10 હજારથી ઓછી કિંમતમાં શાનદાર સ્માર્ટફોન લોન્ચ, 5000mAh બેટરી અને 50 MP કેમેરા

Itel Zeno 5G Launched in India: આઇટેલ ઝેનો 5જી સ્માર્ટફોન ભારતમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300mAh ચિપસેટ, 5000mAhની બેટરી અને 50 MPનો પ્રાઇમરી રિયર કેમેરા આપવામાં આવ્યો છે.

Itel Zeno 5G Launched in India: આઇટેલ ઝેનો 5જી સ્માર્ટફોન ભારતમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300mAh ચિપસેટ, 5000mAhની બેટરી અને 50 MPનો પ્રાઇમરી રિયર કેમેરા આપવામાં આવ્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Itel Zeno 5G Smartphone India Launch | Itel Zeno 5G Smartphone | Itel Zeno 5G Launch | Itel Zeno 5G price

Itel Zeno 5G India Launch : આઇટેલ ઝેનો 5જી સ્માર્ટફોનને પાવર આપવા 5000mAhની બેટરી આપી છે જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. (Photo: @itel_india)

Itel Zeno 5G Price in India: આઈટેલ મોબાઇલ કંપનીએ ભારતમાં 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં એક શાનદાર 5જી સ્માર્ટફોન લોન્ચ થયો છે. લેટેસ્ટ આઇટીએલ ઝેનો 5જી (Itel Zeno 5G)સ્માર્ટફોન 10000 રૂપિયાના સેગમેન્ટમાં આવે છે. ફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300mAh ચિપસેટ, 5000mAhની બેટરી અને 50 MPનો પ્રાઇમરી રિયર કેમેરા આપવામાં આવ્યો છે. લોન્ચ ઓફર હેઠળ હેન્ડસેટને 10,000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. જાણો નવી ઈટેલ ઝેનો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે.

Advertisment

itel Zeno 5G Price In India : આઈટેલ ઝેનો 5જી કિંમત

ઇટેલ ઝેનો 5જી સ્માર્ટફોનને એમેઝોન ઇન્ડિયા પર 10,299 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. પરંતુ લોન્ચ ઓફર હેઠળ ફોનને 1000 રૂપિયાની ડિસ્કાઉન્ટ કૂપન સાથે 9,299 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનને ટાઇટેનિયમ, શેડો બ્લેક અને વેવ ગ્રીન કલરમાં ખરીદી શકાય છે.

itel Zeno 5G Specifications : આઇટેલ ઝેનો 5જી સ્પેસિફિકેશન

આઇટેલ ઝેનો 5જી સ્માર્ટફોનમાં 6.67 ઇંચની એચડી+ આઇપીએસ ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ક્રીનમાં પંચ-હોલ Dynamic Bar આપવામાં આવ્યું છે. આ 5જી સ્માર્ટફોનમાં PANDA MN228 સ્ક્રીન પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. કંપની ફોન ખરીદ્યાના 100 દિવસની અંદર ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ આપી રહી છે.

Advertisment

આઇટેલ ઝેનો 5જી મીડિયાટેક ડિમેન્સિટી 6300 ચિપસેટ દ્વારા સંચાલિત છે જે 6nm પ્રોસેસ પર બેઝ્ડ છે અને 2.4 ગીગાહર્ટ્ઝ ક્લોક સ્પીડ સુધી ચાલે છે. ડિવાઇસમાં 4 જીબી સુધીની રેમ અને 128 જીબી સ્ટોરેજ છે. ફોનમાં 4GB સુધીની વર્ચ્યુઅલ રેમ સપોર્ટ આપવામાં આવી છે. કંપનીએ ફોન પર 5 વર્ષ સુધી લેગ ફ્રી અનુભવ આપવાનું વચન આપ્યું છે.

ફોટોગ્રાફી માટે ફોનમાં 50 એમપીનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 8 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો | 6500mAh બેટરી અને 50 MP સાથે વીવોનો ધાકડ સ્માર્ટફોન લોન્ચ, કિંમત અને ખાસિયત જાણો

આ આઈટેલ 5જી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 સાથે આવે છે તેમજ પાણી અને માટી સામે IP54 રેઝિસ્ટન્ટ છે. આ ડિવાઇસમાં ફેસ અનલોક ફીચર્સ અને ઘણા એઆઈ ટૂલ્સ પણ છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ