Mobile Recharge Plan Price Increase : મોબાઇલ યુઝર્સને ટેલિકોમ કંપનીઓ એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયા ટૂંક સમયમાં આંચકો આપી શકે છે. જી હા, લાંબા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે, રિચાર્જ પ્લાન ફરીથી મોંઘા થઈ શકે છે. હવે ફરી એકવાર રિચાર્જના ભાવમાં વધારાના સમાચારે જોર પકડ્યો છે. નવા અહેવાલોમાં ખુલાસો થયો છે કે, આવતા મહિને એટલે કે 1 ડિસેમ્બર, 2025 થી મોબાઇલ રિચાર્જ 10 થી 12 ટકા સુધી મોંઘા થઇ શકે છે. જો કે, ટ્રાઇ અથવા એરટેલ, જિયો, વીઆઈ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.
ફેમસ ટિપસ્ટર અભિષેક યાદવે તેના એક્સ (ટ્વિટર) એકાઉન્ટ પર રિચાર્જન ભાવમાં વધારા સંબંધિત માહિતી પોસ્ટ કરી છે. આ ઉપરાંત DealBee Deals પણ ટ્વિટ કરીને દાવો કર્યો છે કે 1 ડિસેમ્બરથી મોબાઇલ રિચાર્જના ભાવમાં વધારો થશે.
2 જીબી ડેટા માટે કેટલા રૂપિયા ખર્ચવા પડશે?
ટિપસ્ટર અભિષેક યાદવે ટ્વિટ કર્યું હતું કે કેટલાક અહેવાલોમાં સંકેત આપવામાં આવ્યો છે કે, ભારતમાં મોબાઇલ ડેટા પ્લાનની કિંમતો ટૂંક સમયમાં વધી શકે છે. ટેલિકોમ ઓપરેટર્સ જિયો, એરટેલ અને વી (વોડાફોન આઈડિયા) રિચાર્જના દરમાં 10 ટકા સુધીનો વધારો કરી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે 84 દિવસની વેલિડિટી વાળા 2 જીબી ડેટા પ્લાનની કિંમત 949 રૂપિયાથી વધીને 999 રૂપિયા થઈ શકે છે.
શું 1 ડિસેમ્બરથી રિચાર્જ પ્લાનની કિંમત વધશે?
DealBee Deals નામના ટ્વિટર એકાઉન્ટ પર આપવામાં આવેલી માહિતી વિશે વાત કરીએ તો, ટેલિકોમ કંપનીઓ 1 ડિસેમ્બર, 2025 થી રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરી શકે છે. પ્રીપેડ પ્લાનની કિંમતમાં 10-12 ટકાનો વધારો થઈ શકે છે. આ એકાઉન્ટ પર આપવામાં આવેલી માહિતી મુજબ 199 રૂપિયાના પ્લાનની કિંમત વધીને 219 રૂપિયા થઈ શકે છે અને 899 રૂપિયાના પ્લાનની કિંમત વધીને 999 રૂપિયા થઈ શકે છે. જોકે, આ પોસ્ટમાં પણ આ સમાચારની પુષ્ટિ ન વિશેની માહિતી આપવામાં આવી હતી.
હાલમાં, રિચાર્જની કિંમત વધારવાના આ અહેવાલો માત્ર દાવા છે અને કેટલાક અહેવાલો પર આધારિત છે. તમને જણાવી દઇયે કે, ટેલિકોમ કંપનીઓ અથવા ટ્રાઇ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
એરટેલ અને વીઆઈ બંને લાંબા સમયથી ટેરિફ સુધારણાની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યા છે કારણ કે ટેલિકોમ સેક્ટર મૂડીપ્રધાન ઉદ્યોગ છે. અને 5G ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત રોકાણની માંગ જરૂરિયાત ઉભી થઇ છે.
જો કે કંપનીઓએ હજુ સુધી તાત્કાલિક ભાવ વધારવાનું પસંદ કર્યું નથી, પરંતુ તેઓ એક સૂક્ષ્મ વ્યૂહરચના અપનાવી રહી છે. એટલે કે, ધીમે ધીમે ઓછી કિંમતના રિચાર્જ પ્લાન ધીમે ધીમે દૂર કરીને અથવા મર્યાદિત કરીને સરેરાશ પ્રતિ વપરાશકર્તા આવક (ARPU) વધારવા માટે પગલાં લઇ રહી છે.





