IREDA Listings: ઈરેડાનું ધમાકેદાર લિસ્ટિંગ, શેરધારકોને બમણી કમાણી; શેર રાખવા કે વેચી દેવા? જાણો માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી

IREDA IPO Share Listings : ઈરેડા કંપનીના શેરના ધમાકેદાર લિસ્ટિંગથી પહેલા જ દિવસે રોકાણકારોની મૂડી બમણી ગઇ છે. ઈરેડાના શેરમાં તેજી ચાલુ રહેશે કે પ્રોફિટ બુકિંગ કરવું? જાણો માર્કેટ એકપર્ટ્સ્ પાસેથી

Written by Ajay Saroya
November 29, 2023 16:31 IST
IREDA Listings: ઈરેડાનું ધમાકેદાર લિસ્ટિંગ, શેરધારકોને બમણી કમાણી; શેર રાખવા કે વેચી દેવા? જાણો માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી
IREDA - ઇરેડા એ ભારત સરકારની માલિકીનું જાહેર સાહેસ છે. (Photo - Freepik)

IREDA IPO Share Listings : ઇરેડા (IREDA) કંપનીનું શેરબજારમાં બમ્પર લિસ્ટિંગ થયું છે અને રોકાણકારોની મૂડી લગભગ બમણી થઇ ગઇ છે. બમ્પર લિસ્ટિંગ સાથે જ કંપનીની કુલ માર્કેટકેપ વધીને 16 લાખ કરોડને વટાવી ગઇ છે. ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (ઇરેડા) એ ભારત સરકારની સંપૂર્ણ માલિકીનું જાહેર સાહસ છે. કંપની ન્યુ અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ અને ઊર્જા કાર્યક્ષમતા અને સંરક્ષણ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન, વિકાસ અને ધિરાણ પ્રદાન કરવાના વ્યવસાયમાં 36 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી નાણાકીય સંસ્થા છે.

ઈરેડાના શેરનું 56 ટકાના પ્રીમિયમે લિસ્ટિંગ (IREDA IPO Share Listings 56% Premium)

ઈરેડા કંપનીના શેરનું ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. ઇરેડા કંપનીનો શેર તેની 32 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસ સામે આજે બીએસઇ પર 50 રૂપિયાના ભાવે ખૂલ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસની તુલનાએ 56 ટકા પ્રીમિયમ દર્શાવે છે. નોંધનિય છે કે, આઇપીઓ અને શેરની લિસ્ટિંગ પહેલા જ ગ્રે માર્કેટમાં ઈરેડાના શેરમાં મોટું પ્રીમિયમ બોલાતું હતું.

IPO | pulic issue | IPO Investment Tips | ipo alert | ipo market | Sharemarket Tips |
શેરબજારમાં લિસ્ટિંગ થવા કંપનીઓ આઈપીઓ લાવે છે. (Photo – Freepik)

ઈરેડાના શેરધારકોની મૂડી બમણી થઇ (IREDA IPO Investors Returns)

ઇરેડા કંપનીના શેરધારકોની મૂડી એક જ ઝાટકે બમણી થઇ ગઇ છે. ઇરેડા કંપનીનો શેર 32 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસ સામે 50 રૂપિયાના ભાવે ખૂલીને તેજીની ચાલમાં 59.99 રૂપિયાની ટોચે પહોંચ્યો હતો. આમ શેરની ઈશ્યૂ પ્રાઇસ થી બંધ ભાવની રીતે ઇરેડા કંપનીના શેરધારકોની મૂડી લગભગ બમણી થઇ ગઇ છે. માર્કેટ એનાલિસ્ટે ઇરેડના શેરમાં આગામી દિવસોમાં પણ તેજી ચાલુ રહેવાની અપેક્ષા રાખે છે.

ઈરેડાના શેરમાં રોકાણકારોને પહેલા જ દિવસે 12880નો નફો

ઈરેડના આઈપીઓમાં શેરની ઈશ્યૂ પ્રાઈસ 32 રૂપિયા રાખવામાં આવી હતી અને લોટ સાઇજ 460 શેરની હતી. કંપનીનો શેર 32 રૂપિયાની ઈશ્યૂ પ્રાઈસ સામે 56 ટકાના પ્રીમિયમે લિસ્ટ થયો હતો. આમ ગણતરી કરીયે તો લિસ્ટિંગ ભાવ ઇરેડાના શેરમાં રોકાણકારોને 8280 રૂપિયાનો નફો થયો છે. કંપનીનો શેર તેજીની ચાલમાં 60 રૂપિયાના ભાવે બંધ થયો છે. આમ ક્લોઝિગં ભાવની રીતે ઇરેડાના શેરધારકોને પહેલા જ દિવસે 12880 રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે.

ઈરેડા કંપનીની માર્કેટકેપ 16 લાખ કરોડને પાર (IREDA Marketcap)

શેર બજારમાં બમ્પર લિસ્ટિંગની સાથે ઇરેડા કંપનીની માર્કેટકેપ પણ વધીને 16 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઇ છે. શેરબજારના સેશનના અંતે ઇરેડા કંપનીની કુલ માર્કેટકેપ 16,123.90 કરોડ રૂપિયા રહી હતી.

ઈરેડાનો આઈપીઓ 39 ગણો ભરાયો (IREDA IPO)

IREDA ના IPO વિશે વાત કરીએ તો શેરબજારમાં લિસ્ટિંગ પહેલા જ તેમાં શેર દીઠ 12 રૂપિયાનું પ્રીમિયમ બોલાતુ હતુ, જે આઈપીઓની અપર પ્રાઇસ બેન્ડ રૂ. 32ની તુલનાએ 38% પ્રીમિયમ હતું. ઇરેડાનો આઈપીઓ 38.80 ગણો ભરાયો હતો. તેમાં ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યૂશનલ બોયર્સ માટેનો રિઝર્વ પોર્શન 104.57 ગણો ભરાયો હતો. તો એનઆઈઆઈનો રિઝર્વ પોર્શન 24.16 ગણો ભરાયો હતો અને રિટેલ રોકાણકારો તરફથી 7.73 ગણી બીડ મળી હતી. કંપનીના કર્મચારીઓ માટેનો રિઝર્વ હિસ્સો 9.80 ગણો ભરાયો હતો.

ઈરેડાનો શેર રાખવા કે વેચી દેવા? (IREDA Share Hold, Book Profit Or Buy More?)

ઇરેડાના આઈપીઓમાં શેરધારકોને બમણી કમાણી થઇ છે. આ સાથે રોકાણકારોના મનમાં એ પ્રશ્ન થઇ રહ્યો છે કે, ઇરેડાનો શેર રાખવો કે વેચી દેવો? આ બાબતે બ્રોકરેજ હાઉસ નિર્મલ બંગના જણાવ્યા અનુસાર, ભારતમાં સૌથી મોટી પ્યોર-પ્લે ગ્રીન ફાઇનાન્સિંગ એનબીએફસી તરીકે IREDA ની સ્થિતિ તેને એવી કેટલીક કંપનીઓ પૈકીની એક બનાવે છે જે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ઝડપી વૃદ્ધિનો લાભ ઉઠાવવા માટે સારી સ્થિતિમાં છે.

bse | share Market
સારી કંપનીઓના IPOમાં મહત્તમ લોટ માટે અરજી કરવાથી શેરની ફાળવણીની આશા વધે છે. આ સિવાય લકી ડ્રોનો ઉપયોગ શેરની ફાળવણી માટે પણ થાય છે.

કંપનીની લોન બુક નાણાકીય વર્ષ 2011-23 દરમિયાન 30% CAGR વધીને રૂ. 47,076 કરોડ થઈ છે, જે PFC અને REC જેવી પરંપરાગત પાવર ફાઇનાન્સિંગ કંપનીઓ કરતાં ઘણી ઝડપી છે. ગ્રીન હાઇડ્રોજન, પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પાવર પ્લાન્ટ્સ, બેટરી સ્ટોરેજ વેલ્યુ ચેઇન્સ અને ગ્રીન એનર્જી કોરિડોર જેવી ઉભરતી ગ્રીન ટેકનોલોજીમાં વૈવિધ્યકરણ અને વિસ્તરણ તેની લોન બુકની લાંબા ગાળાની સ્થિર ઉંચી વૃદ્ધિની તક પુરી પાડે છે.

IREDA શું કરે છે? (IREDA Business Model)

IREDA દેશની સૌથી મોટી ગ્રીન ફાઇનાન્સ નોન-બેંકિંગ કંપની છે. આ કંપનીનો સપ્ટેમ્બર 2023 CRAR 20.92% રહ્યો છે. IREDA લગભગ 36 વર્ષ જૂની નાણાકીય સંસ્થા છે, જે પુનઃપ્રાપ્ય ઊર્જા અને ઊર્જા કાર્યક્ષમતા પ્રોજેક્ટ્સને સમર્થન આપે છે. આ કંપની આયોજનથી માંડીને સાધનોના ઉત્પાદન અને ટ્રાન્સમિશન સુધીના આવા પ્રોજેક્ટ્સ માટે નાણાકીય ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ