JioCinema New Plan in Gujarati: જિયો સિનિમા એ 25 એપ્રિલ નવો ધમાકેદાર સબ્સક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યો છે. જિયો સિનેમાના નવા સબ્સક્રિપ્શન પ્લાનથી જિયો સિનિમા યૂઝર્સ ખૂબ જ ઓછી કિંમતમાં હોલિવૂડની ફિલ્મો, ટીવી શો સહિત પ્રીમિયમ કન્ટેન્ટ જોઇ શકશે. નવા જિયો સિનેમા સબસ્ક્રિપ્શન પ્લાન માસિક 29 રૂપિયાથી શરૂ થાય છે. વાયકોમ18ની માલિકીના ઓટીટી પ્લેટફોર્મ પોતાના નવા પ્લાન સાથે ઓટીટી માર્કેટમાં ધમાલ મચાવી દીધી છે.
જિયો સિનેમા નવો એડ ફ્રી પ્રીમિયમ પ્લાન (JioCinema New Ad-Free Premium Plan)
અત્યાર સુધી, ઓવર-ધ-ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ પર દર મહિને 99 રૂપિયા અને વાર્ષિક 999 રૂપિયા – એમ બે સબ્સ્ક્રિપ્શન પ્લાન હતા. પરંતુ જિયો સિનેમાના સબ્સક્રિપ્શન પ્લાનની કિંમતમાં ધરખમ ઘટાડો કરવામાં છે. અત્રે નોંધનિય છે કે, આ પ્લાન એડ ફ્રી ન હતા.
જિયો સિનેમા 29 રૂપિયાનો સબ્સ્ક્રિપ્શન પ્રીમિયમ પ્લાન (JioCinema 29 Rupees Subscription Premium Plan)
જિયો સિનેમાના નવા સબ્સક્રિપ્શન પ્લાન 29 રૂપિયાના પ્રીમિયમ પ્લાન વિશે વાત કરીએ તો કંપનીનું કહેવું છે કે આ નવા સબ્સક્રિપ્શનથી યૂઝર્સ ઓનલાઇન અને ઓફલાઇન મોડમાં 4K ક્વોલિટીમાં મૂવી, ટીવી સિરીઝ અને કિડ્સ પ્રોગ્રામ્સની મજા માણી શકશે. યૂઝર્સ આ કન્ટેન્ટને કોઈ પણ ડિવાઈસ પર પાંચ ભાષામાં જોઈ શકશે.
નવો જિયો સિનેમા સબ્સ્ક્રિપ્શન પ્લાન આજથી (25 એપ્રિલ) રિચાર્જ માટે ઉપલબ્ધ છે. આ એક એડ ફ્રી સબસ્ક્રિપ્શન પ્લાન છે એટલે કે તમે એક્સક્લૂસિવ સીરિઝ, મૂવી, હોલિવૂડ, કિડ્સ અને ટીવી કન્ટેન્ટ જાહેરાત વગર જોઇ શકશો. આ પ્લાન ટીવી, મોબાઇલ, ટેબલેટ અને લેપટોપ પર એક્સેસ કરી શકાય છે.
ઓટીટી પ્લેટફોર્મ એક ‘ફેમિલી પ્લાન’ પણ પ્રદાન કરે છે જેની કિંમત માસિક ૮૯ રૂપિયા છે. આ પ્લાનમાં જિયો સિનિમા યૂઝર્સ 4 ડિવાઇસમાં સ્ક્રીન એક્સેસ કરી શકે છે. એટલે કે, એક જ જિયો સિનેમા સબ્સ્ક્રિપ્શન દ્વારા ચાર લોકો એક સાથે કન્ટેન્ટ જોઈ શકશે.
જિયો સિનેમાના હાલના પ્રીમિયમ સભ્યો કોઈપણ વધારાના પૈસા ચૂકવ્યા વિના ફેમિલી પ્લાનમાં ઉપલબ્ધ વધારાના લાભો મેળવી શકે છે.
આઈપીએલ 2024ની તમામ મેચ ફ્રીમાં જોઇ શકાશે (IPL On JioCinema)
નોંધનીય છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) જેવા જિયો સિનિમા પર સ્પોર્ટ્સ કન્ટેન્ટ પહેલાની જેમ જ ફ્રી રહેશે. તમને જણાવી દઈએ કે પ્લેટફોર્મની એડ-સપોર્ટેડ ઓફર હેઠળ ટાટા આઈપીએલ 2024 ની આખી સીઝનની તમામ મેચો જિયો સિનેમા પર ફ્રી જોઈ શકાય છે.
જિયો સિનેમા પર ચાર ભાષામાં ફિલ્મ, ટીવીશો અને વેબ સિરિઝનો આનંદ માણો
તમને જણાવી દઇયે કે, જિયો સિનેમા પર પ્રીમિયમ મેમ્બર્સને દુનિયાભરની મોટી ગ્લોબલ સિરિઝ અને મૂવી પ્રીમિયરની એક્સેસ મળે છે. આ પ્લેટફોર્મ પર ગેમ ઓફ થ્રોન્સ (Game Of Thrones), હાઉસ ઓફ ડ્રેગન (House Of The Dragon), ઓપનહૈમર (Oppenheimer), બાર્બી (Barbi) સહિતની હિંદી, તમિલ, તેલગુ, બંગાળી અને મરાઠી ભાષાની તમામ મોટી મૂવી, ટીવી શો વેબ સિરીઝ જોવા મળશે.
ઉપરાંત જિયો સિનિમા યૂઝર્સને કલર્સ, નિકેલોડિયન અને કલર્સની તમામ પ્રાદેશિક ભાષાની ચેનલોનો પણ પ્રારંભિક એક્સેસ મળી જશે. એટલે કે ટીવી પર પ્રસારિત થવાની પહેલા જ સીરિયલ જોઈ શકે છે.
આ પણ વાંચો | પુષ્પા 2 પ્રથમ સોન્ગ પુષ્પા પુષ્પા પ્રોમો રિલીઝ, અલ્લુ અર્જુનનો દમદાર સ્વેગ
તમને જણાવી દઈએ કે જિયો સિનેમાના આ ખૂબ જ સસ્તા સબસ્ક્રિપ્શન પ્લાન આવ્યા બાદ ઓટીટી માર્કેટમાં હડકંપ મચી જશે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે લોકપ્રિય નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડિયો જેવી ઓટીટી પણ તેમના સબ્સ્ક્રિપ્શન્સમાં કોઈ ફેરફાર કરે છે કે કેમ?





