ઈરડા દ્વારા વીમા પોલિસીના નવા નિયમ લાગુ, જાણો ક્યા વર્ષે ઈન્શ્યોરન્સ પોલિસી સરેન્ડર કરવાથી કેટલા પૈસા મળશે?

IRDAI Insurance Policy Surrender Value Rules : ઈરડા દ્વારા ઈન્શ્યોરન્સ પોલિસી સરેન્ડર વેલ્યૂના નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમ લિંક્ડ અને નોન લિંક્ડ બંને પ્રકારની જીવન વીમા પોલિસી માટે છે.

IRDAI Insurance Policy Surrender Value Rules : ઈરડા દ્વારા ઈન્શ્યોરન્સ પોલિસી સરેન્ડર વેલ્યૂના નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમ લિંક્ડ અને નોન લિંક્ડ બંને પ્રકારની જીવન વીમા પોલિસી માટે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
insurance policy | insurance policy surrender | insurance policy premium | irdai rules | insurance policy benefits | life insurance policy benefits

વીમા પોલિસી પ્રતિકાત્મક તસવીર (Photo - Freepik)

IRDAI Insurance Policy Surrender Value Rules : ઇન્શ્યોરન્સ પોલિસી સરેન્ડર કરવા અંગે ઈરડા (ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી/IRDAI) દ્વારા નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે. આ નવા નિયમો 1 એપ્રિલ, 2024 થી અમલમાં આવ્યા છે. આ નિયમ લિંક્ડ અને નોન લિંક્ડ બંને પ્રકારની જીવન વીમા પોલિસી માટે છે. વીમા નિયામકે પહેલા જે ડ્રાફ્ટ રજૂ કર્યો હતો, તે પોલિસીધારકોના પક્ષમાં હતો, પરંતુ રેગ્યુલેટરી એ તેનો અમલ કર્યો નહીં.

Advertisment

ઈરડા એ વીમા પોલિસી સરેન્ડર વેલ્યૂના નિયમોમાં ખાસ ફેરફાર કર્યા નથી. આ નિયમ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ માટે ફાયદાકારક છે. આ નિયમથી સમય પહેલા ઈન્શ્યોરન્સ પોલિસી સરેન્ડર કરનાર માટે વીમા કંપની પાસેથી મોટી રકમ પરત કરવાની અપેક્ષા રહેતી નથી છે. ચાલો જાણીયે ક્યા વર્ષમાં વીમા પોલિસી સરેન્ડર કરવાથી કેટલી રકમ મળે છે

insurance policy | insurance | insurance fee look period | insurance policy tips | irdai
Insurance Policy : ઇન્શ્યોરન્સ પોલિસી સુરક્ષા પુરી પાડે છે. (Photo - Freepik)

ઇરડાના વીમા પોલિસી સરેન્ડર વેલ્યૂના નવા નિયમ અનુસાર જો ઈન્શ્યોરન્સ પોલિસી શરૂઆતના ત્રણ વર્ષની અંદર સરેન્ડર કરવામાં આવે તો વેલ્યૂ ઘટી જશે. તેનો સીધો અર્થ એ છે કે, વીમા પોલિસીધારકેને ઈન્શ્યોરન્સ પોલિસી સરેન્ડર કરતી વખતે ઓછા પૈસા મળશે. જો વીમા પોલિસી ચોથા કે સાતમાં વર્ષે સરેન્ડર કરવામાં આવે તો ઈન્શ્યોરલન્સ પોલિસીની સરેન્ડર વેલ્યૂ વધી જાય છે. મતલબ કે, વીમા પોલિસીના શરૂઆતના ત્રણ વર્ષની અંદર જો પોલિસી સરેન્ડર કરવામાં આવે તો પોલિસીધારકને વધારે નુકસાન સહન કરવું પડે છે.

Advertisment

ક્યા વર્ષે ઈન્શ્યોરન્સ પોલિસી સરેન્ડર કરવાથી કટેલા પૈસા મળશે

નોન લિંક્ડ રેગ્યુલર પ્રીમિયમ ઈન્શ્યોરન્સ પોલિસીના કિસ્સામાં જો કોઇ વીમા પોલિસીમાં બે વર્ષ સુધી સતત પ્રીમિયમ ચૂકવવામાં આવે છે તો ગેરંટેડ સરેન્ડર વેલ્યૂ પ્રાપ્ત મળશે. સરળ શબ્દોમાં કહીયે તો વીમા પોલિસીના શરૂઆતના બે વર્ષ સુધી નિયમિત પ્રીમિયમ ચૂકવાય તો પોલિસી સરેન્ડર કરતી વખતે પૈસા પરત મળે છે.

જો ઈન્શ્યોરન્સ પોલિસી શરૂઆતના બીજા વર્ષ દરમિયાન સરેન્ડર કરવામાં આવે તો ચૂકવેલા કુલ પ્રીમિયમના 30 ટકા રકમ પરત મળે છે.

જો ઈન્શ્યોરન્સ પોલિસી શરૂઆતના ત્રીજા વર્ષ દરમિયાન સરેન્ડર કરવામાં આવે તો ચૂકવેલા કુલ પ્રીમિયમના 35 ટકા પૈસા પરત મળે છે.

જો ઈન્શ્યોરન્સ પોલિસી શરૂઆતના ચોથા અને સાતમાં વર્ષની અંદર સરેન્ડર કરવામાં આવે તો ચૂકવેલા કુલ પ્રીમિયમના 50 ટકા પૈસા પરત મળે છે.

જો ઈન્શ્યોરન્સ પોલિસી છેલ્લા બે વર્ષની અંદર સરેન્ડર કરવામાં આવે તો ચૂકવેલા કુલ પ્રીમિયમના 90 ટકા પૈસા પરત મળે છે.

જીવન વીમા કંપનીઓએ પૉલિસી ડોક્યુમેન્ટના અપફ્રન્ટ વર્ષમાં સરેન્ડર વેલ્યૂની ઘોષણા કરવી પડશે.

lic cancer cover plan | cancer | cancer insurance plan | health insurance policy | insurance policy premium
Cancer Cover Insurance Plan : હાલ ઘણી કંપનીઓ કેન્સર કવર ઇન્શ્યોરન્સ પ્લાન ઉપલબ્ધ કરાવે છે. (Photo - Freepik)

આ પણ વાંચો |શેર બજાર : નવા વર્ષે આ સ્ટોકમાં કરો રોકાણ, એપ્રિલમાં મળશે 20 ટકા સુધી રિટર્ન

50 ટકા ઈન્શ્યોરન્સ પોલિસી 5 વર્ષ સુધીમાં થાય છે સરેન્ડર

ઈરડાના આંકડા મુજબ લગભગ 50 ટકા એન્ડોમેન્ટ પોલિસીધારકની પોલિસી પાંચમાં વર્ષે લેપ્સ થઇ જાય છે. તેના ઘણા કારણ છે. ઘણી વખત પોલિસી ખરીદયા બાદ ગ્રાહકને ખબર પડે છે કે પોલિસી તેની જરૂરિયાત મુજબ નથી. ઘણી વખત બેંક કે એજન્ટ ગ્રાહકોને પોલિસી વિશે યોગ્ય માહિતી આપતા નથી અને કસ્ટમરને પોતે ફસાઇ ગયા હોવાનું જાણ થાય છે. ઘણી વખતે પ્રીમિયમ ચૂકવવામાં મુશ્કેલી પડવાથી પોલિસીધારક વીમા પોલિસી સરેન્ડર કરે છે. તમને જણાવી દઇયે કે, વીમા પોલિસી રોકાણ કરવાનો ઉત્તમ વિકલ્પ છે સાથે સાથે ભવિષ્યમાં નાણાંકીય સુરક્ષા પણ પુરી પાડે છે.

બિઝનેસ Investment