ભારતીય મૂળના બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનક અત્યારે ચર્ચામાં છે. ભારતની આઈટી કંપની ઇન્ફોસિસે નાણાંકિય વર્ષ 2022-23 માટે શેરહોલ્ડર્સના દરેક શેર ઉપર 16.50 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ આપી રહી છે. કંપનીના ડિવિડન્ડની રિકોર્ડ ડેટ 28 ઓક્ટોબર 2022 સુધી નક્કી કરી છે. આનો મતલબ એ થાય છે કે આ તારીખના ઇન્ફોસિસ ઇન્વેસ્ટર્સને વચગાળાનું ડિવિડન્ડ મળશે. કંપનીની આ જાહેરાત બાદ બ્રિટનના નવા પીએમ ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિને 64 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિ ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિની પુત્રી છે અને ઇન્ફોસિસમાં અક્ષતા મૂર્તિની એક મોટી ભાગીદારી છે. આમ કંપનીએ ડિવિડન્ડ રજૂ કર્યા બાદ અક્ષતા મૂર્તિને એક શેરહોલ્ડરના રૂપમાં ફાયદો થશે. શેર હોલ્ડિંગ ડેટા અનુસાર બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિ પાસે ઇન્ફોસિસ પાસે 3,89,57,096 શેર છે અને તેમની ભાગીદારી 1.07 ટકા છે.
ઇન્ફોસિસ પ્રતિ શેર રૂ. 16.50નું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવી રહી છે
ઇન્ફોસિસ પ્રતિ શેર રૂ. 16.50નું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવી રહી છે. એટલે કે, અક્ષતા મૂર્તિને ઈન્ફોસિસ તરફથી ડિવિડન્ડ તરીકે રૂ. 64,27,92,084 મળશે. આ માહિતી તાજેતરમાં સમાપ્ત થયેલ સપ્ટેમ્બર 2022 ક્વાર્ટર માટે ઇન્ફોસિસની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ છે.
ઇન્ફોસિસ ડેવિડેન્ડ 2022 રેકોર્ડ તારીખ વિગતો
ભારતીય શેરબજાર એક્સચેન્જોને ડિવિડન્ડની ચૂકવણીની રેકોર્ડ તારીખ વિશે માહિતી આપતાં ઈન્ફોસિસ લિમિટેડે જણાવ્યું હતું કે ઈન્ફોસિસ લિમિટેડના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે તેની મીટિંગમાં શેર દીઠ રૂ. 16.50ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. 28 ઑક્ટોબર, 2022 ને વચગાળાના ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ તરીકે અને 10 નવેમ્બર, 2022 ને ચુકવણીની તારીખ તરીકે નિશ્ચિત કરવામાં આવી છે.
નોંધપાત્ર રીતે જ્યારે સુનક બ્રિટિશ નાગરિક છે ત્યારે તેની પત્ની અક્ષતા ભારતીય નાગરિક છે. અક્ષતા મૂર્તિએ લોસ એન્જલસમાં ફેશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન એન્ડ મર્ચેન્ડાઇઝિંગમાંથી ફેશન ડિઝાઇનિંગ ડિપ્લોમા મેળવ્યો છે, ત્યારપછી ડેલોઇટ અને યુનિલિવરમાં ટૂંકો કાર્યકાળ કર્યો છે. તે પછી તે સ્ટેનફોર્ડમાં MBA કરવા ગઈ જ્યાં તે ઋષિ સુનકને મળી. બંનેએ 2009માં લગ્ન કર્યા હતા.