Jio AirFiber Plan: જિયો એરફાઈબર પ્લાન! માત્ર રૂ. 101માં 100GB ડેટા, નવો સસ્તો AirFiber બૂસ્ટર પ્લાન લૉન્ચ

Jio Airfiber Booster Plans: રિલાયન્સ જિયોએ તેનો નવો સસ્તો એરફાઈબર પ્લાન કર્યો છે, 5G વાયરલેસ કનેક્ટિવિટી ઉપરાંત, ગ્રાહકોને Jio AirFiber પ્લાનમાં ઘણા OTT પ્લેટફોર્મની મફત ઍક્સેસ પણ મળે છે

Written by Kiran Mehta
Updated : February 05, 2024 17:56 IST
Jio AirFiber Plan: જિયો એરફાઈબર પ્લાન! માત્ર રૂ. 101માં 100GB ડેટા, નવો સસ્તો AirFiber બૂસ્ટર પ્લાન લૉન્ચ
જિયો ફાઈબર નવો અને સસ્તો પ્લાન (ફાઈલ ફોટો)

જિયો ફાઈબર – નવો અને સસ્તો પ્લાન (Jio AirFiber plans in 2024) : રિલાયન્સ જિયોએ તાજેતરમાં બે નવા AirFiber પ્લાન લૉન્ચ કર્યા છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીએ AirFiber ગ્રાહકો માટે બે નવા બૂસ્ટર પ્લાન રજૂ કર્યા છે. તમને જણાવી દઈએ કે, Jio AirFiber કંપનીની 5G વાયરલેસ ઇન્ટરનેટ સેવા છે. મુકેશ અંબાણીની માલિકીની Reliance Jio નું કહેવું છે કે, આ બંને બૂસ્ટર પ્લાનનો ઉપયોગ કરીને કોઈપણ વર્તમાન રિચાર્જ પ્લાન સાથે માસિક ડેટા મર્યાદા વધારી શકાય છે.

તમને જણાવી દઈએ કે, જિયો AirFiber ને ગ્રાહકો માટે સૌપ્રથમ સપ્ટેમ્બર 2023 માં ગણેશ ચતુર્થીના અવસર પર લોન્ચ કરવામાં આવ્યું હતું. તે સમયે, ગ્રાહકો માટે માત્ર 401 રૂપિયાનો ડેટા બૂસ્ટર પ્લાન ખરીદી માટે ઉપલબ્ધ હતો. આ પ્લાનમાં કંપની 1 TB હાઈ-સ્પીડ ડેટા ઓફર કરે છે. પરંતુ હવે Jio એ એવા ગ્રાહકો માટે સસ્તું રિચાર્જ રજૂ કર્યું છે, જેઓ વધુ પૈસા ખર્ચવા માંગતા નથી.

Jio AirFiber Plans : રૂ. 101, રૂ. 251 ડેટા બૂસ્ટર પ્લાન

101 રૂપિયાના ડેટા બૂસ્ટર પેકમાં 100 જીબી વધારાનો ડેટા મળશે. વેલિડિટી અને સ્પીડ હાલના પ્લાનની જેમ જ રહેશે. જ્યારે 251 રૂપિયાના પેકમાં 500GB વધારાનો ડેટા આપવામાં આવે છે. તમારા રિચાર્જમાં ઉપલબ્ધ માસિક ડેટા ખતમ થઈ જાય પછી જ આ ડેટા બૂસ્ટર પ્લાનનો ઉપયોગ કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, આ બંને ડેટા બૂસ્ટર પ્લાનની માન્યતા તમારા બેઝ પ્લાન જેટલી જ છે. તેનો અર્થ એ કે, જો તમારો AirFiber પ્લાન દર મહિનાની 1લી તારીખે સમાપ્ત થાય છે, તો તમારો બૂસ્ટર પ્લાન પણ તે જ દિવસે સમાપ્ત થઈ જશે. તમને જણાવી દઈએ કે, 599 રૂપિયાના Jio AirFiber પ્લાનની કિંમત 599 રૂપિયા પ્રતિ માસ છે પરંતુ સ્પીડ 30Mbps સુધી મર્યાદિત છે.

આ પણ વાંચો – Paytm : પેટીએમ હવે ફાસ્ટેગ – વોલેટ સહિત આ સર્વિસ નહીં આપી શકે; ડિજિટલ વોલેટમાં રહેલા પૈસાનું શું થશે? વાંચો RBIનો આદેશ

5G વાયરલેસ કનેક્ટિવિટી ઉપરાંત, ગ્રાહકોને Jio AirFiber પ્લાનમાં ઘણા OTT પ્લેટફોર્મની મફત ઍક્સેસ પણ મળે છે. ગ્રાહકો Netflix, Disney+ Hotstar, Sony Liv, Zee5, JioCinema, SunNXT, HoiChoi, Discovery+, Universal+, ALTBalaji, Eros Now, Lionsgate Play, ShemarooMe, Docubay અને Eના સબ્સ્ક્રિપ્શન સિવાય 550 ડિજિટલ HD ચેનલો પણ મેળવી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ