ITR Refund: ઈન્કમ ટેક્સ રિફંડમાં વિલંબના કારણ, આ 3 રીતે તમારું TDS Refund સ્ટેટ્સ ચેક કરો

ITR TDS Refund Status Check Online: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ બાદ ટીડીએસ રિફંડ મળવાની કરદાતાઓ રાહ જોતા હોય છે. જો કે ઘણી વખત ટેક્સ રિફંડમાં વિલંબ થાય છે. આવી સ્થિતિમાં કરદાતાએ ચિંતા કર્યા વગર વિલંબનું કારણ જાણી યોગ્ય પગલાં લેવા જોઇએ.

Written by Ajay Saroya
June 17, 2025 12:04 IST
ITR Refund: ઈન્કમ ટેક્સ રિફંડમાં વિલંબના કારણ, આ 3 રીતે તમારું TDS Refund સ્ટેટ્સ ચેક કરો
ITR TDS Refund Status: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ ખર્યા બાદ રિફંડ અમુક કારણોસર અટકી શકે છે. (Photo: Freepik)

How To Check TDS Refund Status Online: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થયા બાદ ટીડીએસ રિફંડ મળવાની કરદાતાઓ આતુરતાથી રાહ જુએ છે. સમયસર અને સંપૂર્ણ ટીડીએસ રિફંડ મેળવવા માટે યોગ્ય રીતે આવકવેરા દાખલ કરવો જરૂરી છે. જો આઈટીઆરમાં કોઇ વિસંગતતા કે ભૂલ હશે તો ટેક્સ રિફંડ મેળવવામાં વિલંબ થઇ શકે છે. ટીડીએસ રિફંડમાં વિલંબ માટે ઘણા કારણો જવાબદાર હોય છે. જો તમારી સાથે આવું થાય તો ગભરાશો નહીં. અહીં ટીડીએસ રિફંડ ન મળવાના કારણ અને આવી સ્થિતિમાં શું કરવું તેના વિશે જાણકારી આપી છે.

ઈન્કમ ટેક્સ રિફંડ માં વિલંબ કેમ થાય છે?

ઈન્કમ ટેક્સ રિફંડમાં વિલંબ થવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેમા કરદાતા દ્વારા ઈન્કમ ટેક્સ રિટર્નમાં દાખલ કરેલી નાણાકીય વિગતોમાં વિસંગતતા હોઇ શકે છે. કરદાતાની આવક, ખર્ચ અને બેંક બેલેન્સની વિગતમાં વિસંગતતા હોય તો પણ રિફંડ અટકી શકે છે. આવી સ્થિતિમાં કરદાતાને આવકવેરા વિભાગ તરફથી રિફંડ વિલંબ સંબંધિત ઇમેઇલ પણ મળી શકે છે. જેમાં ITR આકારણી અથવા પુનઃમૂલ્યાંકન પ્રક્રિયામાં હોવાનું જણાવાય છે. આવા કિસ્સામાં ટેક્સ રિફંડ રોકવાનો કે રિલીઝ કરવાનો નિર્ણય કલમ 245(2) હેઠળ ન્યાયક્ષેત્ર મૂલ્યાંકન અધિકારી (JAO) ના અભિપ્રાય પર આધારિત હોય છે. કલમ 245 આવકવેરા વિભાગને ચાલુ વર્ષના રિફંડને પાછલા કોઈપણ વર્ષની ટેક્સ માંગ સાથે સમાયોજિત કરવાની સત્તા આપે છે. આ માટે કોઈ સમય મર્યાદા નથી.

ITR ફાઇલ કર્યા પછી, તેની પ્રક્રિયા સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર (CPC) બેંગ્લોર દ્વારા કરવામાં આવે છે. જો CPC ને લાગે છે કે રિફંડ રિલીઝ થાય તે પહેલાં કેટલાક કિસ્સાઓમાં ટેક્સ ડિમાન્ડ ઊભી થઈ શકે છે, તો તે કેસને વધુ તપાસ માટે આકારણી અધિકારીને મોકલે છે. આ પ્રક્રિયા હેઠળ, JAO એ 50 દિવસની અંદર અંતિમ નિર્ણય લેવાનો રહેશે કે રિફંડ રિલીઝ કરવું જોઈએ કે બંધ કરવું જોઈએ. આ સમય દરમિયાન, કરદાતાઓને જવાબ આપવાની તક પણ આપવામાં આવે છે.

ટેક્સ ડિમાન્ડ નોટિસ ત્યારે આવે છે જ્યારે જૂના વર્ષની ટેક્સ ડિમાન્ડ પેન્ડિંગ હોય અને ડિપાર્ટમેન્ટ તેને વર્તમાન રિફંડ સાથે એડજસ્ટ કરવા માંગે છે. કરદાતાઓને સામાન્ય રીતે જવાબ આપવા માટે 21 દિવસનો સમય આપવામાં આવે છે. જો તમે જવાબ ન આપો અથવા જૂની ડિમાન્ડ સ્વીકારી લો, તો તેના આધારે JAO અને CPC રિફંડ એડજસ્ટ કરવાનો નિર્ણય લઈ શકે છે.

Income Tax Refund Status Check : ઈન્કમ ટેક્સ રિફંડ સ્ટેટ્સ ચેક કરવાની રીત

ઈન્કમ ટેક્સ રિફંડ સ્ટેટ્સ 3 રીતે ચેક કરી શકાય છે.

Income Tax Portal : ઈન્કમ ટેક્સ પોર્ટલ

  • સૌથી પહેલા ઈન્કમ ટેક્સની સત્તાવાર વેબસાઇટ www.incometax.gov.in પર લોગીન કરો.
  • ત્યાર પછી ‘e-File’ > ‘Income Tax Returns’ > ‘View Filed Returns’ પર જાઓ
  • હવે પોતાના ITR સામે ‘View Details’ પર ક્લિક કરો

NSDL Website : એનએસડીએલ વેબસાઇટ

કરદાતા ઈન્કમ ટેક્સ પોર્ટલ પર લોગીન કર્યા વગર જ આઈટીઆર રિફંડ સ્ટેટસ ચેક કરી શકે છે.

  • કોમ્પ્યુટર કે મોબાઇલમાં NSDLના રિફંડ સ્ટેટ્સ પેજ ઓપન કરો
  • તેમા તમારા PAN અને આકારણી વર્ષની વિગત દાખલ કરો
  • કેપ્ચા દાખલ કરો અને ‘Proceed’ પર ક્લિક કરો
  • અહીં કરદાતાના ઈન્કમ ટેક્સ રિફંડ સ્ટેટ્સની વિગત દેખાશે

આ પણ વાંચો | ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આ 8 ભૂલ કરવાનું ટાળો, નહીંત્તર થશે નુકસાન

TRACES

  • કરદાતા TRACES પોર્ટલ દ્વારા ફોર્મ 26ASમાં રિફંડ સ્ટેટ્સ ચેક કરી શકે છે
  • સૌથી પહેલા TRACES પોર્ટલની વેબસાઇટ ઓપન કરો
  • તેમા ‘View Tax Credit (Form 26AS)’ સિલેક્ટ કરો
  • અહીં કરદાતાના પાન કાર્ડ નંબર અને કર આકારણી વર્ષની વિગત દાખલ કરો
  • અહીં કરદાતાના ટેક્સ રિફંડના સ્ટેટ્સની વિગત જોવા મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ