Jio AirFiber Launched in 8 city: રિલાયન્સ જિયો દ્વારા જિયો એર ફાઇબર સર્વિસ (Jio AirFiber) લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ ઓગસ્ટ 2023માં યોજાયેલી રિલાયન્સ એજીએમ 2023માં નવી ઇન્ટરનેટ સર્વિસ જિયો એર ફાઇબર ગણેશ ચતુર્થીના રોજ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. કંપની દ્વારા દેશના 8 શહેરોમાં જિયો ફાઇબર સર્વિસની શરૂઆત કરવામાં આવી છે. હવે જિયોના આ નવા ડિવાઈસ માટે જિયોની વેબસાઈટ પર દેશભરમાં પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. Jio Air Fiber એ એક ઇન્ટિગ્રેટેડ એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન છે જે હોમ એન્ટરટેઇનમેન્ટ, સ્માર્ટ હોમ સર્વિસ અને હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ જેવી સેવાઓ પ્રદાન કરશે.
જિયો એર ફાઇબર સર્વિસ દેશના 8 શહેરોમાં શરૂ
રિલાયન્સ જિયો દ્વારા ભારતના આઠ શહેરોમાં જિયો એર ફાઇબર સર્વિસની શરૂઆત કરવામાં આવી છે. આ આઠ શહેરોમાં અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને પુણેનો સમાવેશ થાય છે.
જિયો એર ફાઇબર સર્વિસ કેવી રીતે મળશે? (Jio AirFiber Service)
- જિયો એર ફાઇબર સર્વિસનું બુકિંગ
- જિયો એર ફાઇબર સર્વિસ મેળવવા માટે સૌથી પહેલા વોટ્સએપ પર 60008-60008 નંબર પર મિસ્ડ કોલ આપીને બુકિંગ શરૂ કરો.
- જિયોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અથવા તમારી નજીકના જિયો સ્ટોર પર જઈને તમને એર ફાઇબર ડિવાઇસનું બુકિંગ કરાવી શકો છો.
તમારું જિયો એર ફાઇબર કનેક્શન બુક કરાવો
તમારા Jio AirFiber બુકિંગ માટે સરળ પગલાં અનુસરી કરીને રજિસ્ટ્રેશન કરાવોરજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જિયોની ટીમ તમારો સંપર્ક કરશે અને જ્યારે તમારા વિસ્તારમાં આ સર્વિસ ઉપલબ્ધ હશે ત્યારે પ્રાથમિકતાના આધારે તમારા ઘરની મુલાકાત લેશે.

જિયો એર ફાઇબર અને જિયો એરફાઇબર મેક્સ પ્લાન્સની કિંમત (Jio Airfiber And Jio Airfiber Max price)
રિલાયન્સ જિયો દ્વારા Jio AirFiber અને AirFiber પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. રેગ્યુલર પ્લાન હેઠળ કંપની 100Mbpsની સ્પીડ પર ડેટા ઓફર કરે છે, જ્યારે મેક્સ પ્લાન્સમાં 1Gbps સુધીની સ્પીડ પર ડેટા ઉપલબ્ધ થશે. Jio AirFiber ના તમામ પ્લાનમાં 550 થી વધુ ટીવી ચેનલો મફતમાં જોવા મળશે. જિયો કંપની અનુસાર Jio AirFiber Max સર્વિસ માત્ર પસંદગીના શહેરોમાં જ ઉપલબ્ધ થશે. લેટેસ્ટ Jio AirFiber પ્લાન્સ વિશે વિગતવાર જાણો…
જિયો એર ફાઇબર 599 રૂપિયાનો પ્લાન (Jio AirFiber 599 Rupee Plan)
જિયો દ્વારા શરૂ કરાયેલી નવી ઇન્ટરનેટ સર્વિસમાં જિયો એર ફાઇબર (Jio AirFiberનો સૌથી સસ્તો પ્લાન 599 રૂપિયાનો છે અને તેના પર GST ચાર્જ અલગથી ચૂકવવો પડશે. આ પ્લાનમાં, 30Mbpsની સ્પીડે અમર્યાદિત ઇન્ટરનેટ ડેટા ઉપલબ્ધ છે અને તેની વેલિડિટી એક બિલ સાયકલ છે. આ AirFiber પ્લાનમાં Disney + Hotstar, SonyLIV સહિત 12 OTT એપ્સનું સબસ્ક્રિપ્શન મળશે. ગ્રાહકો આ પ્લાન 6 કે 12 મહિના માટે લઈ શકે છે.
જિયો એર ફાઇબરનો 899 રૂપિયાનો પ્લાન્ (Jio AirFiber 899 Rupee Plan)
જિયો એર ફાઇબરનો એક પ્લાન 899 રૂપિયાનો છે અને તેમાં જીએસટી ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. આ પ્લાનમાં 100Mbpsની સ્પીડ પર અનલિમિટેડ ડેટા મળશે. આ પેકની વેલિડિટી એક બિલ સાઇકલ હશે. આ પ્લાનમાં, Disney + Hotstar, SonyLIV, Zee5 સહિત 11 વધુ OTT એપ્સનું મફત સબ્સ્ક્રિપ્શન મળશે. નવા ગ્રાહકો આ પ્લાન 6 અને 12 મહિના માટે લઈ શકે છે.
જિયો એર ફાઇબરનો 1199 રૂપિયાનો પ્લાન્ (Jio AirFiber 1199 Rupee Plan)
જિયો એર ફાઇબરના રૂ. 1199ના પ્લાનમાં 100Mbpsની સ્પીડે અમર્યાદિત ઇન્ટરનેટ ડેટા ઓફર કરવામાં આવશે. આ પ્લાનમાં પણ ગ્રાહકે GST ચાર્જ અલગથી ચૂકવવો પડશે. એક બિલ સાયકલની વેલિડિટી સાથેના આ AirFiber પ્લાનમાં Netflix, Amazon Prime Video, Disney + Hotstar ઉપરાંત અન્ય 13 OTT એપ્સનું સબસ્ક્રિપ્શન મફતમાં ઉપલબ્ધ થશે. કસ્ટમર્સ આ પ્લાન 6 કે 12 મહિના માટે લઈ શકે છે.
જિયો એર ફાઇબરનો 1499 રૂપિયાનો પ્લાન્ (Jio AirFiber 1499 Rupee Plan)
જિયો એર ફાઇબરના 1499 રૂપિયાનમાં 300Mbpsની સ્પીડ પર અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાન ખરીદતી વખતે ગ્રાહકો GST અલગથી ચૂકવવો પડશે. આ પેકમાં, Netflix, Amazon Prime Video, Disney + Hotstar સિવાય, તમને વધુ 13 OTT એપ્સ જોવા મળશે. ગ્રાહકો આ પ્લાનને વધુ 6 અને 12 મહિના સુધી લઈ શકે છે.
જિયો એર ફાઇબરનો 2499 રૂપિયાનો પ્લાન્ (Jio AirFiber 2499 Rupee Plan)
જિયો એર ફાઇબરના 2499 રૂપિયાના પ્લાનમાં પણ ગ્રાહકે જીએસટી અલગથી ચૂકવવો પડશે. આ AirFiber પ્લાનમાં 500Mbps અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી એક બિલ સાયકલની રહેશે. આ પ્લાનમાં Netflix, Amazon Prime Video, Disney + Hotstar અને અન્ય 13 OTT એપ્સનો આનંદ માણવા મળશે. આ પ્લાન 6/12 મહિના માટે પણ લઈ શકાય છે.

જિયો એર ફાઇબરનો 3999 રૂપિયાનો પ્લાન્ (Jio AirFiber 3999 Rupee Plan)
Jio AirFiber 3999 રૂપિયાના પ્લાન્માં પણ GST ચાર્જ અલગથી ચૂકવવો પડશે. આ પ્લાનમાં 1 Gbpsની સ્પીડ પર અનલિમિટેડ ડેટા મળે છે. પ્લાનની વેલિડિટી એક બિલ સાયકલ છે. ગ્રાહકોને આ પ્લાનમાં Netflix, Amazon Prime Video, Disney + Hotstar સહિત 13 OTT એપ્સની મફત ઍક્સેસ મળે છે. આ પ્લાન 6/12 મહિના માટે લઈ શકાય છે.
જિયો એર ફાઇબરની ખાસિયતો
Jio AirFiber એ એક નિશ્ચિત વાયરલેસ એક્સેસ ડિવાઇસ છે જે 5G ટેક્નોલોજીનો ઉપયોગ કરીને હોટસ્પોટ ઇન્ટરનેટ સર્વિસ પ્રદાન કરે છે. Jio AirFiber એક પ્લગ અને પ્લે ડિવાઇસ છે અને તેનો ઉપયોગ કોઈપણ નિયમિત રાઉટર તરીકે થઈ શકે છે. પરંતુ પરંપરાગત રાઉટરની જેમ, આ ઉપકરણને કોઈપણ ઓપ્ટિકલ કેબલ કનેક્શનની જરૂર નથી. એકવાર કનેક્ટ થયા પછી, ઉપકરણને Jio એપ્લિકેશનથી સેટઅપ કરી શકાય છે અને યુઝર્સ તેનો ઉપયોગ હોટસ્પોટ તરીકે કરી શકે છે. Jioનું કહેવુ છે કે, આ ડિવાઇસમાં Wi-Fi 6 સ્ટાન્ડર્ડ કનેક્ટિવિટી માટે આપવામાં આવી છે અને તેમાં મલ્ટિપલ LAN પોર્ટ છે.
જિયો એર ફાઇબરની એરટેલના stream AirFiber સાથે સ્પર્ધા
જિયોનું આ AirFiber બજારમાં પહેલેથી હાજર એરટેલ Xstream AirFiber સાથે સ્પર્ધા કરશે. જે 7,733 રૂપિયામાં 6 મહિનાના પ્લાન માટે મળશે છે. તમને જણાવી દઈએ કે Jio પાસે પહેલાથી જ Jio Fiber સર્વિસ દેશભરમાં ઉપલબ્ધ છે. Jioનું ઓપ્ટિકલ ફાઈબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમગ્ર ભારતમાં 15 લાખ કિમીમાં ફેલાયેલું છે. કંપનીએ અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ જગ્યાને તેની Jio Fiber સેવા સાથે જોડી છે. પરંતુ હજુ પણ કરોડો સ્થળો અને મકાનો એવા છે જ્યાં વાયર અથવા ફાઈબર કનેક્ટિવિટી પૂરી પાડવી ખૂબ જ મુશ્કેલ છે. Jio Air Fiber દેશના છેલ્લા ખુણા સુધી કનેક્ટિવિટીની મુશ્કેલીને દૂર કરશે. કંપનીને Jio Air Fiber દ્વારા 20 કરોડ ઘર અને પરિસરોમાં પહોંચવાની આશા છે.
આકાશ અંબાણીએ જિયો એરફાઇબરના લોન્ચિંગ
જિયો એર ફાઇબરના લોન્ચિંગ પર રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું, ‘અમારી ફાઇબર-ટુ-ધ-હોમ સર્વિસ, Jio Fiber 1 કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપી રહી છે, દર મહિને લાખો લોકો તેના સાથે જોડાઇ રહ્યા છે. પરંતુ હજુ પણ લાખો ઘરો અને નાના ઉદ્યોગોને જોડવાનું બાકી છે. Jio Air Fiber સાથે, અમે અમારા દેશના દરેક ઘરને સમાન ગુણવત્તાની સેવા સાથે ઝડપથી આવરી લેવા જઈ રહ્યા છીએ. જિયો એરફાઇબર શિક્ષણ, આરોગ્ય, સર્વેલન્સ અને સ્માર્ટ હોમમાં તેના સોલ્યુશન્સ દ્વારા લાખો ઘરોને વિશ્વ સ્તરીય ડિજિટલ મનોરંજન, સ્માર્ટ હોમ સર્વિસ અને બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરશે.





