Smartphone : 128 જીબી સ્ટોરેજ સાથે ધાંસુ સ્માર્ટફોન ₹ 7500 થી પણ ઓછી કિંમતમાં લોન્ચ, ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ ઓફર

itel A90 Limited Edition Price And Features : આઈટેલ એ 90 લિમિટેડ એડિશન સ્માર્ટફોન લોન્ચ થયા છે. તેમા 128 જીબી સ્ટોરેજ, 5000mAh બેટરી અને ઓક્ટા કોર Unisoc T7100 ચિપસેટ સાથે આવે છે. જાણો લેટેસ્ટ આઈટેલ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ સહિત તમામ વિગત

Written by Ajay Saroya
November 14, 2025 18:08 IST
Smartphone : 128 જીબી સ્ટોરેજ સાથે ધાંસુ સ્માર્ટફોન ₹ 7500 થી પણ ઓછી કિંમતમાં લોન્ચ, ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ ઓફર
Itel A90 Limited Edition Price Specifications : આઈટેક એ 90 લિમિટેડ એડિશન સ્માર્ટફોન ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ સાથે લોન્ચ થયો છે. (Photo: itel)

itel A90 Limited Edition Launch : આઇટેલ એ 90 લિમિટેડ એડિશન સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયા છે. નવા આઈટેલ સ્માર્ટફોન 128 જીબી સ્ટોરેજ સાથે રજૂ કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બરમાં, સ્ટાન્ડર્ડ એ 90 સ્માર્ટફોન 64 જીબી સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ડિવાઇસ યુનિસોક ટી 7100 ચિપસેટ દ્વારા સંચાલિત છે અને મોટી 5000mAh બેટરી આવે છે. જાણો લેટેસ્ટ આઈટેલ એ 90 સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ

Itel A90 Limited Edition 128GB Price in India : આઈટેલ એ 90 લિમિટેડ એડિશન ભાવ

આઈટેલ એ 90 લિમિટેડ એડિશનના 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 7,299 રૂપિયા છે. આ ફોનને સ્પેસ ટાઇટેનિયમ, સ્ટારલિટ બ્લેક અને અરોરા બ્લુ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે. કંપની ફોન ખરીદ્યાના 100 દિવસની અંદર ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ ઓફર પણ આપી રહી છે.

આઈટેલ એ 90 લિમિટેડ એડિશન સ્માર્ટફોન 128 જીબી વેરિઅન્ટની કિંમત 3 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6,399 રૂપિયા છે. જ્યારે 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 6,899 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યા છે.

Itel A90 Limited Edition Specifications : આઈટેલ એ 90 લિમિટેડ એડિશન સ્પેસિફિકેશન્સ

આઈટેલ એ 90 લિમિટેડ એડિશન સ્માર્ટફોનમાં 90 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે 6.6-ઇંચની એચડી + IPS LCD સ્ક્રીન છે. સ્ક્રીન Dynamic Bar ફીચર સાથે આવે છે જે એપલના Dynamic Island જેવી જ છે. હેન્ડસેટમાં ઓક્ટા કોર Unisoc T7100 ચિપસેટ છે. ફોનમાં 4 જીબી રેમ અને 12 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 ગો એડિશન આધારિત આઇટેલ ઓએસ 14 સાથે આવે છે.

કેમેરાની વાત કરીએ તો, આઈટેલ એ 90 લિમિટેડ એડિશનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. ડિવાઇસમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા છે. ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. સ્માર્ટફોન આઇવાના 2.0 ને સપોર્ટ કરે છે, જે દસ્તાવેજોનું ભાષાંતર કરવા, વોટ્સએપ વોઇસ અને વિડિઓ કૉલ્સ શરૂ કરવા અને ગણિતના પ્રશ્નો હલ કરવા માટે રચાયેલું એઆઈ આસિસ્ટન્ટ છે. ફોનમાં વધુ સારી સાઉન્ડ ક્વોલિટી માટે ડીટીએસ ઓડિયો ટેક્નોલોજી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Onepuls 15 સ્માર્ટફોન ખરીદતા પહેલા 5 ખાસિયત અને 3 નબળી બાબત જાણો

આઈટેલ એ 90 લિમિટેડ એડિશન સ્માર્ટફોન મિલિટરી-ગ્રેડ એમઆઇએલ-એસટીડી-810 એચ ડ્યુરેબિલિટી સર્ટિફિકેશનથી સજ્જ છે. ફોન IP54 ડસ્ટ અને વોટર પ્રોટેક્શન રેટિંગ સાથે આવે છે. બાયોમેટ્રિક સિક્યોરિટી માટે હેન્ડસેટની બાજુમાં ફિંગરપ્રિન્ટ સેન્સર લગાવવામાં આવ્યું છે. ડિવાઇસને પાવર આપવા માટે, એક મોટી 5000mAh બેટરી આપવામાં આવી છે જે 15W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ