મુકેશ અંબાણીની માલિકીની જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસનો શેર 21 ઓગસ્ટ, 2023 સોમવારના રોજ શેર બજારમાં લિસ્ટેડ થશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જિયો ફાઇનાન્સના શેરના લિસ્ટિંગ અંગે આ માહિતી છે. જુલાઇમાં ડિમર્જ કરાયા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકોને જિયો ફાઇનાન્સના શેરનું એલોટમેન્ટ કરવામાં આવ્યુ છે. મુકેશ અંબાણીનો આ શેર રોકાણકારો માટે બ્લોક બસ્ટર સાબિત થવાની શક્યતા છે. જિયો ફાઇનાન્સના શેર સ્ટોક એક્સચેન્જ પર ક્યા ભાવે લિસ્ટ થશે તેની અટકળો શરૂ થઇ ગઇ છે. ચાલો જાણીયે માર્કેટ એક્સપર્ટ્સનું જિયો ફાઇનાન્સના શેર લિસ્ટિંગ અંગે શું કહે છે
જિયો ફાઇનાન્સિયલના શેરનું એલોટમેન્ટ (jio financial services share allotment)
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી જુલાઇમાં ડિમર્જ કરાયા બાદ RILના શેરધારકોને તેમના ડિમેટ એકાઉન્ટમાં જિયો ફાઇનાન્સના શેર એલોટ કરવામાં આવ્યા છે. રિલાયન્સ અને જિયો ફાઇનાન્સના શેરનો એલોટમેન્ટ રેશિયો 1:1 નક્કી કરાયો છે. એટલે કે શેરધારકોને રિલાયન્સના 1 શેર સામે જિયો ફાઇનાન્સનો 1 શેર મળ્યા છે.
જિયો ફાઇનાન્સના શેરની કિંમત (Jio Financial listing share price)
ગત 20 જુલાઈના રોજ સ્ટોક એક્સચેન્જ પર યોજાયેલા એક સ્પેશિયલ પ્રી-ઓપન સેશન બાદ જિયો ફાઇનાન્સના શેરની કિંમત નક્કી કરવામાં આવી હતી. જિયો ફાઇનાન્શિયલ સર્વિસના એક શેરની કિંમત 261.85 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. ત્યારથી Jio Financial ના શેર સૂચકાંકોમાં ડમી ટિકર હેઠળ લિસ્ટેડ છે. જો કે, તે સમયે શેર લિસ્ટેડ ન હોવાથી ખરીદી અને વેચાણ થઈ શક્યું નથી.
જિયો ફાઇનાન્સનો શેર ક્યા ભાવે લિસ્ટેડ થશે (Jio financial services share listing date)
જિયો ફાઇનાન્શિયલ સર્વિસના એક શેરની કિંમત 261.85 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. તેની સામે ગ્રે માર્કેટમાં ચાલી રહેલી અટકળો અનુસાર 21 ઓગસ્ટના રોજ શેર બજારમાં જિયો ફાઇનાન્સિયલ સર્વિસનો શેર 325 થી 350 રૂપિયાના ભાવે લિસ્ટેડ થઇ શકે છે. પ્રાથમિક અંદાજ મુજબ જિયો ફાઇનાન્સિયલનું લિસ્ટિંગ 2 લાખ કરોડ રૂપિયાની માર્કેટકેપ સાથે થઇ શકે છે.
જિયો ફાઇનાન્શિયલમાં પ્રમોટરનું શેરહોલ્ડિંગ (jio financial services share holding pattern)
જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરીયે તો આ કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 45,80 ટકા બાકીનું શેરહોલ્ડિંગ જાહેર રોકાણકારો પાસે છે. જેમાં સ્થાનિક રોકાણકારો પાસે 16.33 ટકા અને વિદેશી રોકાણકારો 26.44 ટકા શેરહોલ્ડિંગ રહેશે.
આ પણ વાંચો | મુકેશ અંબાણીની વધુ એક કંપની શેરબજારમાં લિસ્ટેડ થશે
જિયો ફાઇનાન્સનો શેર FTSE ઇન્ડેક્સ અને MSCIમાં સામેલ થશે
જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ FTSE રસેલ ઇન્ડેક્સમાં યથાવત રહેશ. 18 ઓગસ્ટના રોજ એક્સચેન્જ દ્વારા જારી કરવામાં આવેલી માહિતી અનુસાર, જિયો ફાઇનાન્સ કંપનીને MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં પણ સામેલ કરવામાં આવશે. આપેલી માહિતી અનુસાર 23 ઓગસ્ટના રોજ MSCI ગ્લોબલ ઈન્ડેક્સમાં Jio Financial Servicesનો સમાવેશ કરવામાં આવશે. આ દરમિયાન FTSEએ માહિતી આપી હતી કે તેણે જિયો ફાઇનાન્શિયલને તેના ઇન્ડેક્સમાંથી 22 ઓગસ્ટથી દૂર કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.





