હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ હપ્તામાં ચૂકવી શકાશે, સિનિયર સિટીઝન પણ આરોગ્ય વીમો ખરીદી શકશે : ઇરડા દ્વારા નવા નિયમ જાહેર

IRDAI Health Insurance Policy Rules : ઈરેડા એ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી માટે 65 વર્ષની વય મર્યાદા દૂર કરી છે. તેમજ આરોગ્ય વીમા પોલિસીનું પ્રીમિયમ ઇએમઆઈ જેમ હપ્તે હપ્તે ચૂકવવાની સુવિધા આપવા ટકોર કરી છે.

IRDAI Health Insurance Policy Rules : ઈરેડા એ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી માટે 65 વર્ષની વય મર્યાદા દૂર કરી છે. તેમજ આરોગ્ય વીમા પોલિસીનું પ્રીમિયમ ઇએમઆઈ જેમ હપ્તે હપ્તે ચૂકવવાની સુવિધા આપવા ટકોર કરી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Health Insurance Policy: વીમા કંપની હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ મનફાવે રિજેક્ટ નહીં કરી શકે, ઈરડા દ્વારા નવા નિયમ લાગુ

હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી (Photo - Freepik)

IRDAI Health Insurance Policy Rules : હવે તમે તમારા વૃદ્ધ માતા-પિતા માટે પણ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. વીમા નિયમનકાર IRDAI એ હેલ્થ ઇન્શ્યોરન્સના નિયમમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. ઈરેડા હેલ્થ ઇન્શ્યોરન્સના નિયમમાં 65 વર્ષની વય મર્યાદા દૂર કરી છે. આનો અર્થ એ થયો કે હવે 65 વર્ષની વય વટાવી ચૂકેલા લોકો પણ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદી શકે છે. અગાઉ, ગ્રાહકો 65 વર્ષની ઉંમર સુધી જ નવી સ્વાસ્થ્ય વીમા પોલિસી ખરીદી શકતા હતા.

Advertisment

1 એપ્રિલથી નવા નિયમ લાગુ

વીમા બજારને વિસ્તૃત કરવા અને હેલ્થકેર ખર્ચથી પર્યાપ્ત સુરક્ષાને પ્રોત્સાહન આપવાના હેતુથી વીમા નિયમનકાર ઈરેડા એ સ્વાસ્થ્ય વીમા પૉલિસી ખરીદતી વ્યક્તિઓ માટે 65 વર્ષની વય મર્યાદા દૂર કરી છે. 1 એપ્રિલથી અમલમાં આવતા તાજેતરના સુધારા સાથે, કોઈપણ વયની કોઈપણ વ્યક્તિ નવી વીમા પૉલિસી ખરીદવા માટે પાત્ર છે. તાજેતરના ગેઝેટ નોટિફિકેશનમાં, IRDAIએ જણાવ્યું હતું કે વીમા કંપનીઓ એ સુનિશ્ચિત કરશે કે તેઓ તમામ વય જૂથોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ ઉપલબ્ધ થાય.

આરોગ્ય વીમા પોલિસી ખરીદવાનું સરળ બનશે

હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદવા પરની મહત્તમ વય મર્યાદા દૂર કરીને ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (IRDAI)નો ઉદ્દેશ્ય વધુ સમાવિષ્ટ અને સુલભ હેલ્થકેર ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનો છે, જેથી ઈમરજન્સી મેડિકલ કર્ચાઓ સામે પુરતી સુરક્ષા ખાતરી કરવામાં આવે.

સિનિયર સિટીઝન માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી તૈયાર કરો

વીમા કંપનીઓ વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ, બાળકો, પ્રસૂતિ અને સક્ષમ અધિકારી દ્વારા નિર્દિષ્ટ કોઈપણ અન્ય જૂથ માટે ખાસ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી તૈયાર કરી શકે છે. વધુમાં વીમા કંપનીઓને કોઈપણ પૂર્વ-અસ્તિત્વમાં રહેલી તબીબી સ્થિતિઓ ધરાવતી વ્યક્તિઓને હેલ્થ પોલિસી પ્રદાન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરિણામે, વીમા કંપનીઓને કેન્સર, હૃદય અથવા કિડની ફેલ્યોર અને એઇડ્સ જેવી ગંભીર તબીબી સ્થિતિઓ ધરાવતી વ્યક્તિઓને હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી આપવાની મનાઇ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

Advertisment
insurance policy | insurance | insurance fee look period | insurance policy tips | irdai
Insurance Policy : ઇન્શ્યોરન્સ પોલિસી સુરક્ષા પુરી પાડે છે. (Photo - Freepik)

આ પણ વાંચો : ડિવિડન્ડ સ્ટોકમાં રોકાણ પહેલા આ 6 બાબત ધ્યાનમાં રાખો, ક્યારે નુકસાન નહીં થાય

હવે ઇએમઆઈ જેમ હેલ્થ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ચૂકવી શકાશે

ઈરેડાના નોટિફિકેશન મુજબ, વીમા કંપનીઓને પોલિસીધારકોની સુવિધા માટે હેલ્થ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ઇએમઆઈની જેમ હપ્તામાં ચૂકવવાની સુવિધા મળવી જોઇએ. ટ્રાવેલ પોલિસી ફક્ત જનરલ અને હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ જ ઓફર કરી શકે છે. તેમાં જણાવ્યું છે કે, આયુષ સારવાર કવરેજ પર કોઈ મર્યાદા નથી. આયુર્વેદ, યોગ, નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવી પદ્ધતિઓ હેઠળની સારવારને કોઈપણ મર્યાદા વગર વીમા રકમનું કવરેજ મળશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, લાભ આધારિત વીમા ધરાવતા પૉલિસીધારકો વિવિધ વીમા કંપનીઓ સાથે મલ્ટીપલ ક્લેમ ફાઇલ કરી શકે છે, જેનાથી સ્થિતિસ્થાપકતા અને પસંદગીઓ વધી શકે છે.

health tips બિઝનેસ Investment