/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-80.jpg)
રિલાયન્સ જિઓ એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની છે.
Jio Prepaid Recharge Plans with Netflix subscription : Jio એ બે નવા પ્રીપેડ પ્લાન લૉન્ચ કર્યા: જિયો ઘણી વખત યુઝર્સને સુવિધા આપવા માટે નવા - નવા પ્લાન લૉન્ચ કરે છે. જિયો કંપનીએ એ આજે ​​એટલે કે શુક્રવારે બે નવા પ્રીપેડ પ્લાન રજૂ કર્યા છે, જે ફ્રી નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન સાથે આવે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, આ પહેલીવાર છે જ્યારે ટેલિકોમ ઓપરેટરે તેના પ્રીપેડ પ્લાન સાથે નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શનનો સમાવેશ કર્યો છે. જો તમે પણ આ પ્લાનનો લાભ લેવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે છે.
જિયોના પ્રીપેડ પ્લાન સાથે નેટફ્લિક્સની મજા (jio prepaid plans with Netflix subscription)
મુકેશ અંબાણીની માલિકીની ટેલિકોમ કંપની જિયો એ 1,099 અને 1,499 રૂપિયાના પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે, જે Netflix સબસ્ક્રિપ્શન સાથે મળીને આવે છે. જિયોના આ 1,099 રૂપિયાના પ્લાનમાં Netflix (માત્ર સ્માર્ટફોન)ના મોબાઇલ વેરિઅન્ટ, તેમજ દરરોજ 2GB ડેટા અને અમર્યાદિત કૉલ્સનો સમાવેશ થાય છે. જિયો વેલકમ ઓફર સાથે અમર્યાદિત 5G ડેટા એક્સેસ પણ મળે છે. બીજી તરફ, જો તમે તમારા મોબાઈલ પર નેટફ્લિક્સ જોવા નથી માંગતા, તો 1,499 રૂપિયાનો પ્લાન વિશે વિચારી શકો છો. આમાં Netflixનો બેઝિક પ્લાન, દરરોજ 3G ડેટા અને અમર્યાદિત કૉલ્સનો સમાવેશ થાય છે. આ બંને પ્રીપેડ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે.
જિયો કંપનીનું શું કહેવું છે? ( jio recharge plan)
જિયો પ્લેટફોર્મ લિમિટેડના સીઇઓ કિરણ થોમસે જણાવ્યુ કે, “અમે અમારા વપરાશકર્તાઓ માટે વિશ્વ સ્તરની સેવાઓ રજૂ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા પ્રીપેડ પ્લાન્સ સાથે નેટફ્લિક્સનું લોન્ચિંગ અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.” તેમણે ઉમેર્યું કે, નેટફ્લિક્સ જેવા વૈશ્વિક ભાગીદારો સાથે અમારી પાર્ટનરશીપ વધુ મજબૂત બની છે. જ્યાં સુધી નેટફ્લિક્સનો સંબંધ છે, તમે તમારા સ્માર્ટફોન અથવા ટેબલેટ પર 480pમાં મૂવીઝ અને શોઝ જોઈ શકો છો. આ પ્લાનની કિંમત 149 રૂપિયા પ્રતિ માસ છે. બેઝિક Netflix પ્લાનમાં 720p રિઝોલ્યુશનનો સમાવેશ થાય છે અને તેનો ઉપયોગ સ્માર્ટફોન, ટેબ્લેટ, પીસી અને ટીવી પર થઈ શકે છે. આ માટે તમારે દર મહિને 199 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
આ પણ વાંચોઃ જિયો ફાઇનાન્સ શેરના લિસ્ટિંગની તારીખ જાહેર, મુકેશ અંબાણીની વધુ એક કંપની શેરબજારમાં લિસ્ટેડ થશે
ત્યા સુધીમાં જિયો કંપની એ તેના પોસ્ટપેડ પ્લાન્સ (રૂ. 699 અને રૂ. 1,499 પ્લાન) અથવા જિયોફાઇબર બ્રોડબેન્ડ પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સ (રૂ. 1,499, રૂ. 2,499, રૂ. 3,999 અને રૂ. 8,999) સાથે નેટફ્લિક્સની ઓફર કરી છે. જિયોના નવા નેટફ્લિક્સ પ્રીપેડ પ્લાન હજુ પણ કંપનીની વેબસાઈટ પર ઉપલબ્ધ નથી, પરંતુ ટૂંક સમયમાં ઉપલબ્ધ થવા જોઈએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us