Itel A95 5G launched: આઈટેલે ભારતમાં પોતાનો લેટેસ્ટ એ-સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Itel એ95 5જી કંપનીનો લેટેસ્ટ હેન્ડસેટ છે, જેને 9,599 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. Itel એ95 5જીમાં 5000mAhની બેટરી, AI ફીચર્સ અને 50MPનો પ્રાઇમરી રિયર કેમેરા આપવામાં આવ્યો છે. નવો Itel એ95 5 જી હેન્ડસેટ આઇપી 54 રેટિંગ સાથે આવે છે જે ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ છે. જાણો નવા Itel સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે.
Itel એ95 5G કિંમત
Itel એ95 5જીના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ઓપ્શનની કિંમત 9,599 રૂપિયા છે. 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 9,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન બ્લેક, ગોલ્ડ અને મિન્ટ બ્લૂ કલર ઓપ્શનમાં આવે છે. કંપની હેન્ડસેટ પર 100 દિવસ માટે સ્ક્રીન રિપ્લેસમેન્ટ ઓપ્શન આપી રહી છે.
Itel એ95 5G ફિચર્સ
Itel એ95 5જી સ્માર્ટફોનમાં 6.67 ઇંચની એચડી+ આઇપીએસ એલસીડી સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ક્રીનનો ટચ સેમ્પલિંગ રેટ 240 હર્ટ્ઝ અને પાંડા ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ફોનમાં મીડિયાટેક ડાઇમેંસિટી 6300 ચિપસેટ છે. આ ડિવાઇસમાં 6 જીબી સુધીની રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઇડ 14 સાથે આવે છે.
આ પણ વાંચો – સેમસંગનો નવો સ્માર્ટફોન લોન્ચ, 50MP ટ્રિપલ કેમેરા, 256GB સ્ટોરેજ, જાણો કિંમત
5000mAhની મોટી બેટરી
કંપનીનો દાવો છે કે આઇટેલ એ95 સ્માર્ટફોનમાં 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. સુરક્ષા માટે આઇટેલ એ 95 માં ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક સુવિધા છે. ફોનમાં IP54 ડસ્ટ અને સ્પ્લેશ-રેઝિસ્ટન્ટ રેટિંગ આપવામાં આવ્યું છે. ફોનમાં ઇન્ફ્રારેડ સેન્સર છે અને તે 7.8 મીમીની જાડાઈ સાથે આવે છે.
ફોટોગ્રાફી માટે, આઇટેલ એ 95 સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ કેમેરા 2K વીડિયો રેકોર્ડિંગ, ડ્યુઅલ વીડિયો કેપ્ચર અને વ્લોગ મોડને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં એઆઇ વોઇસ આસિસ્ટન્ટ, આઇવાના અને આસ્ક એઆઇ ટૂલ્સ છે. ફોનમાં ડાયનામિક બાર ફીચર પણ આપવામાં આવ્યું છે.