Jio AirFiber Plans Know All Details Here : રિલાયન્સ જિયો દ્વારા જિયો એર ફાઇબર સર્વિસ (Jio AirFiber) દેશના 8 શહેરોમાં જિયો ફાઇબર સર્વિસની શરૂઆત કરવામાં આવી છે. જિયો એર ફાઇબરના આ નવા ડિવાઇસ પર યુઝર્સને અનલિમિટેડ ઇન્ટરનેટ ડેટાની સાથે 550થી વધારે ડિજિટલ ચેનલ્સ અને 14 એટીટી એપ્સ પર મનોરંજન માણવા મળશે. હવે જિયોના આ નવા ડિવાઈસ માટે જિયોની વેબસાઈટ પર દેશભરમાં પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. Jio Air Fiber એ એક ઇન્ટિગ્રેટેડ એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન છે જે હોમ એન્ટરટેઇનમેન્ટ, સ્માર્ટ હોમ સર્વિસ અને હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ જેવી સેવાઓ પ્રદાન કરશે.
જિયો એર ફાઇબરના પ્લાન જીએસટી સાથે કેટલામાં પડશે? (Jio AirFiber Plan Price With GST)
રિલાયન્સ જિયો દ્વારા જિયો એર ફાઇબર સર્વિસ લોન્ચ કરવામાં આવી છે. જિયો એર ફાઇબર સર્વિસમાં બે પ્લાન – (1) જિયો એર ફાઇબલ અને (2) જિયો એર ફાઇબલ મેક્સમાં કુલ 6 પ્લાન લોન્ચ કરાયા છે. જેમાં જિયો એર ફાઇબરનો સૌથી સૌથી સસ્તો પ્લાન 599 રૂપિયા અને જિયો એર ફાઇબલ મેક્સનો સૌથી સસ્તો પ્લાન 1499 રૂપિયા છે. આ પ્લાનની કિંમત પર જીએસટી અલગથી લાગશે. જિયો એર ફાઇબર પ્લાનના ચાર્જ પર 18 ટકા જીએસટી લાગશે.
ધાર કો, તમે જિયો એર ફાઇબરનો 599 રૂપિયાનો પ્લાન ખરીદી છો, તેના પર 18 ટકા લેખે જીએસટી ચૂકવવો પડશે. આમ 599 રૂપિયાના પ્લાન પર 18 ટકા લેખે જીએસટી 198 રૂપિયા જેટલો થાય છે. આમ તમારે જિયો એર ફાઇબરના 599 રૂપિયાના પ્લાન માટે તમારે કુલ 707 રૂપિયા જેટલો ખર્ચ કરવો પડશે. આવી રીતે અન્ય જિયો એર ફાઇબર પ્લાનના ચાર્જ પર 18 ટકા લેખે જીએસટી ચૂકવવો પડશે.

જિયો એર ફાઇબર પ્લાનમાં કઇ 14 ઓટીટી ફ્રી જોવા મળશે? (Jio AirFiber Plan Digital Channels And 14 OTT App)
જિયો એર ફાઇબર પ્લાનમાં કસ્ટમરને 550+ ડિજિટલ ચેનલ્સ ઉપરાંત 14 ઓટીટીથી વધારે એપ્સ ફ્રીમાં જોવા મળશે. આ ઓટીટી એપ્સમાં જિયો સિનેમા, ડિઝની+ હોટસ્ટાર, સોનીલાઇવ, Zee5, યુનિવર્સલ+, લાયનસગેટ પ્લે, સન નેક્સ્ટ, Hoichoi, ડિસ્કવરી+, શેમારુ, Alt Balaji, ઇરોઝ નાઉ, Epic On, Docubay, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, જિયોસિનેમા પ્રીમિયમ જોવા મળશે.
આ પણ વાંચો | જિયો એર ફાઇબર પ્લાનની બુકિંગ પ્રાઇસ, ઇન્ટરનેટ ડેટા સ્પીડ અને અન્ય સર્વિસ સહિતની તમામ વિગત જાણો
જિયો એર ફાઇબર પર ઇન્સ્ટોલેશન ચાર્જ લાગશે?
જિયો એર ફાઇબરના જણાવ્યા અનુસાર 12 મહિનાના પ્લાન પર 1000 રૂપિયા ઇન્સ્ટોલેશન ચાર્જ માફ કરવામાં આવ્યો છે. તેમજ લોંગ ટર્મ પ્લાન પર પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ઇએમઆઇ સુવિધા ઉપલબ્ધ છે.





