ITR Filing 2025 Old VS New Tax Regime: આવકવેરા રિટર્ન, AY 2025-26 માટે ITR: ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ભારતમાં હાલ બે આવકવેરા પ્રણાલી છે. ઘણા કરદાતા હજુ પણ મૂંઝવણમાં છે કે તેમણે રિટર્ન ફાઇલ કરવા માટે જૂની કર વ્યવસ્થામાં રહેવું જોઈએ કે નવી કર વ્યવસ્થા પસંદ કરવી જોઈએ. નવી કર વ્યવસ્થા વિશે વાત કરીએ તો, તે જૂની કર વ્યવસ્થાની જેમ કર બચત મુક્તિ (કલમ 80C, 80D, 80G)નો લાભ મળતો નથી. હવે પ્રશ્ન એ છે કે ક્યું ટેક્સ રિઝિમ તમારા માટે ફાયદાકારક રહેશે.
ITR Filing 2025 : આઈટીઆર ફાઇલ કરવા માટે 2 વિકલ્પ
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે બે વિકલ્પ ઉપલબ્ધ છે. જૂની કર વ્યવસ્થા તમને વિવિધ છૂટ અને કપાતનો લાભ લેવાની મંજૂરી આપે છે. જેમ કે કર બચત યોજનાઓમાં રોકાણ પર કર લાભ, વીમા પ્રીમિયમ, ગૃહ લોનનું વ્યાજ, ઘર ભાડું ભથ્થું (HRA) અથવા મુસાફરી ભથ્થું. આ તમારી કરપાત્ર આવક ઘટાડે છે.
નવી કર પ્રણાલી, જે સેક્શન કલમ 115BAC હેઠળ શરૂ કરવામાં આવી છે, તેમા મોટાભાગની કર મુક્તિ અને કર કપાત મળતી નથી.
New Tax Regime : આવક અને કર સ્લેબ
- વાર્ષિક આવક 4 લાખ સુધી : કોઇ ટેક્સ નહીં
- 4,00,001 થી 8,00,000 રૂપિયા સુધી : 5 ટકા ટેક્સ
- 8,00,001 થી 12,00,000 રૂપિયા સુધી : 10 ટકા ટેક્સ
- 12,00,001 થી 16,00,000 રૂપિયા સુધી : 15 ટકા ટેક્સ
- 16,00,001 થી 20,00,000 રૂપિયા સુધી : 20 ટકા ટેક્સ
- 20,00,001 થી 24,00,000 રૂપિયા સુધી : 25 ટકા ટેક્સ
- 24,00,000 રૂપિયાથી વધુ : 30 ટકા ટેક્સ
Tax Free Income Limit In New Tax Regime : 12 લાખ સુધી વાર્ષિક આવક કરમુક્ત
નવી કર વ્યવસ્થામાં 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ કર નહીં લાગે. કલમ 87A હેઠળ, 12 લાખ રૂપિયાની મર્યાદા સુધી કર છૂટ ઉપલબ્ધ રહેશે. તેમા નોકરી કરતા લોકોને 75 હજાર રૂપિયા સુધીના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ પણ મળશે. આ રીતે, પગારદાર વર્ગને હવે 12.75 લાખ રૂપિયા સુધીના વાર્ષિક પગાર પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આનાથી વધુ વાર્ષિક આવક પર, નવા ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ચૂકવવો પડશે.
Old Tax Regime : આવક અને કર સ્લેબ
- 0 થી 2.5 લાખ રૂપિયા સુધી : NIL
- 2.5 લાખ થી 5 લાખ રૂપિયા સુધી: 5 ટકા ટેક્સ
- 5 લાખ થી 10 લાખ રૂપિયા સુધી : 20 ટકા ટેક્સ
- 10 લાખ થી 50 લાખ રૂપિયા સુધી : 30 ટકા ટેક્સ
જુની ટેક્સ રિઝિમમાં કર કપાત અને કર લાભ
- કલમ 80C: LIC, PPF, EPF, ELSS જેવી બચત યોજનાઓમાં રોકાણ પર કર કપાત.
- કલમ 80D: આરોગ્ય વીમા પર કર કપાત.
- કલમ 80DD: શારીરિક રીતે વિકલાંગ પરિવારના સભ્ય માટે કર મુક્તિ.
- કલમ 80G: સખાવતી દાન પર કર મુક્તિ.
- કલમ 10(13એ): જો તમે ભાડાના ઘરમાં રહો છો અને તમારા પગાર માળખામાં HRAનો સમાવેશ થાય છે, તો કર મુક્તિ ઉપલબ્ધ છે.
- LTA: ભારતમાં પોતાના અને પરિવાર માટે મુસાફરી ખર્ચ પર કર મુક્તિ.
- કલમ 80E: શિક્ષણ લોન પર ચૂકવવામાં આવતી વ્યાજની સંપૂર્ણ રકમ કર મુક્તિને પાત્ર છે. મહત્તમ 8 વર્ષ સુધી.
આ પણ વાંચો | ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ બાદ આ કામ કરવું જરૂરી, નહીત્તર રિફંડમાં વિલંબ કે ITR પણ અમાન્ય થઇ શકે છે
નવી કર પ્રણાલીમાં આ કર મુક્તિ અને કર કપાત
- કલમ 80CCD(2): પેન્શન યોજના (NPS)માં યોગદાન પર કર કપાત.
- કલમ 80CCH: પેન્શન ફંડમાં યોગદાન પર કર કપાત.
- કલમ 80JJAA: નવા કર્મચારીઓની ભરતી સંબંધિત કર મુક્તિ.
- કલમ 80CCH: અગ્નિવીર કોર્પસ ફંડમાં જમા કરાયેલી રકમ પર સંપૂર્ણ કર મુક્તિ ઉપલબ્ધ છે.





