JIO Airtel New Recharge Plan July 2024 Price and List: રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ દ્વારા પ્રીપેડ અને પોસ્ટ પેડ પ્લાનના ટેરિફ રેટ વધારવામાં આવ્યા છે. જિયો અને એરટેલના નવા રિચાર્જ પ્લાન 3 જુલાઈ 2024 અમલમાં આવશે. સૌથી પહેલા રિલાયન્સ જિયો અને ત્યારબાદ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા કંપનીએ રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે. જિયો દ્વારા એ વાતની પણ પુષ્ટિ કરવામાં છે કે હવે કંપની 2 જીબી અથવા તેનાથી વધુ ડેટા ઓફર કરતા રિચાર્જ પ્લાનમાં જ અનલિમિટેડ 5જી ડેટા આપશે. એરટેલ અને જિયો ટેલિકોમ બંને કંપનીઓના નવા રિચાર્જ પ્લાન્સ સાથે, ગ્રાહકોના ખિસ્સા માંથી વધારાનો ખર્ચ થશે. અમે તમને જિયો-એરટેલના નવા રિચાર્જ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ…
Airtel vs Jio : 28 દિવસની વેલિડિટી સાથે નવા પ્રીપેડ પ્લાન્સ
એરટેલ રિચાર્જ પ્લાન (Airtel Recharge Plan)
એરટેલ પાસે 28 દિવસની વેલિડિટી સાથે કુલ 5 રિચાર્જ પ્લાન છે. તેમા અનલિમિટેડ વોઇસ કોલ સર્વિસ આપે છે. એરટેલના 199 રૂપિયાના પ્લાનની કિંમત 189 રૂપિયા છે, જેમા દરરોજ 2 જીબી ડેટા મળે છે. તો 299 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1 જીબી ડેટા અને 349 રૂપિયાના પ્લાનમાં 1.5 જીબી ડેટા ઉપલબ્ધ છે. 409 રૂપિયાના એરટેલ પ્લાનમાં દરરોજ 2.5 જીબી ડેટા મળે છે, જ્યારે 449 રૂપિયાના રિચાર્જમાં દરરોજ 3 જીબી ડેટા મળે છે.
જિયો રિચાર્જ પ્લાન (Jio Recharge Plan)
જિયો પાસે 28 દિવસની વેલિડિટી સાથે કુલ 6 પ્લાન છે. 189 રૂપિયાના જિયો રિચાર્જ પ્લાનમાં 2 જીબી, 249 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 1 જીબી, 299 રૂપિયાના પ્લાનમાં 1.5 જીબી અને 349 રૂપિયાના પ્લાનમાં 1.5 જીબી, 399 રૂપિયાના પ્લાનમાં 2.5 જીબી અને 449 રૂપિયાના પ્લાનમાં 3 જીબી ડેટા દરરોજ આપવામાં આવે છે.
એરટેલ જિયો સર્વિસ વેલિડિટી 199 રૂપિયા 189 રૂપિયા 2GB ૨૮ દિવસ 299 રૂપિયા 249 રૂપિયા 1GB પ્રતિ દિવસ ૨૮ દિવસ 349 રૂપિયા 299 રૂપિયા 1.5GB પ્રતિ દિવસ ૨૮ દિવસ NA 349 રૂપિયા 2GB પ્રતિ દિવસ ૨૮ દિવસ 409 રૂપિયા 399 રૂપિયા 2.5GB પ્રતિ દિવસ ૨૮ દિવસ 499 રૂપિયા 499 રૂપિયા 3GB પ્રતિ દિવસ ૨૮ દિવસ
Airtel vs Jio : 28 દિવસની વેલિડિટી સાથે નવા પ્રીપેડ પ્લાન્સ
એરટેલ રિચાર્જ પ્લાન (Airtel Recharge Plan)
એરટેલે 56 દિવસની વેલિડિટી સાથે બે નવા રિચાર્જ કરાવ્યા છે. 579 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. જ્યારે 649 રૂપિયાના પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવે છે. આ બંને રિચાર્જ પ્લાનમાં દરરોજ અનલિમિટેડ કોલ અને 100 એસએમએસ મળે છે.
જિયો રિચાર્જ પ્લાન (Jio Recharge Plans)
રિલાયન્સ જિયોના 579 રૂપિયા અને 629 રૂપિયાના પ્લાનમાં 56 દિવસની વેલિડિટી આપવામાં આવી છે. આ બંને પ્લાનમાં દરરોજ અનુક્રમે 1.5 જીબી અને 2 જીબી ડેટા મળે છે. બંને રિચાર્જમાં અનલિમિટેડ વોઇસ કોલ આપવામાં આવે છે. ઉપરાંત કંપની પોતાના ગ્રાહકોને અનલિમિટેડ 5જી ડેટા પણ આપે છે.
Airtel vs Jio : 84 દિવસની વેલિડિટી સાથે નવા પ્રીપેડ પ્લાન
એરટેલ રિચાર્જ પ્લાન (Airtel Recharge Plan)
એરટેલના 509 રૂપિયા, 859 રૂપિયા અને 979 રૂપિયાના પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે. 509 રૂપિયાના પ્લાનમાં કુલ 6 જીબી ડેટા મળે છે. તો 859 રૂપિયાના પ્લાનમાં 1.5 જીબી ડેટા અને 979 રૂપિયાના પ્લાનમાં દરરોજ 3 જીબી ડેટા આપવામાં આવે છે. તમામ પ્લાનમાં દરરોજ અનલિમિટેડ કોલિંગ અને 100SMS મળે છે.
રિલાયન્સ જિયો રિચાર્જ પ્લાન (Reliance Jio Recharge Plans)
રિલાયન્સ જિયોના 479 રૂપિયાના પ્લાનમાં 6 જીબી, 799 રૂપિયાના પ્લાનમાં 1.5 જીબી, 859 રૂપિયાના પ્લાનમાં 2 જીબી અને 1199 રૂપિયાના પ્લાનમાં દરરોજ કુલ 3 જીબી ડેટા આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જિયોના આ તમામ રિચાર્જની વેલિડિટી 84 દિવસની છે. જિયોના તમામ પ્લાનમાં દરરોજ અનલિમિટેડ કોલિંગ અને 100SMSની સુવિધા મળે છે.
Airtel vs Jio : 365 દિવસની વેલિડિટી સાથે નવા પ્રીપેડ પ્લાન્સ
જિયોના 1999 રૂપિયાના વાર્ષિક પ્લાનમાં કુલ 24 જીબી ડેટા ઉપલબ્ધ છે. આ પેકની વેલિડિટી 336 દિવસની છે. પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ અને એસએમએસ પણ આપવામાં આવે છે.
તો એરટેલના 1999 રૂપિયાના રિચાર્જ પેકની વેલિડિટી 1999 રૂપિયા છે. આ રિચાર્જ પેકની વેલિડિટી 365 દિવસની છે. ગ્રાહકોને આ પેકમાં કુલ 24 જીબી ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલ મળે છે.
આ પણ વાંચો | વોડાફોન આઈડિયા એ ટેરિફ 24 ટકા સુધી વધાર્યા, જુઓ નવા પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમત
ઉપરાંત જિયો અને એરટેલ બંને ટેલિકોમ કંપનીઓ પાસે પણ 3599 રૂપિયાનો પ્રીપેડ પ્લાન છે. આ બંને પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. જિયોના ગ્રાહકોને આ પ્લાનમાં દૈનિક 2.5 જીબી ડેટા મળે છે. આ ઉપરાંત અનલિમિટેડ 5G ડેટા પણ આપવામાં આવે છે. તો એરટેલ ગ્રાહકોને આ વાર્ષિક પ્લાનમાં ફક્ત 2 જીબી દૈનિક ડેટા આપવામાં આવે છે.