ITR Filing Tips: ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા પહેલા આ 8 ડોક્યુમેન્ટ તૈયાર રાખો, છેલ્લી ઘડીએ દોડવું નહીં પડે

Income Tax Return Filing Documents Checklist: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે ઘણા દસ્તાવેજોની જરૂર પડે છે. છેલ્લી ઘડીની મુશ્કેલીથી બચવા માટે તમારે આ દસ્તાવેજો અગાઉથી એકત્રિત કરી તૈયાર રાખવા જોઈએ.

Written by Ajay Saroya
June 20, 2024 17:53 IST
ITR Filing Tips: ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા પહેલા આ 8 ડોક્યુમેન્ટ તૈયાર રાખો, છેલ્લી ઘડીએ દોડવું નહીં પડે
ITR Filing 2024: ઈન્કમ ટેક્સ રિર્ટન ફાઈલ કરવા માટે ઘણા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. (Photo - Freepik)

Income Tax Return Filing Documents Checklist: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવુ જોઇએ. કરદાતાને આઇટીઆર ફાઇલ કરતી વખતે ઘણા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. પરંતુ કેટલીક વખત છેલ્લી ઘડીએ એવું પણ જાણવા મળે છે કે તેમાંથી કોઇ ને કોઇ ડોક્યુમેન્ટ તેમની પાસે નથી. જો તમે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલિંગની પ્રક્રિયાની વચ્ચે આવી સમસ્યાઓથી બચવા માંગો છો, તો પછી તમામ જરૂરી ડોક્યુમેન્ટ અગાઉથી તૈયાર રાખવા જોઇએ. જો તમારે આ ડોક્યુમેન્ટ અન્ય કોઇ જગ્યાથી મેળવવાના છે તો તે વહેલાસર લઇ જેવા જોઇએ.

દરેક કરદાતાને તેમની આવક અને નાણાકીય વ્યવહાર અનુસાર અમુક જુદા જુદા ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડે છે, પરંતુ અમુક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ હોય છે, જેના વગર આઈટીઆર ફાઈલ થઇ શકતું નથી. અહીં આઈટીઆર ફાઈલ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની યાદી આપવામાં આવી છે જે તમને તમારા રિટર્ન ફાઇલ કરવાની તૈયારી કરવામાં મદદ કરી શકે છે:

પાન કાર્ડ (PAN Card)

આવકવેરા રિટર્ન ફાઇલ કરતા તમામ લોકોએ રિટર્ન ફાઇલ કરતી વખતે અથવા ઈન્કમ ટેક્સ ઇનવોઇસ ફાઇલ કરતી વખતે પોતાનો પાન કાર્ડ નંબર એટલે કે પરમેનન્ટ એકાઉન્ટ નંબર આપવો જરૂરી છે. આવકવેરા કાયદાની કલમ 139એ (5) હેઠળ આ ફરજિયાત છે.

Pan Card Number | Pan Number misuse | pan number misuse complaint | Permanent Account Number | Pan Card Download Online
પાન કાર્ડ / પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (Express Photo)

આધાર કાર્ડ (Aadhaar Card)

પાન કાર્ડ નંબરની સાથે આધાર કાર્ડ પર જરૂરી છે. સૌથી ખાસ વાત કરદાતાનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે. જો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નથી, તો પહેલા લિંક કરવાની કામગીરી પૂર્ણ કરી લો. આ ઈન્કમ ટેક્સ રિફંડ મેળવવા માટે જરૂરી છે.

ફોર્મ 16 / ફોર્મ 16એ (Form 16 / Form 16A

જો તમે નોકરી કરતા હો, તો તમારી પાસે આઇટીઆર ફાઇલ કરવા માટે તમારા એમ્પ્લોયર એટલે કે કંપની દ્વારા જારી કરાયેલું ફોર્મ 16 પણ હોવું આવશ્યક છે. આ ફોર્મ 16માં તમારા પગાર અને તેના પર કાપવામાં આવેલા ટીડીએસની વિગત છે. જો તમે પગાર ઉપરાંત બેંકના વ્યાજ, પ્રોફેશનલ ફી અથવા અન્ય કોઈ સ્ત્રોત માંથી થતી આવક મેળવતા હોવ તો, તમારી પાસે તેના પર કપાયેલા ટીડીએસનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ, જેને ફોર્મ 16એ કહેવાય છે. આ ફોર્મ 16એ તમને બેંક અથવા પેમેન્ટ કરનાર સંસ્થા દ્વારા ઈશ્યૂ કરવામાં આવે છે.

ફોર્મ 26એએસ (Form 26AS)

આઈટી રિટર્ન ફાઇલ કરતી વખતે તમારી પાસે ફોર્મ 26એએસ વિશે પણ માહિતી હોવી જોઇએ, જેમાં સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન તમારા તમામ મહત્વપૂર્ણ નાણાકીય વ્યવહારોની વિગત હોય છે. તેમાં પ્રોપર્ટીની ખરીદી, ઊંચા મૂલ્યનું રોકાણ અને ટીડીએસ/ટીસીએસ ટ્રાન્ઝેક્શનની વિગતોનો પણ સમાવેશ થાય છે. તમારા રિટર્નમાં ભરવામાં આવેલી માહિતી ફોર્મ 26એએસમાં આપવામાં આવેલી વિગતો સાથે મેળ ખાતી હોવી જોઇએ. જો વિગતમાં વિસંગતતા હોય તો આવકવેરા વિભાગ તમારી પાસેથી સ્પષ્ટતા માગી શકે છે.

ITR Filing Tips | ITR Filing Last Date | Income Tax Return Filing | tax exemption | tax deduction | taxpayers | Income Tax Act
ITR Filing Tips: ઈન્કમ ટેક્સ ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ છે. (Photo – Freepik)

એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટેનો અન્ય એક મહત્વનો દસ્તાવેજ એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (એઆઇએસ) છે, જે તમારા તમામ નાણાકીય વ્યવહારો વિશે આવકવેરા વિભાગ પાસે ઉપલબ્ધ માહિતીના આધારે તૈયાર કરવામાં આવે છે. AISમાં ફોર્મ 26એએસ ઉપરાંત કરદાતાના નાણાકીય વ્યવહારોને લગતી ઘણી વધુ માહિતી પણ આપવામાં આવે છે. જેમાં બચત ખાતા પર વ્યાજ, ડિવિડન્ડની આવક, ભાડાની આવક, વિદેશથી આવેલા નાણાં અને શેરની ખરીદી અને વેચાણ સહિત ઘણા વધુ વ્યવહારોનો સમાવેશ થાય છે.

ટેક્સ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ

આવકવેરા વિભાગ પાસે દરેક કરદાતાને લગતું ટેક્સ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (TIS) પણ છે. તેમાં કરદાતાના આવકવેરા સંબંધિત તમામ માહિતી હોય છે, જેમાં આવકવેરા રિટર્ન, ટેક્સ પેમેન્ટ, રિફંડનો સમાવેશ થાય છે. આઇટીઆર ફાઇલ કરતા પહેલા, ઉપર જણાવેલી તમામ માહિતી, એટલે કે ફોર્મ 16, ફોર્મ 16 એ, ફોર્મ 16 એ, ફોર્મ 26એએસ, એસઆઈએસ અને ટીઆઈએસની તપાસ અને મેચ કરવી મહત્વપૂર્ણ છે. આવું એટલા માટે થાય છે કે આવકવેરા વિભાગ પાસે ઉપલબ્ધ માહિતી અને તમારા રિટર્નમાં આપવામાં આવેલી વિગતો વચ્ચે મેળ ખાતી નથી. જો કોઈ મિસમેચ હોય તો તમે આપેલી માહિતીને સાચી સાબિત કરવા માટે તમારી પાસે જરૂરી પુરાવા હોવા જોઈએ. જો તમે સમયસર તેમની તપાસ કરો અને તેમાં કોઇ ભૂલ જોવા મળે તો તમે ટેક્સ પોર્ટલ પર ફિડબેક આપીને તેમાં સુધારા કરી શકો છો. જો ટીડીએસ/ટીસીએસની વિગતોમાં કોઈ વિસંગતતા હોય તો કપાત કરનાર વ્યક્તિને પૂછીને તેને સુધારી શકો છો.

ડિવિડન્ડ, ભાડું અથવા કેપિટલ ગેન્સની વિગતો

જો તમને ડિવિડન્ડ, ઘરનું ભાડું કે અન્ય કોઈ રીતે પેસિવ ઇનકમ થતી હોય તો તમારે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે તેની વિગતો પણ સાથે રાખવી જોઇએ. ઉદાહરણ તરીકે, જો તમે શેરબજારમાં રોકાણ અને ટ્રેડિંગ કરી છો, તો તમારા ડીમેટ એકાઉન્ટનું સમગ્ર નાણાકીય વર્ષનું સ્ટેટમેન્ટ તૈયાર રાખો. આ તમને તમારા રિટર્નને યોગ્ય રીતે ફાઇલ કરવામાં ઘણી મદદ કરશે અને કોઈપણ મહત્વપૂર્ણ માહિતી ગુમ થવાનું જોખમ ઓછું રહેશે. જો કે તમારે આવા દસ્તાવેજો આવકવેરા વિભાગને આપવાની જરૂર નથી, પરંતુ ભવિષ્યમાં તે સંદર્ભ માટે જરૂરી હોઈ શકે છે, તેથી આ ડોક્યુમેન્ટ સાચવીને રાખો.

tax | income tax | itr filing | income tax return filing | taxpayer
કરદાતાએ દર વર્ષે ઈન્કમ ટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર ફાઇલ કરવું પડે છે. (Photo – Freepik)

હોમ લોન ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ

હોમ લોનના વ્યાજ પર કરમુક્તિનો દાવો કરનારા કરદાતાઓએ હોમ લોન ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ તૈયાર રાખવું જોઈએ, કારણ કે આઇટીઆર ફાઇલ કરતી વખતે અને ભવિષ્યના સંદર્ભો માટે પણ તે જરૂરી હોઈ શકે છે. આ ઉપરાંત વીમા પોલિસી અને અન્ય કર બચત સાધનોને લગતી ચુકવણીની રસીદો અને પુરાવાઓ પણ રાખો.

આ પણ વાંચો | ઓછો ટેક્સ ચૂકવવા કર કપાત અને કર મુક્તિ કલમનો ફાયદો ઉઠાવો, આઈટીઆર ફાઇલ કરતા પહેલા બંનેનો અર્થ અને તફાવત જાણો

આઈટી રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ

આવકવેરા કાયદા મુજબ તમામ કરદાતા માટે આપેલી છેલ્લી તારીખ સુધીમાં આઈટીઆર ફાઇલ કરવું ફરજિયાત છે. જે કરદાતા પોતાના હિસાબોનું ઓડિટ કરાવવાની જરૂર નથી, તેમના માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. કોર્પોરેટ અને કરદાતાઓ કે જેમણે તેમના એકાઉન્ટ્સનું ઓડિટ કરાવવું પડે છે, તેમના માટે અંતિમ તારીખ 31 ઓક્ટોબર છે. કોર્પોરેટ કરદાતાઓ માટે કે જેમણે ટ્રાન્સફર પ્રાઇસિંગ રિપોર્ટ ફાઇલ કરવો પડે છે, તેમના માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. સંશોધિત રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2024 છે અને જેમને 31 જુલાઇ સુધીમાં રિટર્ન ફાઇલ કરવાનું હતું પરંતુ તેમ કરી શક્યા ન હતા, તેમના માટે દંડ સાથે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ