Bank Holidays In January 2025: વર્ષ 2025 શરૂ થવા સાથે ઘણા નવા નિયમ લાગુ થશે અથવા ફેરફાર થવાના છે. જો તમે આવતા વર્ષના પહેલા મહિનામાં બેંક સંબંધિત મહત્વપૂર્ણ કામ મુલતવી રાખ્ય છે, તો જાન્યુઆરી 2025માં આવતી બેંક રજાઓ વિશે જાણકારી હોવી જરૂરૂ છે. નવા વર્ષના પ્રથમ મહિનામાં ગુરુ ગોવિંદ સિંહ જયંતિ, વિવેકાનંદ જયંતિ, મકરસંક્રાંતિ, લોહરી, પોંગલ, પ્રજાસત્તાક દિવસ જેવા ઘણા મોટા તહેવારો જાન્યુઆરી 2025 માં આવી રહ્યા છે. આવા ખાસ અવસર પર દેશભરની સરકારી અને ખાનગી બેંકો બંધ રહેશે. જો કે, વિવિધ રાજ્યોમાં આ બેંક રજાઓ અલગ અલગ હોઈ શકે છે.
તમને જણાવી દઇયે કે, જાન્યુઆરી 2025ના 31 દિવસ માંથી 15 દિવસ બેંકમાં રજા રહેવાની છે. તેમા તમામ રવિવાર, બીજો અને ચોથો શનિવાર ઉપરાંત ઉત્તરાયણ, પ્રજાસત્તાક દિવસ જેવા તહેવારો સામેલ છે. અહીં જાન્યુઆરી 2025માં કઇ તારીખે ક્યા નિમિત્તે બેંક બંધ રહેશે તેની સંપૂર્ણ યાદી આપવામાં આવી છે.
January 2025 Bank Holidays Dates: જાન્યુઆરી 2025માં બેંક બંધ રહેવાની તારીખ અને તહેવાર
1 જાન્યુઆરી 2025, બુધવાર – નવા વર્ષની ઉજવણી (ઘણા રાજ્યોમાં)2 જાન્યુઆરી 2025, ગુરુવાર – નવા વર્ષની રજા (મિઝોરમ)5 જાન્યુઆરી 2025, રવિવાર – દેશભરની તમામ બેંકો બંધ રહેશે.6 જાન્યુઆરી 2025, સોમવાર – ગુરુ ગોવિંદ સિંહ જયંતિ (હરિયાણા અને પંજાબ)11 જાન્યુઆરી 2025, બીજો શનિવાર – દેશભરની તમામ બેંકોમાં રજા રહેશે12 જાન્યુઆરી 2025, રવિવાર – સાપ્તાહિક રજા, તમામ બેંકો બંધ રહેશે13 જાન્યુઆરી 2025, સોમવાર – લોહરી (ઘણા રાજ્યો)14 જાન્યુઆરી, 2025, મંગળવાર – મકર સંક્રાંતિ તહેવાર નિમિત્ત દેશભરની બેંક બંધ રહેશે.15 જાન્યુઆરી, 2025, બુધવાર – આસામમાં માઘ બિહુ અને તમિલનાડુમાં તિરુવલ્લુવર દિવસને કારણે, રાજ્યભરની તમામ બેંકો બંધ રહેશે .16 જાન્યુઆરી 2025, ગુરુવાર – અરુણાચલ પ્રદેશમાં કનુમા પાંડુગુ નિમિત્તે બેંકમાં કામગીરી બંધ રહેશે.19 જાન્યુઆરી 2025, રવિવાર – સાપ્તાહિક રજા, દેશભરની તમામ બેંકો બંધ રહેશે.23 જાન્યુઆરી 2025, ગુરુવાર – નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિ (ઘણા રાજ્યોમાં)25 જાન્યુઆરી 2025, ચોથો શનિવાર – સાપ્તાહિક રજા.26 જાન્યુઆરી 2025, રવિવાર – પ્રજાસત્તાક દિવસ (રાષ્ટ્રીય રજા)30 જાન્યુઆરી 2025, ગુરુવાર – સિક્કિમમાં સોનમ લોસર નિમિત્તે બેંકો બંધ રહેશે.
જાન્યુઆરી 2025ની યાદીમાં દર્શાવેલ તારીખો પર બેંકો બંધ રહેશે. અમુક રાજ્યોમાં કેટલીક રજાઓ સ્થાનિક પ્રસંગોના આધારે અલગ અલગ હોય છે. સાપ્તાહિક રજાઓ અને રાષ્ટ્રીય મહત્વના પ્રસંગોએ દેશભરની તમામ ખાનગી અને સરકારી બેંકોમાં કામકાજ બંધ રહેશે.
ઘરે બેઠાં ઓનલાઇન બેંક કામકાજ પતાવો
બેંકમાં રજા હોવા છતાં બેંક મોબાઇલ એપ્લિકેશન, બેંક વેબસાઇટ કે ઓનલાઇન પેમેન્ટ મારફતે તમે તમે ઘરે બેઠાં તમામ બેંક કામકાજ સરળતાથી પતાવી શકો છો.





