Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
વેપાર નેશનલ ન્યૂઝ

Janmashtami Holiday | જન્માષ્ટમી રજા : શું શેર માર્કેટ ખુલ્લું રહેશે કે બંધ, ચેક કરી લો રજા લિસ્ટ

janmashtami share market : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે શેરબજાર ખુલ્લા રહેશે. BSEની હોલિડે લિસ્ટ 2024 મુજબ હવે શેરબજારમાં 2જી ઓક્ટોબરે રજા છે. આ દિવસે ગાંધી જયંતિ નિમિત્તે શેરબજાર બંધ રહેશે.

Written byKiran Mehta

janmashtami share market : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે શેરબજાર ખુલ્લા રહેશે. BSEની હોલિડે લિસ્ટ 2024 મુજબ હવે શેરબજારમાં 2જી ઓક્ટોબરે રજા છે. આ દિવસે ગાંધી જયંતિ નિમિત્તે શેરબજાર બંધ રહેશે.

author-image
Kiran Mehta
23 Aug 2024 13:30 IST
પર અપડેટ કર્યું 23 Aug 2024 13:30 IST

Follow Us

New Update
janmashtami share market

જન્માષ્ટમી શેર માર્કેટ

Janmashtami Holiday | જન્માષ્ટમી રજા : જન્માષ્ટમી નો તહેવાર દેશભરમાં ધૂમધામથી મનાવવામાં આવે છે. આ દિવસે દેશના અનેક રાજ્યોમાં સ્કૂલો, કોલેજો, બેન્કોમાં પણ રજા જાહેર કરવામાં આવે છે, તો શું તમને ખબર છે કે, શેર માર્કેટમાં જન્માષ્ટમીના દિવસે ટ્રેડિંગ થશે કે રજા રહેશે.

Advertisment

તમને જણાવી દઈએ કે, આગામી અઠવાડીયું એટલે કે, 26 ઓગસ્ટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના શુભ અવસરે શરૂ થઈ રહ્યું છે. સોમવાર 26 ઓગસ્ટના રોજ આવતા આ તહેવારના દિવસે શાળા, કોલેજો, સરકારી ઓફિસો બંધ રહેશે, કેટલાક શહેરો, રાજ્યોમાં બેંકોમાં પણ રજા રહેશે, પરંતુ શેર માર્કેટ ખુલ્લુ રહેશે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર શેરબજાર ખુલ્લું રહેશે

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે શેરબજાર ખુલ્લા રહેશે. BSEની હોલિડે લિસ્ટ 2024 મુજબ હવે શેરબજારમાં 2જી ઓક્ટોબરે રજા છે. આ દિવસે ગાંધી જયંતિ નિમિત્તે શેરબજાર બંધ રહેશે.

આગામી આ તારીખોમાં શેર બજાર બંધ રહેશે

જો આપણે શેર બજારમાં રજાઓના આગામી લીસ્ટની વાત કરીએ તો, 2 ઓક્ટોબર - ગાંધી જયંતિએ રજા રહેશે, તો 1 નવેમ્બર - દિવાળીએ પણ રજા રહેશે, આ સિવાય 15 નવેમ્બર - ગુરુ નાનક જયંતિએ અને ડિસેમ્બર 25 - ક્રિસમસ ની શેર માર્કેટમાં રજા જાહેર કરવામાં આવેલી છે, એટલે કે જન્માષ્ટમીએ શેર માર્કેટ ઓપન રહેશે અને ટ્રેડિંગ પણ થશે.

Advertisment

બેન્કોમાં ક્યારે રજા રહેશે

જો બેન્કની રજાઓના લીસ્ટની વાત કરીએ તો, RBI બેંક હોલિડેઝ 2024 ની યાદી તપાસવી પડશે, આ યાદી અનુસાર જન્માષ્ટમીએ દેશની મોટાભાગની બેંકો બંધ રહેશે. તેના એક દિવસ પહેલા એટલે કે રવિવારે પણ સાપ્તાહિક રજાના કારણે બેંકો બંધ રહેશે, પરંતુ શનિવારે બેંકો ખુલ્લી રહેશે. કારણ કે, આવનાર શનિવાર મહિનાનો પાંચમો શનિવાર છે. બેંકો માત્ર બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, જન્માષ્ટમીના અવસર પર અમદાવાદ સહિત ગુજરાતના તમામ શહેરમાં, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દેહરાદૂન, ગંગટોકમાં સોમવારે 26 ઓગસ્ટે બેંકો બંધ રહેશે. તો હૈદરાબાદ, જયપુર, જમ્મુ અને કાનપુરમાં પણ આ દિવસે બેંકોમાં રજા છે. કોલકાતા, લખનૌ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં 26 ઓગસ્ટે બેંકોમાં કોઈ કામકાજ નહીં થાય.

સપ્ટેમ્બરમાં બેંક રજાઓનું લીસ્ટ

સપ્ટેમ્બરમાં, વિવિધ રાજ્યો અને સ્થાનિક તહેવારોમાં ગેઝેટેડ રજાઓના કારણે બેંકો બંધ રહેશે. શ્રીમંત શંકરદેવની પુણ્યતિથિ નિમિત્તે 4 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં બેંકો બંધ રહેશે. તો, 7 સપ્ટેમ્બરના રોજ, ગણેશ ચતુર્થી/સંવત્સરી (ચતુર્થી પક્ષ)/વારસિદ્ધિ વિનાયક વ્રત/વિનાયક ચતુર્થી નિમિત્તે મોટાભાગના સ્થળોએ બેંક રજા છે. 14મી સપ્ટેમ્બરે કર્મ પૂજા/પ્રથમ ઓણમ અને 16મીએ મિલાદ-ઉન-નબી અથવા ઈદ-એ-મિલાદ (પ્રોફેટ મોહમ્મદનો જન્મદિવસ) (બારા વફાત) પર પણ બેંકો ખુલશે નહીં. 17મીએ ઈન્દ્રજાત્રા/ઈદ-એ-મિલાદ (મિલાદ-ઉન-નબી)ના દિવસે પણ કેટલીક જગ્યાએ બેંકો બંધ રહેશે. 18, 20, 21 અને 23 તારીખે અલગ-અલગ જગ્યાએ બેંકો બંધ રહેશે.

જન્માષ્ટમી ગુજરાતી ન્યૂઝ બિઝનેસ દેશ શેર બજાર
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!