JIO Bharat: જિયો મોટી ઓફર, જિયો ભારત ફોન માત્ર 999 રૂપિયામાં સાથે સસ્તો રિચાર્જ પ્લાન, જાણો વિગત

રિલાયન્સ જિયો ગ્રાહકો માટે મોટી ઓફર લાવ્યું છે. જિયો ભારત વી2 સૌથી સસ્તો ફોન બજારમાં લાવી રહ્યું છે. જેની કિંમત માત્ર 999 રૂપિયા છે અને રિચાર્જ પ્લાન પણ 128 રૂપિયાનો છે. જિયો ભારત વી2 ફોન 4જી છે અને અન્ય પણ ઘણી ખૂબીઓ છે.

રિલાયન્સ જિયો ગ્રાહકો માટે મોટી ઓફર લાવ્યું છે. જિયો ભારત વી2 સૌથી સસ્તો ફોન બજારમાં લાવી રહ્યું છે. જેની કિંમત માત્ર 999 રૂપિયા છે અને રિચાર્જ પ્લાન પણ 128 રૂપિયાનો છે. જિયો ભારત વી2 ફોન 4જી છે અને અન્ય પણ ઘણી ખૂબીઓ છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Jio Bharat V2 News | Jio New Smartphone | Jio Phone

Title 1

રિલાયન્સ જિયો મોટી ઓફર સાથે બજારમાં આવ્યું છે. જિયો એ 4જી ફોન જિયો ભારત V2 લોન્ચ કર્યો છે. જિયો ભારત વી2 ઘણી સસ્તી કિંમતે રજુ કરાયો છે. જિયો ભારત વી2 માત્ર 999 રૂપિયામાં બજારમાં મુકાયો છે. કંપનીનું માનવું છે કે ભારતમાં હજુ પણ 25 કરોડ જેટલા ગ્રાહક 2જી ફોન સાથે જોડાયેલા છે અને કંપનીના જિયો ભારત વી2 લોન્ચ કરવાથી તે 10 કરોડથી વધુ ગ્રાહકો સુધી પહોંચી શકશે.

Advertisment

Jio Bharat V2 સસ્તો ફોન

ભારતની મોટી કંપની રિલાયન્સ જિયોનું માનવું છે કે, બજારમાં હાલમાં જે પણ સ્માર્ટફોન છે એ બધામાં રિલાયન્સ જિયોનો જિયો ભારત વી2 સૌથી સસ્તો સ્માર્ટ ફોન છે. જેની કિંમત તો ઓછી છે સાથોસાથ એનો માસિક પ્લાન પણ સસ્તો રાખવામાં આવ્યો છે. જિયો ભારત વી2 બજારમાં માત્ર 999 રૂપિયામાં ઉપલબ્ધ છે અને 28 દિવસનો રિચાર્જ પ્લાન પણ 128 રૂપિયામાં ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે અન્ય કંપનીઓનો માસિક પ્લાન 179 રૂપિયાથી શરૂ થાય છે. જેની સરખામણીએ જિયો ભારત વી2 સસ્તો છે.

જિયો ભારત વી2, 2જી ફ્રી ભારત

રિલાયન્સના માલિક મુકેશ અંબાણી 2જી ફ્રી ભારત અંગે વાત કરી રહ્યા છે. કંપનીનું માનવું છે ભારતમાં હજુ પણ 25 કરોડ જેટલા ગ્રાહક 2જી સેવાનો ઉપયોગ કરી રહ્યા છે અને એમને 4જી સેવામાં લઇ જવા માટે જિયો ભારત વી2 મહત્વનો સાબિત થશે. 2જી ગ્રાહકોને આકર્ષવા માટે કંપની વર્ષ 2018 માં પણ જિયો ફોન લાવી હતી. દેશમાં આજે અંદાજે 13 કરોડ જેટલા જિયો યુઝર્સ છે. જિયો ભારત V2 લોન્ચ કરતાં કંપનીને ઘણી આશાઓ છે. 7 જુલાઇથી જિયો ભારત વી2 બીટા ટ્રાયલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

જિયો ભારત વી2 જાણો ફિચર્સ

દેશમાં નિર્મિત જિયો ભારત વી2 અંગે ઘણું બધુ કહેવાઇ રહ્યું છે. સ્વદેશી ફોન જિયો ભારત વી2 માત્ર 71 ગ્રામ વજનનો છે અને આ ફોન 4જી પર ચાલશે. જેમાં એચડી વોઇસ કોલિંગ, એફએમ રેડિયો, 128 જીબી એસડી મેમરી કાર્ડ સપોર્ટ જેવા ફિચર્સ છે. મોબાઇલમાં 1.77 ઇંચ ટીફએટી સ્ક્રીન, 0.3 મેગા પિક્સલ કેમેરો, 1000 mAh બેટરી, 3.5 mm હેડફોન જેક, પાવરફુલ લાઉડ સ્પિકર અને ટોર્ચ પણ છે.

Advertisment

જિયો ભારત વી2 સાથે આ ફાયદ

જિયો ભારત વી2 મોબાઇલ સાથે ગ્રાહકોને જિયો સિનેમા અને જિયો સાવનનું સબ્સક્રિપ્શન પણ મળશે. વધુમાં ગ્રાહકો જિયો પે દ્વારા યૂપીઆઇ પર રૂપિયાની લેણદેણ પણ કરી શકશે. વધુમાં આ ફોનમાં સ્થાનિક ભાષા પણ સપોર્ટ કરશે અને ગ્રાહકો એનો ઉપયોગ કરી શકશે. આ મોબાઇલ 22 જેટલી ભારતીય ભાષાઓ માટે સપોર્ટ કરશે.

jio સ્માર્ટફોન