Jio SpaceX Deal: એરટેલ બાદ જિયો એ સ્પેસએક્સ સાથે હાથ મિલાવ્યા, ભારતમાં સ્ટારલિંકની હાઇ સ્પીડ ઇન્ટરનેટ ઉપલબ્ધ થશે

Reliance Jio SpaceX Starlink Deal: મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો એ એલોન મસ્કની સ્પેસએક્સ કંપની સાથે કરાક કર્યા છે. જે હેઠળ સ્પેએક્સની હાઇ સ્પીડ ઇન્ટરનેટ સ્ટરલિંક સર્વિસ ભારતમાં ઉપલબ્ધ થશે.

Written by Ajay Saroya
March 12, 2025 10:26 IST
Jio SpaceX Deal: એરટેલ બાદ જિયો એ સ્પેસએક્સ સાથે હાથ મિલાવ્યા, ભારતમાં સ્ટારલિંકની હાઇ સ્પીડ ઇન્ટરનેટ ઉપલબ્ધ થશે
Reliance Jio SpaceX Starlink Deal: રિલાયન્સ જિયો અને સ્પેસએક્સ સ્ટારલિંક વચ્ચે કરાર થયો છે. (Photo: Social Media)

Reliance Jio SpaceX Starlink Deal: રિલાયન્સ જિયો અને એલોન મસ્કની સ્પેસએક્સ કંપની વચ્ચે બિલ ડિલ થઇ છે. આ ડીલ હેઠળ જિયો ભારતમાં પોતાના ગ્રાહકોને સ્ટારલિંકની બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સુવિધા આપશે. નોંધનિય છે કે, 11 માર્ચે સ્પેસએક્સ સાથે ભારતી એરટેલે સોદો કર્યા બાદ બીજા દિવસે જિયો દ્વારા એલોન મસ્કની આ કંપની સાથે ડીલ કરવામાં આવી છે. જિયો સ્ટારલિંકના ડિવાઇસને તેના રિટેલ આઉટલેટ્સ તેમજ તેના ઓનલાઇન સ્ટોર દ્વારા ઉપલબ્ધ કરાવશે. આ ડીલ હેઠળ જિયો અને સ્ટારલિંક ભારતમાં એકબીજાનો ફાયદો ઉઠાવશે.

જિયો અને સ્પેસએક્સ સ્ટારલિંક વચ્ચે ડિલ

સ્પેસએક્સ સ્ટારલિંક સાથે કરાક અંગે રિલાયન્સ જિયો ગ્રૂપના સીઈઓ મેથ્યુ ઓમેને કહ્યું કે, અમારું લક્ષ્ય દરેક ભારતીયને સસ્તી અને ઝડપી ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવવાનું છે. સ્ટારલિંક સાથેની આ ભાગીદારી અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

સ્પેસએક્સના પ્રમુખ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર ગ્વિન શોટવેલે જણાવ્યું હતું કે અમે જિયો સાથે કામ કરવા અને ભારત સરકાર તરફથી સ્ટારલિંક સેવાઓ પૂરી પાડવાની પરવાનગી મેળવવાની રાહ જોઈ રહ્યા હતા. સ્ટેરલિંક લો અર્થ ઓર્બિટ સેટેલાઇટનો ઉપયોગ કરીને દુનિયાભરમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરે છે અને જિયો સાથેની અમારી ભાગીદારી ઇન્ટરનેટને ભારતના દરેક ખૂણે અને ખૂણે લઈ જશે.

જો કે હજુ ભારત સરકારની મંજૂરીની રાહ જોવાઇ રહી છે. ભારત સરકાર તરફથી મંજૂરી મળતા જ ભારતમાં સ્ટારલિંકની સેવા શરૂ થશે. રિલાયન્સ સ્ટારલિંકને ડિવાઇસની સાથે સાથે હાર્ડવેર અને ઇન્સ્ટોલેશનમાં પણ મદદ કરશે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં જ સ્ટર્લિંકને ભારત સરકારનું લાઇસન્સ મળી જશે.

સ્ટારલિંક સાથે એરટેલે પણ ભાગીદારી કરી

જિયો સાથે કરારના એક દિવસ પહેલા ભારતી એરટેલે સ્ટારલિંકની હાઇસ્પીડ ઇન્ટરનેટ સેવાઓ લાવવા માટે સ્પેસએક્સ સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. એરટેલે આ માહિતી આપી હતી. એરટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કરાર સ્પેસએક્સને ભારતમાં સ્ટારલિંકની સેટેલાઇટ કમ્યુનિકેશન આધારિત સર્વિસ વેચવાની મંજૂરી મળવાને આધિન છે. એરટેલ સ્પેસએક્સ ડીલ વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ