Bima Bharosa Complaint Against Insurance Policy : વીમા પોલિસી સંબંધિત ફરિયાદ માટે હવે કસ્ટમરને આમ તેમ ધક્કા ખાવાની જરૂર પડશે નહીં. ભારતીય વીમા નિયામક IRDAI વીમા પોલિસી સંબંધિત ફરિયાદ માટે એક ઓનલાઇન પ્લેટફોર્મ વીમા ભરોસા (Bima Bharosa) શરૂ કર્યું છે. આ એક એકીકૃત ફરિયાદ વ્યવસ્થાપન યંત્રણા (Integrated Grievance Management System) છે, જ્યાં પોલિસીધારક પોતાની વીમા પોલિસી સંબંધિત ફરિયાદ નોંધાવી શકે છે. પોતાની ફરિયાદનું સ્ટેટ્સ ચેક કરી શકે છે. જરૂર જણાય તો ફરિયાદ આગળ પણ પહોંચાડી શકે છે.
Bima Bharosa : વીમા ભરોસા પોર્ટલ શું છે?
વીમા ભરોસા પોર્ટલ વીમાધારક, વીમા કંપનીઓ અને નિયામક IRDAI ને જોડે છે. જેવી રીતે કોઇ ફરિયાદ નોંધવામાં આવે છે, તે સંબંધિત વીમા કંપનીને ફરિયાદ કરવા માટે મોકલે છે. આ ફરિયાદ મામલે યોગ્ય કાર્યવાહી થઇ છે કે અને ફરિયાદનો ઉકેલ આવે તેના પર IRDAI નજર રાખે છે. આ વેબસાઇટ પર ફરિયાદ દાખલ કરવી, તેનું સ્ટેટ્સ ચેક કરવું, FAQ સેક્શન અને હેલ્પલાઇન સેન્ટર જેવી સુવિધા ઉપલબ્ધ છે.
Bima Bharosa : વીમા ભરોસા પોર્ટલ કેમ મહત્વપૂર્ણ છે?
હવે વીમાધારક ક્લેમ રિજેક્શન, ક્લેમમાં વિલંબ, પોલિસી સર્વિસિંગ, ભ્રામણ વેચાણ (mis-selling) અથવા કોઇ અન્ય વીમા વિવાદ માટે પત્ર લખવો કે બ્રાન્ચ ઓફિસના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. આ પોર્ટલ પર કરવામાં આવેલી ફરિયાદ સીધી વીમા કંપની અને IRDAIને દેખાય છે, જેનાથી પારદર્શિતા જળવાઇ રહે છે. ફરિયાદની વિગત વીમા કંપનીની સિસ્ટમમાં પણ ઓટોમેટિક અપડેટ થતી રહે છે.
વીમા ભરોસા પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો?
- તમારા સ્માર્ટફોન કે લેપટોપમાં વેબસાઇટ https://bimabharosa.irdai.gov.in/ ઓપન કરો.
- પોતાની ભાષા હિંદી કે અંગ્રેજી પસંદ કરો.
- Register Complaint પર ક્લિક કરો અને પોતાની પ્રોફાઇલ બનાવો.
- પોતાનું નામ, મોબાઇલ નંબર અને ઇમેલ આઈડીની વિગત દાખલ કરો. OTP થી વેરિફાઇ કરો અને લોગીનની જાણકારી સેવ કરો.
- કમ્પ્લેઇન ફોર્મમાં વીમા કંપનીનું નામ, પોલિસી કે ક્લેમ નંબર વગેરે હોય તો, પોલિસીનો પ્રકાર, ફરિયાદની શ્રૈણી વગેરે જાણકારી દાખલ કરો.
- આવશ્યક દસ્તાવજે જેવા કે, ઇમેલ, પોલિસીની નકલ, મેડિકલ રિપોર્ટ, ક્લેમ રિજેક્શન લેટર વગેરે અપલોડ કરો અને છેલ્લે ફોર્મ સબમિટ કરો.
ફરિયાદ રજિસ્ટર્ડ થયા બાદ, તે વીમા કંપનીની સત્તાવાર ગવર્નન્સ ટીમને મોકલવામાં આવે છે અને IRDAI પણ તેના પર દેખરેખ રાખે છે. ત્યારબાદ તે પોતાના ટોકન નંબરથી રિયલ ટાઇમમાં સ્ટેટ્સ ચેક કરી શકે છે. જો વીમા કંપની નિર્ધારિત સમયમાં ફરિયાદનો ઉકેલ નથી લાવતી, તો તમારી ફરિયાદને વીમા લોકપાલ (Insurance Ombudsman) સુધી પોર્ટલ દ્વારા જ આગળ વધારી શકાય છે.
ઈરડા (IRDAI) એ ચેતવણી આપી છે કે, કોઇ પણ QR કોડ સ્કેન ન કરો, શંકાસ્પદ ક્લિક પર ક્લિક ન કરો અને કોઇને પણ પૈસા આપી ફરિયાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ ન કરો. Bima Bharosa કોઇ પણ ફરિયાદ માટે કોઇ ચાર્જ વસૂલતી નથી અને કોઇ OTP, બેંકની વિગત કે પૈસાની માંગણી કરતું નથી.





