JioBook Laptop: રિલાયન્સ જીઓએ લોન્ચ કર્યું જબરદસ્ત લેપટોપ, કિંમત 20000થી પણ ઓછી

Reliance JioBook laptop: રિલાયન્સ જીઓએ એડવાન્સ ટેકનોલોજી ધરાવતો JioBook લેપટોપ લોન્ચ કર્યો છે જેનું વેચાણ 5 ઓગસ્ટથી શરૂ થશે

Reliance JioBook laptop: રિલાયન્સ જીઓએ એડવાન્સ ટેકનોલોજી ધરાવતો JioBook લેપટોપ લોન્ચ કર્યો છે જેનું વેચાણ 5 ઓગસ્ટથી શરૂ થશે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Reliance JioBook | Reliance Jio | Reliance JioBook laptop | JioBook laptop price | JioBook laptop features

રિલાયન્સ જીઓબુક લેપટોપ (photo: jiobook.com)

JioBook Launched in India: Reliance Jio મોબાઇલ બાદ હવે લેપટોપ લોન્ચ કર્યો છે. રિલાયન્સ જીઓના નવા JioBookમાં JioOS, 11.6 ઇંચની સ્ક્રીન છે અને પાવરફુલ ઓક્ટા-કોર ચિપસેટથી સજ્જ છે. રિલાયન્સ જીઓ દ્વારા લોન્ચ કરાયેલા આ નવા ડિવાઇસની કિંમત 20000 રૂપિયાથી પણ ઓછી છે. Jio લેપટોપની કિંમત અને ફિચર્સ વિશે જાણો…

Advertisment

publive-image

JioBook કિંમત અને ઉપલબ્ધતા

JioBook લેપટોપનું વેચાણ 5 ઓગસ્ટ 2023થી દેશભરમાં શરૂ થશે. આ બજેટ લેપટોપને રૂ.16,499માં ખરીદી શકાય છે. ગ્રાહકો આ ડિવાઇસને રિલાયન્સ ડિજિટલના ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર્સ પરથી ખરીદી શકે છે. ઉપરાંત આ લેપટોપ Amazon India પરથી પણ ખરીદી શકાય છે.

JioBook ફિચર્સ અને સ્પેસિફિકેશન

જીઓબુક લેપટોપમાં 11.6-ઇંચની એન્ટિ-ગ્લેયર એચડી ડિસ્પ્લે છે. આ લેપટોપ 4G અને ડ્યુઅલબેન્ડ વાઇફાઇ કનેક્ટિવિટી સાથે આવે છે. આ ડિવાઇસને JioOS ઓપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. નવું લેપટોપ અલ્ટ્રા સ્લિમ છે અને મોર્ડન ડિઝાઇન ધરાવે છે. આ લેપટોપનું વજન 900 ગ્રામ છે. લેપટોપ પાવરફુલ ઓક્ટા-કોર ચિપસેટથી સંચાલિત થાય છે જે સરળ મલ્ટીટાસ્કિંગ ઓફર કરે છે.

Advertisment

બુક લેપટોપ પર કંપની 1 વર્ષની મેન્યુફેક્ચરિંગ ગેરંટી આપે છે. આ ડિવાઇસમાં 4 જીબી રેમ છે. લેપટોપને 4G LTE અને ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ કનેક્ટિવિટી સાથે ઉપલબ્ધ કરાવાયું છે.

આ લેપટોપમાં 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ વડે 256 જીબી સુધી વધારી શકાય છે. જિયોબુકમાં ઇનફિનિટી કીબોર્ડ, લાર્જ મલ્ટી- જેસ્ચર ટ્રેકપેડ અને ઇન-બિલ્ડ USB/HDMI પોર્ટ આપેલા છે.

publive-image

આ પણ વાંચો | માત્ર 12 કલાકમાં ઇન્કમ ટેક્સ રિફંડ મળ્યું, વહેલું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના અઢળક ફાયદા

લેપટોપના લોન્ચિંગ વખતે કહ્યું કે, “તમને શીખવામાં મદદ કરે અને જીવનને સરળ બનાવે તે માટે અમારો સતત પ્રયાસ છે. નવું JioBook તમામ ઉંમરના લોકો માટે બનાવવામાં આવ્યું છે – તેમાં ઘણા એડવાન્સ ફિચર છે અને કનેક્ટ કરવાની ઘણી બધી રીતો પણ છે. JioBook શીખવાની રીતમાં ક્રાંતિ લાવશે, લોકો માટે વિકાસની નવી રીતો લાવશે અને તમને નવી સ્કીલ પણ શીખવશે.

jio ટેકનોલોજી બિઝનેસ 5G