Income Tax Return tips : ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા આ 6 ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, નહીંત્તર છેલ્લી ઘડીએ દોડાદોડી થશે

Income Tax Return documents : ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે ઘણા બધા ડોક્યુમેન્ટની જરૂર પડે છે જે તમારી વાર્ષિક આવક-કમાણી, કરમુક્તિ અને કરકપાત સંબંધિત માહિતી પ્રદાન કરે છે.

Written by Ajay Saroya
June 14, 2023 17:59 IST
Income Tax Return tips : ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા આ 6 ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, નહીંત્તર છેલ્લી ઘડીએ દોડાદોડી થશે
લોન લેવા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. (પ્રતિકાત્મક ફોટો)

Income Tax Return filing documents : ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવું એ માત્ર તમારા બાકી કર ચૂકવવાની છેલ્લી તક નથી પણ તમને પાછલા વર્ષથી તમારી નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવાની અને આગામી વર્ષ માટે ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરવાની પણ તક આપે છે. ITR ફાઇલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે આવકવેરા વિભાગ ફોર્મ 26AS, એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) પ્રદાન કરે છે. જો કે, ટેક્સ રિટર્ન તૈયાર કરતી વખતે એવા ઘણા એવા ડોક્યુમેન્ટ છે જેને સાચવાની રાખવાની જરૂર હોય છે.

ફોર્મ 16

તમારા ઇન્કમ ટેક્સ રિટર્નમાં પગાર સંબંધિત જાણકારી આપવા માટે Form-16 જરૂરી છે. તે તમારા પગાર, કરમુક્તિ અને કરકપાતનું વ્યાપક વિશ્લેષણ પ્રદાન કરે છે.

હાઉસ લોન સ્ટેટમેન્ટ

હોમ લોન માટે કલમ 24 હેઠળ વ્યાજ અને કલમ 80C હેઠળ પ્રિન્સિપલ કમ્પોનન્ટ માટે કપાત ઉપલબ્ધ છે. ધિરાણકર્તાઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલી હોમ લોનની વિગતો નાણાકીય વર્ષ દરમિયાન ચૂકવવામાં આવેલ વ્યાજ અને રકમની સ્પષ્ટ માહિતી આપે છે, જેથી તમે યોગ્ય કપાતનો દાવો કરી શકો.

બેંક સ્ટેટમેન્ટ

બેંક સ્ટેટમેન્ટ સમગ્ર વર્ષ દરમિયાનના તમામ નાણાકીય વ્યવહારોની વિગતવાર ઝાંખી આપે છે અને તમારા ITR ફાઇલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેટલાક કિસ્સાઓમાં જાણકારી ન આપવી કે ટીડીએસ ડિડક્શન ન કરવાના કારણે ઇન્કમ Form 26AS અથવા AISમાં પ્રતિબિંબિત થઈ શકતુ નહીં. જો કે, આવી આવક તમારા બેંક સ્ટેટમેન્ટ પરથી સરળતાથી ઓળખી શકાય છે.

ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ

ફિક્સ્ડ ડિપોઝિટ એ ભારતમાં રોકાણનો લોકપ્રિય વિકલ્પ છે, જ્યારે FD ડિપોઝિટની રકમ પાકતી મુદત પછી જ પ્રાપ્ત થાય છે. તમને આના પર વાર્ષિક વ્યાજ મળે છે. ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ વર્ષ દરમિયાન કમાયેલા વ્યાજની રકમ નક્કી કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ Credit score : ક્રેડિટ સ્કોર બગાડતી 5 ભૂલો, લોન લેવામાં મુશ્કેલી ઉભી કરશે

સિક્યોરિટીઝ સ્ટેટમેન્ટ

સિક્યોરિટીઝ સ્ટેટમેન્ટ અથવા હોલ્ડિંગ સ્ટેટમેન્ટ નાણાકીય વર્ષ દરમિયાન ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ અને ડિબેન્ચર્સ જેવી સિક્યોરિટીઝને લગતા તમામ વ્યવહારોની વ્યાપક માહિતી રેકોર્ડ પ્રદાન કરે છે.

Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ