IRCTC Down: રેલવેની આઈઆરસીટીસી વેબસાઇટ અને એપ ડાઉન, ટ્રેન ટિકિટ બુક ન થતા લાખો લોકો પરેશાન

Indian Railways IRCTC Down: ભારતીય રેલવેની આઈઆરસીટીસી વેબસાઇટ અને એપ ડાઉન છે. જેના કારણે લોકો ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ કરી શક્યા નથી. વેબસાઈટ ડાઉન થતા આઈઆરસીટીસી શેર પણ ઘટ્યો છે.

Indian Railways IRCTC Down: ભારતીય રેલવેની આઈઆરસીટીસી વેબસાઇટ અને એપ ડાઉન છે. જેના કારણે લોકો ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ કરી શક્યા નથી. વેબસાઈટ ડાઉન થતા આઈઆરસીટીસી શેર પણ ઘટ્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
IRCTC | Indian Railways

ટ્રેનોની સ્પીડ વધવાને કારણે પેસેન્જર ટ્રેનોના ઓપરેટિંગ સમયમાં ઘટાડો થયો છે. (Photo: @RailMinIndia/ @IRCTCofficial)

IRCTC Down Today: ભારતીય રેલવેની આઈઆરસીટીસી વેબસાઇટ ડાઉન છે. આઈઆરસીટીસી વેબસાઈટ ડાઉન હોવાથી ટ્રેનની ઓનલાઇન ટિકિટ બુકિંગ થઇ રહી નથી. ભારતીય રેલવેની ઈ-ટિકિટિંગ પ્લેટફોર્મ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)ની ઓનલાઈન વેબસાઈટ અને મોબાઈલ એપ ગુરુવારે (26 ડિસેમ્બર) અસ્થાયી રૂપે ઉપલબ્ધ નથી. રેલવેના ટિકિટિંગ પ્લેટફોર્મ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, મેન્ટેનન્સ એક્ટિવિટીના કારણે આ પ્લેટફોર્મ પર હાલ એક્સેસ કરી શકાશે નહીં. એક મહિનામાં આવી બીજી ઘટના છે.

Advertisment

આઈઆરસીટીસીની વેબસાઈટ પર લખવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, "મેઈન્ટેનન્સ કામગીરીના કારણે ઈ-ટિકિટિંગ સર્વિસ હાલ પૂરતી નહીં મળે. કૃપા કરીને પછી ફરી પ્રયાસ કરો. " ટિકિટ રદ કરવા/ ટીડીઆર ફાઇલિંગ માટે કૃપા કરીને કસ્ટમર કેર નંબર 14646,080446467999 અને 08035734999 પર કોલ કરો અથવા etickets@irctc.co.in મેઇલ કરો.

નોંધનીય છે કે સામાન્ય રીતે IRCTC પર તત્કાલ ટિકિટ બુક કરવાનો સમય સવારે 10 વાગ્યાનો હોય છે. જ્યારે સ્લીપર ક્લાસ માટે તત્કાલ ટિકિટ બુક કરવાનો સમય સવારે 11 વાગ્યાનો છે. પરંતુ આજે (26 ડિસેમ્બર) આઈઆરસીટીસીના ટિકિટિંગ પ્લેટફોર્મ ઠપ થવાને કારણે દેશભરમાં લાખો લોકો પરેશાન થઈ રહ્યા છે.

IRCTC Website Down : આઇઆરસીટીસી વેબસાઇટ ડાઉન

દેશની સૌથી મોટી જાહેર પરિવહન સુવિધા ભારતીય રેલવે દરરોજ લાખો લોકોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચાડે છે. અને ટ્રેન ટિકિટ બુક ન થવાને કારણે દેશભરના મુસાફરો પરેશાન થઇ રહ્યા છે.

Advertisment

IRCTC Share Price : આઈઆરસીટીસી શેર પણ ડાઉન

આઈઆરસીટીસી વેબસાઇટ ડાઉન થતા કંપનીનો શેર પણ ડાઉન થયો હતો. આજે ટ્રેડિંગ દરમિયાન આઈઆરસીટીસી શેર લગભગ 1 ટકાથી વધુ તૂટી 778 રૂપિયા સુધી ઘટ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં આ શેરમાં લગભગ ૪ ટકાનો ઘટાડો થયો છે. તો વર્ષ 2024માં અત્યાર સુધી આ શેરમાં રોકાણકારોને 10 ટકા જેટલું નુકસાન થયું છે.

રેલવે બિઝનેસ