ITR Filing 2025: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ બાદ આ કામ કરવું જરૂરી, નહીત્તર રિફંડમાં વિલંબ કે ITR પણ અમાન્ય થઇ શકે છે

ITR Filing Verification Online: આવકવેરા ભરનાર કરદાતા માટે માત્ર ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ભરવું પૂરતું નથી. સમયસર આઇટીઆર વેરિફિકેસન કરવું પણ મહત્વપૂર્ણ છે.

Written by Ajay Saroya
May 16, 2025 10:05 IST
ITR Filing 2025: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ બાદ આ કામ કરવું જરૂરી, નહીત્તર રિફંડમાં વિલંબ કે ITR પણ અમાન્ય થઇ શકે છે
ITR Verification Online: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા બાદ 30 દિવસની અંદર આઈટીઆર વેરિફાય કરવું જરૂરી છે. (Photo: Freepik)

ITR Verification Alert : કરદાતા માટે માત્ર ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પૂરતું નથી. આઇટીઆર ફાઇલ કર્યા બાદ તેનું સમયસર વેરિફિકેશન કરવું પણ ખૂબ જ જરૂરી છે. પરંતુ દેશમાં ઘણા એવા કરદાતાઓ છે જેઓ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા બાદ વેરિફાય કરતા નથી. આવકવેરાના નિયમો હેઠળ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા બાદ જો કોઇ વ્યક્તિ નિયત સમય મર્યાદામાં તેનું વેરિફિકેશન નહીં કરે તો આઇટીઆર ફાઇલ કરવાનો કોઇ અર્થ રહેશે નહીં. જેથી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા બાદ નિર્ધારિત સમયમર્યાદામાં આઈટીઆર ફાઇલ કરવું જરૂરી છે.

ITR Verification : આઇટીઆર વેરિફિકેશન શા માટે મહત્ત્વનું છે?

ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કર્યા બાદ તેની ચકાસણી કરવી ફરજિયાત છે. જો તમે ITR વેરિફિકેશન નથી કરતા તો તમારું ITR અમાન્ય ગણાશે. આનો અર્થ એ છે કે તમને કોઈ ટેક્સ રિફંડ મળશે નહીં અને તમારે ફરીથી તમારા રિટર્ન ફાઇલ કરવા પડી શકે છે, જેના કારણે ટેક્સ રિફંડમાં વિલંબ થઈ શકે છે. તેથી, આઈટીઆર વેરિફિકેશન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે સમયસર તમારા ઈન્કમ ટેક્સ રિટર્ન વેરિફાય કર્યું છે.

ITR Verification Deadline : આઇટીઆર વેરિફિકેશન માટે સમયમર્યાદા

આવકવેરાના નિયમો મુજબ આઇટીઆર વેરિફિકેશન માટે 30 દિવસનો સમય આપવામાં આવે છે. જો તમે 1 જૂન 2025 ના રોજ તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું છે, તો 30 જૂન 2025 સુધીમાં વેરિફાય કરવું જરૂર છે. જો 30 દિવસની અંદર આઈટીઆર વેરિફિકેશન નહીં થાય તો તેને અમાન્ય ગણવામાં આવશે અને તમારે ફરીથી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું રહેશે.

આ પણ વાંચો | શેર, MF અને રિયલ એસ્ટેટના નફા પર કેટલો કેપિટલ ગેઇન ટેક્સ કપાશે? દરેક માટે જાણવું જરૂરી

આઈટીઆઈર વેરિફિકેશન 6 રીતે ઓનલાઇન કરી શકાય છે

  • આધાર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP વડે
  • તમારા પ્રી વેલિડેટેડ બેંક એકાઉન્ટ સાથે જનરેટેડ EVC મારફતે
  • તમારા પ્રી વેલિડેટેડ ડીમેટ એકાઉન્ટ સાથે જનરેટેડ EVC દ્વારા
  • એટીએમ (ઓફલાઇન મેથડ) માં EVC વડે
  • નેટબેન્કિંગ મારફતે
  • DSC એટલે કે ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ દ્વારા

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ