JioHotstar Launch: મુકેશ અંબાણીએ લોન્ચ કર્યું જિયો હોટસ્ટાર, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ ને આપશે ટક્કર

JioHotstar OTT Platform Launch: જિયો સ્ટાર દ્વારા જિયોસિનેમા અને ડિઝની + હોટસ્ટાર મર્જ કરીને નવું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જિયોહોટસ્ટાર લોન્ચ કર્યું છે. કંપનીએ કહ્યું કે નવા પ્લેટફોર્મ પર લગભગ 300,000 કલાકનું કન્ટેન્ટ ઉપલબ્ધ થશે.

Written by Ajay Saroya
February 14, 2025 12:13 IST
JioHotstar Launch: મુકેશ અંબાણીએ લોન્ચ કર્યું જિયો હોટસ્ટાર, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ ને આપશે ટક્કર
Jiohotstar Launch: જિયો હોટસ્ટાર નવું ઓટીટી પ્લેટફોર્મ છે.(Photo: Social Media)

JioHotstar Launch India: ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ હવે મનોરંજનનું સૌથી મોટું માધ્યમ બની રહ્યું છે. જિયોસ્ટારે આખરે જિયોસિનેમા અને ડિઝની+ હોટસ્ટારનું કન્ટેન્ટ એક જ એપમાં ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ નવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જિયોહોટસ્ટાર (JioHotstar) ની જાહેરાત કરી છે. બંને ઓટીટી પ્લેટફોર્મની સંપૂર્ણ કન્ટેન્ટ લાઇબ્રેરી આ આગામી નવા પ્લેટફોર્મમાં ઉપલબ્ધ થશે. એટલે કે જિયો અને ડિઝની + હોટસ્ટારનું કન્ટેન્ટ એક જ એપ જિયો હોટસ્ટારમાં જોવા મળશે.

નવા JioHotstar માં જિયો અને હોટસ્ટાર પર શો અને મૂવી ઉપલબ્ધ હશે એટલું જ નહીં, આ પ્લેટફોર્મ પર તમને વિવિધ ઈન્ટરનેશનલ સ્ટુડિયો અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની મજા પણ માણવા મળશે. આ સંયુક્ત સાહસમાં સ્ટ્રીમિંગ સર્વિસ માટે ફ્રી ટિયરની પણ જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે, નવેમ્બર 2024માં વાયકોમ18 અને સ્ટાર ઇન્ડિયાના સફળ મર્જર બાદ જિયોસ્ટાર નામનું નવું જોઇન્ટ વેન્ચર શરૂ કરવામાં આવ્યું હતું.

JioHotstar Streaming Platform Launched : જિયોહોટસ્ટાર સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ લોન્ચ

જિયોસ્ટારે એક અખબારી યાદી જારી કરીને જિયોહોટસ્ટારને લોન્ચ કરવાની જાહેરાત કરી હતી અને નવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સાથે સંબંધિત માહિતી શેર કરી હતી. કંપનીએ કહ્યું કે નવા પ્લેટફોર્મ પર લગભગ 300,000 કલાકનું કન્ટેન્ટ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત આ પ્લેટફોર્મ પર લાઇવ સ્પોર્ટ્સ કવરેજ પણ મળશે.

જિયોહોટસ્ટાર પ્લેટફોર્મ લોન્ચના સમયે, નવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર બંને પ્લેટફોર્મના સંયુક્ત 50 કરોડથી વુધુ યુઝર બેઝ હશે. જો કે, તે સ્પષ્ટ નથી કે દાવો કરવામાં આવેલા નંબરમાં ડુપ્લિકેટ એકાઉન્ટ્સ (જિયોસિનેમા અને ડિઝની + હોટસ્ટાર બંને એકાઉન્ટ્સવાળા લોકો) શામેલ નથી. નવા પ્લેટફોર્મને એક નવો લોગો પણ મળ્યો છે, જેમાં જિયોહોટસ્ટાર શબ્દ સાથે 7 પોઇન્ટ વાળો સ્ટાર શામેલ છે.

નોંધનીય છે કે હાલના સમયે જીયો હોટસ્ટાર તમામ યૂઝર્સને ફ્રીમાં ઉપલબ્ધ થશે. જી હા, યૂઝર્સને કન્ટેન્ટ એક્સેસ કરવા અને જોવા માટે કોઇ પણ પ્રકારના પૈસા ચૂકવવા પડશે નહીં. વપરાશકર્તાઓને શો, મૂવીઝ અથવા લાઇવ સ્પોર્ટ્સ માટે કોઈ સબ્સ્ક્રિપ્શનની જરૂર રહેશે નહીં. સંયુક્ત સાહસએ સ્પષ્ટતા કરી હતી કે જે લોકો ‘અવરોધ વગર અને ઉષ્કૃષ્ઠ અનુભવ’ સાથેનું કન્ટેન્ટ જોવા માંગતા હોય તેમના માટે સબ્સ્ક્રિપ્શન પ્લાન ઉપલબ્ધ છે. આનો અર્થ એ છે કે જે સબ્સ્ક્રાઇબર્સ ચૂકવણી કરે છે તેઓ જાહેરાતો જોશે નહીં અને તેઓ હાઇ રિઝોલ્યુશન પર કન્ટેન્ટ જોઇ શકશે.

જિયો હોટસ્ટારને કુલ 10 ભારતીય ભાષાઓમાં અલગ અલગ કન્ટેન્ટ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. યુઝર્સ મૂવી, વેબ સિરીઝ, ડોક્યુમેન્ટ્રી, લાઇવ સ્પોર્ટિંગ ઇવેન્ટ વગેરે જોઇ શકશે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે પ્લેટફોર્મ પર ઈન્ટરનેશનલ પ્રીમિયર પણ બતાવવામાં આવશે. આ ઉપરાંત જિયોહોટસ્ટાર પર ડિઝની, NBCUniversal Peacock, Warner Bros, Discovery HBO અને પેરામાઉન્ટના કન્ટેન્ટ પણ ઉપલબ્ધ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ