ITR Filing 2025: આઈટીઆર ફાઇલ કરવા ભારતમાં બે વિકલ્પ ઉપલબ્ધ છે. સરકારે કેન્દ્ર બજેટ 2024માં કેપિટલ ગેઇન ટેક્સના નિયમમાં ફેરફાર કર્યા હતા. જેના પગલે આઈટીઆર ફોર્મમાં ફેરફાર જરૂરી થઇ ગયુ હતું. પગારદાર કર્મચારીથી લઇ વેપારીઓ, બિઝનેસમેન અને કંપનીઓએ દર વર્ષે આઈટીઆર ફાઇલ કરવાનું હોય છે. આઈટીઆર ફાઇલ કરવા માટે આવકના પુરાવા સહિત ઘણા દસ્તાવેજોની જરૂરી પડે છે. આવકવેરા દાખલ કરવા માટે આ દસ્તવાજો એક્ઠાં કરવાનું શરૂ કરી દેવું જોઇએ, જેથી છેલ્લી ઘડીએ ભાગદોડથી બચી શકાય.
ITR Fili Last Date : ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ
ટેક્સ એક્સપર્ટ્સનું કહેવું છે કે, આઈટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ સામાન્ય રીતે 31 જુલાઇ હોય છે. પરંતુ કરદાતાને રિટર્ન ફાઇલ કરવા માટે છેલ્લી તારીખ સુધી રાહ જોવી જોઇએ નહીં. કરદાતાએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવી જોઇએ. સૌથી પહેલા કરદાતાએ આઈટીઆર ફાઇલ કરવા માટે જુની કે નવી બંને માંથી કોઇએ એક ટેક્સ રિઝિમ પસંદ કરવી જોઇએ. બીજું આઈટીઆર ફાઇલ કરવા કયા આઈટીઆર ફોર્મનો ઉપયોગ કરવાનો છે, તે નક્કી કરો. જો તેમા સમજણ ન પડે તો ટેક્સ એક્સપર્ટ્સની મદદ લેવી. હકીકતમાં આવકના સ્ત્રોત મુજબ અલગ અલગ આઈટીઆર ફોર્મનો ઉપોયગ થાય છે.
ઈન્કમ ટેક્સ રિઝિમ અને ફોર્મ પસંદ કર્યા બાદ તમારે ડોક્યુમેન્ટ એક્ત્ર કરી લેવા જોઇએ. આ દસ્તાવેજોની જરૂર પડશે
- બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
- બેંક ટીડીએસ સર્ટિફિકેટ
- આધાર કાર્ડ
- પાન કાર્ડ (આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઇએ)
- ફોર્મ 26એસ
- એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS)
- ફોર્મ 16 (કંપની કે નોકરીદાતા તરફથી અપાય છે)
- પાછલા વર્ષમાં ફાઇલ કરેલા ઈન્કમ ટેક્સ રિટર્ન
- પગાર સ્લિપ
- રેન્ટ એગ્રિમેન્ટ (હોમ રેન્ટ એલાઉન્ટ ક્લેમ કરવા માટે)
- ફોરેન બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ (વિદેશ માંથી આવક થતી હોય તો)
- વિદેશમાં કરેલા રોકાણનું ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ
- ટેક્સ ડિડક્શન માટે પ્રુફ
- કર બચત યોજનામાં રોકાણના પુરાવા
ટેક્સ એક્સપર્ટ્સનું કહેવું છે કે, ચાલ વર્ષે યુનિયન બજેટમાં સરકારે વાર્ષિક 12 લા રૂપિયા સુધીની આવક કર મુક્ત કરવાની ઘોષણા કરી છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે, આ નિયમ ચાલુ નાણાકીય વર્ષથી લાગુ થવાનું છે. આથી તેનો ફાયદા આગામી નાણાકીય વર્ષમાં રિટર્ન ફાઇલ કરવા પર મળશે. 31 જુલાઇ પહેલા જે આઈટીઆર ફાઇલ કરવાનું છે તે વિતેલ નાણાકીય વર્ષ 2024-25 માટે છે. આથી જો આઈટીઆર ફાઇલ કરવા માટે જૂની ટેક્સ રિઝિમ પસંદ કરી છે તમારે ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટના પુરાવા રજૂ કરવા પડશે.
આ પણ વાંચો | ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા Form 16 કેમ જરૂરી છે? આ ડોક્યુમેન્ટ ક્યાંથી મળે છે
ફોર્મ 26AS અને AIS પણ જરૂરી
ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પહેલા ફોર્મ 26AS અને AIS ડાઉનલોડ કરવું જરૂરી છે. આ બંને ડોક્યુમેન્ટ ઈન્કમ ટેક્સની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. ફોર્મ 26AS માં તમારી આવક, ટીડીએસ અને ટીસીએસની જાણકારી હશે, તો AIS માં તમારા પ્રત્યેક નાણાંકીય લેવડદેવડની માહિતી હશે. તેનાથી આવકવેરા દાખલ કરતી વખતે તમારી પ્રત્યેક આવક વિશે જાણકારી મેળવવી સરળ થઇ જશે. જેમ કે, ડિવિડન્ડની આવક, બેંક ડિપોઝિટના વ્યાજની આવક વગેરે જેવા સ્ત્રોતમાંથી થતી આવકનો પણ આઈટીઆરમાં ઉલ્લેખ કરવો જરૂરી છે.





