IRCTC Account Aadhaar Linking: IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક કર્યા વગર તત્કાલ ટિકિટ બુકિંગ નહીં થાય, જાણો લિંક કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

IRCTC Account Aadhaar Linking: જો તમે હજુ સુધી તમારા IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક નથી કર્યું તો આજથી તમે તત્કાલ ટિકિટ બુક નહીં કરી શકો.

Written by Ajay Saroya
July 01, 2025 14:21 IST
IRCTC Account Aadhaar Linking: IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક કર્યા વગર તત્કાલ ટિકિટ બુકિંગ નહીં થાય, જાણો લિંક કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Indian Railways Tatkal Train Ticket Booking Rules: રેલવે વિભાગે ટ્રેનની તત્કાલ ટિકિટ બુકિંગ કરવાના નિયમ બદલ્યા છે. (Express File Photo)

IRCTC Account Aadhaar Linking Process: રેલવે વિભાગે ટ્રેન ટિકિટ બુકિંગ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. જો તમે હજુ સુધી તમારા આઈઆરસીટીસી એકાઉન્ટ સાથે આધાર નંબર લિંક અને વેરિફાય કર્યા નથી, તો તમે આજથી એટલે કે 1 જુલાઈથી ઓનલાઈન ટિકિટ બુક નહીં કરાવી શકો. ભારતીય રેલવેએ હજી સુધી સ્પષ્ટતા કરી નથી કે આધાર વેરિફિકેશનના અભાવમાં ઓનલાઇન બુકિંગ માટે અન્ય ઓળખકાર્ડ સ્વીકારવામાં આવશે કે નહીં. એટલે કે જો તમારું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક નથી થયું તો તમારે ફિઝિકલ રિઝર્વેશન કાઉન્ટર પર જઇને તાત્કાલિક ટિકિટ બુક કરાવવી પડશે.

Tatkal Train Bookings Rules: તત્કાલ ટ્રેન ટિકિટ બુકિંગના નિયમ

ગેરકાયદે ટિકિટ બુકિંગ સોફ્ટવેરના દુરુપયોગને કારણે ભારતીય રેલવેએ હવે આજથી તમામ પ્રકારના ઇન્સ્ટન્ટ બુકિંગ માટે ઓટીપી આધારિત આધાર વેરિફિકેશન ફરજિયાત કરી દીધું છે. ઓનલાઇન અને ઓફલાઇન માટે આ વેરિફિકેશન 15 જુલાઇથી લાગુ થશે. તમને જણાવી દઇયે કે, આ વેરિફિકેશન પ્રક્રિયા પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ) કાઉન્ટર્સ અને અધિકૃત રેલવે એજન્ટો દ્વારા બુકિંગ માટે પણ લાગુ કરવામાં આવશે.

આ પગલાથી ટ્રેન ટિકિટ બુકિંગ પ્રક્રિયા એટલી હદે ધીમી પડી જશે કે ટિકિટ એજન્ટોને તત્કાલ ટિકિટ મેળવતા રોકવામાં આવશે, જે હાઈ રૂટ વાળા ટ્રેન રૂટ પર સામાન્ય પ્રથા છે. હાલમાં, ભારતભરમાં દરરોજ 2.25 લાખ તત્કાલ ટિકિટો વેચાય છે, તેમાંથી ઘણી આવી અયોગ્ય ટ્રિક્સનો ઉપયોગ કરીને થોડી જ સેકંડમાં વેચાઈ ગઈ હતી. આ ટિકિટો ઘણીવાર વધેલી કિંમતે ફરીથી વેચવામાં આવે છે, જેમાં નફાનું માર્જિન વધીને 200 ટકા સુધી પહોંચી જાય છે.

How To Link Aadhaar Number With IRCTC Account : IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક કેવી રીતે કરવું?

તત્કાલ ટ્રેન ટિકિટ બુકિંગ માટે પાત્રતાની ખાતરી કરવા માટે યુઝર્સે આઇઆરસીટીસી પોર્ટલ અથવા એપ્લિકેશન પર તેમની આધાર વિગતોને લિંક કરવી અને તેની ચકાસણી કરવી આવશ્યક છે. અહીં IRCTC એકાઉન્ટ આધાર નંબર સાથે લિંક કરવાની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રક્રિયા આપી છે

  • સૌથી પહેલા તમારા મોબાઇલ કે લેપટોપમાં IRCTC એકાઉન્ટમાં લોગ ઇન કરો
  • ત્યારબાદ Profile સેક્શનમાં જઇને LinkAadhaar પર ક્લિક કરો
  • હવે તમારો આધાર નંબર અને સંપૂર્ણ નામ દાખલ કરો, આધાર કાર્ડ મુજબ વિગત દાખલ કરો
  • પછી સંમતિ આપવા માટે બોક્સ પર ટિક કરો અને Send OTP પર ક્લિક કરો
  • ત્યાર પછી આધાર સાથે લીંક મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો
  • સફળ વેરિફિકેશન બાદ તમને KYC અપડેટ પૂર્ણ થવા પર કન્ફર્મેશન મેસેજ મળશે

આ પણ વાંચો | ટ્રેન મુસાફરી 1 જુલાઇથી મોંઘી થઇ, જાણો AC લઇ થી સ્લિપર કોચનું ટિકિટ ભાડું કેટલું વધ્યું?

રિઝર્વેશન ચાર્ટ આજથી 4 નહીં 8 કલાક પહેલા તૈયાર થશે

રેલવે વિભાગે આજથી વધુ એક નિયમ બદલ્યો છે. 1 જુલાઈથી ભારતીય રેલવે ટ્રેન રવાના થવાના 8 કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રિઝર્વેશન ચાર્ટ ટ્રેન રવાના થવાના 4 કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ