Jio New Year Welcome Plan Launch 2025: રિલાયન્સ જિયો ન્યુ યર વેલકમ પ્લાન લોન્ચ કર્યો છે. જિયોનો આ ન્યૂ યર વેલકમ પ્લાન મર્યાદિત સમયગાળા માટે ઉપલબ્ધ છે. મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ જિયોના કંપનીના નવા ન્યુ યર વેલકમ પ્લાન રિચાર્જ કરાવવા પર યુઝરને અનલિમિટેડ 5જી નેટવર્ક, દરરોજ 2.5 જીબી ડેટા અને વાઉચર જેવા ફાયદા મળશે. તો ચાલો જાણીયે જિયો ન્યુ યર વેલકમ પ્લાન રિચાર્જ કરાવવા કેટલા રૂપિયા ચૂકવવા પડશે અને ફાયદાઓ
રિલાયન્સ જિયો ન્યૂ યર વેલકમ પ્લાન રિચાર્જ પ્લાન
જિયોના આ નવા રિચાર્જ પ્લાનની કિંમત 2025 રૂપિયા છે. આ પ્લાન ખાસ કરીને મોબાઈલ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.જિયોના આ પ્લાનની વેલિડિટી 200 દિવસની છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. એટલે કે યૂઝર્સ આ પ્લાનમાં કુલ 500 જીબી 4જી ડેટાનો ઉપયોગ કરી શકશે.
- જિયો કસ્ટમરને આ રિચાર્જ પેકમાં અનલિમિટેડ 5જી નેટવર્ક સુવિધા મળે છે.
- જિયોના આ પ્લાનમાં દરરોજ અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 100 એસએમએસ મળશે.
- આ રિચાર્જ પેકમાં 2150 રૂપિયાની પાર્ટનર કૂપન્સ ઉપલબ્ધ છે.
2025 રૂપિયાના જિયો પ્લાન બેનેફિટ
- રિલાયન્સ જિયોના 2025 રૂપિયાના પ્લાનમાં 2150 રૂપિયાની પાર્ટનર કૂપન્સ આપવામાં આવી છે.
- જિયો દ્વારા શેર કરવામાં આવેલી જાણકારી અનુસાર, AJIO પરથી ઓછામાં ઓછા 2500 રૂપિયાની શોપિંગમાં 500 રૂપિયાના AJIO કૂપન વાઉચર મળશે.
- સ્વિગી પરથી 499 રૂપિયાની ખરીદી પર 150 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
- EaseMyTrip.com મોબાઇલ એપ અને વેબસાઇટ પરથી ફ્લાઇટ બુકિંગ પર 1500 રૂપિયાનું જિયો પ્લાન વાઉચર મળશે.
તમને જણાવી દઈએ કે જિયોનો આ પ્લાન લિમિટેડ પીરિયડ માટે વેલિડ છે. જિયોના ગ્રાહકો આ પ્લાનનો લાભ 11 ડિસેમ્બર 2024થી 11 જાન્યુઆરી 2025 સુધી ઉઠાવી શકે છે.
જિયો પાસે કેટલાક સૌથી સસ્તા પ્રીપેડ રિચાર્જ પ્લાન છે. જિયોના આ રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, એસએમએસ, ડેટા તેમજ ઓટીટી પ્લેટફોર્મની એક્સેસ પણ ઉપલબ્ધ છે. કેટલાક ખાસ પ્લાનમાં મુકેશ અંબાણીની માલિકીની જિયો પણ કોઇ એક્સ્ટ્રા ચાર્જ વગર અનલિમિટેડ હાઇસ્પીડ 5જી નેટવર્ક ઓફર કરી રહી છે. જો તમે જિયોના નવા રિચાર્જ પ્લાનને અનુભવવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને ઓફર થનારા તમામ જિયો પ્રીપેડ રિચાર્જ પ્લાન્સ 2025 વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ.