમાં પાવર આપવા માટે 6000mAhની બેટરી આપવામાં આવી છે, જે 44W ફ્લેશ ચાર્જ સપોર્ટ સાથે આવે છે. ડિવાઇસમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. ફોનમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઇ-કંપાસ, ગાયરોસ્કોપ અને પ્રોક્સિમિટી સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસનું ડાઇમેંશન 165.7x76x7.99 એમએમ છે અને તેનું વજન 199 ગ્રામ છે.

આઈક્યૂના આ હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા છે, જેમાં અપર્ચર એફ/1.8 છે. ફોનમાં 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર પણ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં અપર્ચર એફ/2.0 સાથે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ માટે આઇપી64 રેટિંગ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.1, જીપીએસ, 3.5 એમએમ ઓડિયો જેક અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G