Jio AirFibre : મુકેશ અંબાણીએ જિયો એરફાઇબરની ઘોષણા કરી; એર ફાઈબર સર્વિસ શું છે, ક્યારે લોન્ચ થશે? ઇન્ટરનેટની સુવિધા કેવી રીતે મળશે? જાણો

Reliance Industries Jio AirFibre Launch : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેની 46મી વાર્ષિક સામાન્ય સભામાં ઘણી બધી મોટી ઘોષણા કરી છે, જેમાં જિયો એરફાઇબર સર્વિસની ઘોષણા કરી છે. આ નવી ઇન્ટરનેટ સુવિધા શું છે અને તેનો ફાયદો કેવી રીતે મળશે જાણો

Written by Ajay Saroya
Updated : August 28, 2023 16:38 IST
Jio AirFibre : મુકેશ અંબાણીએ જિયો એરફાઇબરની ઘોષણા કરી; એર ફાઈબર સર્વિસ શું છે, ક્યારે લોન્ચ થશે? ઇન્ટરનેટની સુવિધા કેવી રીતે મળશે? જાણો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એમડી મુકેશ અંબાણીએ જિયો એરફાઇબર સર્વિસ શરૂ કરવાની ઘોષણા કરી છે.

Mukesh Ambani announced Jio AirFibre in Reliance Industries 46th AGM : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી એન્યુઅલ જનરલ મિટિંગમાં ઘણી બધી મહત્વપૂર્ણ ઘોષણા કરવામાં આવી છે. જેમાં જિયો એરફાઇબરની ઘોષણાએ સૌનું ધ્યાન ખેંચ્યુ છે. Jio AirFibre 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના તહેવાર પર લોન્ચ કરવામાં આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 46મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)ને સંબોધિત કરતાં આ નવી સર્વિસની જાહેરાત કરી હતી. Jio Air Fiber ભારતમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા આપશે. જિયોનું માનવું છે કે Jio AirFiberની મદદથી દેશના ઘર સુધી ઝડપી Wi-Fi સર્વિસ પહોંચશે, તેમજ કરોડો યુઝર્સને ઝડપી ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સેવા પ્રાપ્ત થશે.

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે અમે વધારાના મૂડી ખર્ચ વગર અમારા 4G ગ્રાહકોને સામૂહિક રીતે 5G પર ખસેડવાની સ્થિતિમાં છીએ. તેમણે કહ્યું કે, Jio એક ઇમ્પ્લિમેટર્સથી અત્યાધુનિક નવી ટેકનોલોજીના સર્જકમાં પરિવર્તિત થઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે આજે Jioનું 5G રોલઆઉટ તેના પોતાના ઇન-હાઉસ 5G સ્ટેક દ્વારા ચલાવવામાં આવે છે. Jio પાસે 5 કરોડથી વધુ 5G કસ્ટમર છે.

જિયો એરફાઇબર શું છે (What is Jio AirFibre?)

Jio એ ગયા વર્ષે 45મી એજીએમમાં ​​એરફાઇબર વિશે વિગતો આપી હતી. એર ફાઇબર એક વાયરલેસ ડિવાઇસ છે જે વાયરની ઝંઝટ વગર હાઇ સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરશે. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરો સૂચવે છે કે, આ ડિવાઇસમાં બે યુનિટ હશે. એક યુનિટ જે ઘર અથવા ઓફિસની છત પર લગાવવામાં આવશે. જ્યારે બીજું યુનિટ ઘરની અંદર લગાવવામાં આવશે. જ્યાં ફાઈબર ઈન્ટરનેટમાં વાયરનો ઉપયોગ થાય છે, તેમાં સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે.

જિયો એરફાઇબર સર્વિસની કિંમત કેટલી હશે (Jio AirFibre Price)

જિયો એરફાઇબરમાં ઓપ્ટિકલ ફાઈબરની જરૂર નહીં રહે. આ એક 5G Wi-Fi સર્વિસ છે. Jio AirFiber પાસે 5G નેટવર્ક રીસીવર હશે જેની સાથે Wi-Fi સેટઅપ કનેક્ટ થાય છે. તેમાં 1Gbps સુધીની હાઇ સ્પીડ ઇન્ટરનેટ સર્વિસ મળવાની અપેક્ષા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Jio તેના AirFiber પ્લાનને અન્ય કંપનીઓ કરતા 20 ટકા ઓછી કિંમતે લોન્ચ કરી શકે છે.

રિલાયન્સે 150 અબજ ડોલરનું રોકાણ કર્યું

મુકેશ અંબાણીએ સોમવારે કહ્યું કે કંપનીએ છેલ્લા 10 વર્ષમાં કુલ 150 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ કંપનીનું આ સૌથી વધુ રોકાણ છે. અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ઇમર્જિંગ ન્યૂ ઈન્ડિયામાં અગ્રેસર છે. તેમણે કહ્યું કે, અમે એવા લક્ષ્યાંકો નક્કી કર્યા જે અશક્ય લાગતા હતા અને તેને હાંસલ કર્યા.

આ પણ વાંચોઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની AGMમાં કઇ-કઇ મહત્વપૂર્ણ ઘોષણા કરાઇ, જાણો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં આકાશ, અનંત અને ઇશાની એન્ટ્રી

ઉપરાંત દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સોમવારે તેની ઉત્તરાધિકાર યોજનાનો માર્ગ સ્પષ્ટ કર્યોછે. મુકેશ અંબાણીની પુત્રી ઈશા અને પુત્રો આકાશ અને અનંતને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. રિલાયન્સે માર્કેટ રેગ્યુલેટરને આપેલી માહિતીમાં જણાવ્યું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની કંપનીના બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદે નિમણૂક કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ નિમણૂક શેરધારકોની મંજૂરી પછી અસરકારક બનશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ