Home Loan: ઘર ખરીદવા જોઇન્ટ હોમ લોન લઇ રહ્યા છો? કોણ Joint Home Loan માટે અરજદાર બની શકે અને ફાયદા જાણો

Joint Home Loan Accounts: જો તમે પોતાનું ઘર ખરીદવા માટે જોઇન્ટ હોમ લોનના વિકલ્પ વિશે વિચારી રહ્યા છો, તો આ દિશામાં આગળ વધારતા પહેલા હોમ લોનના મહત્વપૂર્ણ પાસાંઓ વિશે વિગતવાર સમજી લેવું જોઇએ.

Written by Ajay Saroya
May 10, 2024 20:32 IST
Home Loan: ઘર ખરીદવા જોઇન્ટ હોમ લોન લઇ રહ્યા છો? કોણ Joint Home Loan માટે અરજદાર બની શકે અને ફાયદા જાણો
Home Loan : હોમ લોન ઘર ખરીદવામાં નાણાંકીય મદદ પુરી પાડે છે. (Photo - Freepik)Ij

Joint Home Loan Accounts: ઘર મકાન- ફ્લેટના ભાવ વધી રહ્યા હોવાથી લોકોમાં જોઇન્ટ હોમ લોનની ડિમાન્ડ વધી રહી છે. મોંઘવારી વચ્ચે પોતાનું ઘર રાખવા માંગતા લોકોમાં નાણાકીય ભંડોળની વ્યવસ્થા કરવા માટે જોઈન્ટ હોમ લોન ઓફર ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. આ વિકલ્પની વધતી જતી લોકપ્રિયતાનું કારણ નાણાકીય સુગમતા છે. જોઇન્ટ હોમ લોનમાં એકથી વધુ અરજદારો સામેલ છે અને આ તમામ લોકો લોન ભરપાઈ કરવા માટે પણ જવાબદાર છે. આ વિકલ્પ સાથે આગળ વધતા પહેલા વ્યક્તિએ જરૂરી પાસાઓને સમજવા જોઈએ. જો તમે પોતાનું ઘર ખરીદવા માટે જોઇન્ટ હોમ લોનના વિકલ્પની મદદ લેવા માંગો છો, તો તેને આગળ વધારતા પહેલા અહીં આ મહત્વપૂર્ણ વાતોને સમજી લો.

હોમ લોન માટે અરજી કરતા પહેલા યોગ્ય અરજદારોની પસંદગી કરો

સંયુક્ત હોમ લોન માટે અરજી કરતા પહેલા યોગ્ય અરજદારોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. બેંક અથવા નાણાકીય સંસ્થાની પાત્રતાની યાદીમાં પતિ પત્નિ , માતાપિતા, ભાઈ બહેન કે અહીંયા સુધી કે બાળક પણ સહ-અરજદાર બની શકે છે. લોનની રકમ નક્કી કરવા માટે, બેંકો સામૂહિક રીતે તમામ અરજદારોની આવક અને ચુકવણીની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે.

અરજદારનો વધુ સારો ક્રેડિટ સ્કોર મદદરૂપ થશે

દરેક અરજદારનો ક્રેડિટ સ્કોર લોનની મંજૂરી અને વ્યાજ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અરજદારનો વધુ સારો ક્રેડિટ સ્કોર લોનની મંજૂરીની સંભાવનામાં વધારો કરે છે. આ ઉપરાંત, સ્થિર નોકરીની હિસ્ટ્રી, નિયમિત આવક અને લીધેલી લોનની સમયસર ચુકવણી વધુ સારી નાણાકીય પ્રોફાઇલ દર્શાવે છે.

લોનની રકમ અને રિપમેન્ટ સ્ટ્રક્ચરને સમજો

સામૂહિક રીતે લોન માટે અરજી કરનારા અરજદારો સામાન્ય રીતે એકલા કરતા સંયુક્ત આવકને કારણે વધુ લોનની રકમ મેળવી શકે છે. આવી સ્થિતિમાં, સામૂહિક અરજદારોએ નાણાકીય તાણથી બચવા માટે તેમની ચુકવણીની ક્ષમતાને ધ્યાનમાં રાખીને લોન લેવી જોઈએ.

Home Loan | Home Loan Interest Burden | Home Loan Interest Rate | Cheapest Home Loan | Home Loan Tips
Home Loan : હોમ લોન (Photo – Freepik)

BankBazaar.com સીઈઓ અધિલ શેટ્ટીનું કહેવું છે કે સરળતાથી લોન મેળવવા માટે તમામ અરજદારોએ લોન સાથે જોડાયેલા મહત્વના પાસાઓ જેવા કે માસિક ઇએમઆઈ હપ્તા, લોનનો સમયગાળો અને લોન સાથે સંબંધિત રિપેમેન્ટ સ્ટ્રક્ચરને સમજીને તેની ચર્ચા કરવી જોઈએ અને ત્યારબાદ તે મુદ્દે આગળ વધવું જોઈએ.

સંયુક્ત માલિકી હક અને કાયદાકીય પાસાં પર વિચાર કરવો

જોઇન્ટ હોમ લોન અરજદાર સામાન્ય રીતે મિલકત માટે સમાન હકદાર હોય છે. તેઓ દરેક સમયે લોન ચૂકવવા માટે પણ જવાબદાર છે. વિવાદ અથવા લોન ડિફોલ્ટના કિસ્સામાં, મિલકતની માલિકી અને અધિકારો જેવા કાયદાકીય પાસાઓને સમજવા મહત્વપૂર્ણ છે. આ માટે વિશ્વસનીય નાણાકીય સલાહકારોની સલાહ અથવા કાયદાકીય નિષ્ણાંતોની મદદ લઈ શકાય છે.

હોમ લોન વ્યાજ દર અને લોન સાથે જોડાયેલી સુવિધાઓ વિશે જાણો

વિવિધ બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવેલી લોનના વ્યાજ દર, પ્રોસેસિંગ ફી, મુદત પહેલાં લોનની રકમ ચૂકવવા માટેના ચાર્જ અને સગવડતાના અન્ય જરૂરી પાસાઓની સરખામણી કરવી જોઈએ. આ પગલા પછી વ્યક્તિએ ઓછામાં ઓછા વ્યાજ અને ફ્લેક્સિબિલ રિપેમેન્ટના વિકલ્પો પ્રદાન કરતી બેંક અથવા નાણાકીય સંસ્થા પાસેથી લોન લેવી જોઇએ. અમુક બેંકો મહિલા અરજદાર માટે વ્યાજદરમાં રાહત અથવા વધારાની સુવિધા જેવા લાભો આપે છે.

લોન ઇન્શ્યોરન્સ લેવો ફાયદાકારક રહેશે

નોકરી ગુમાવવી, વિકલાંગતા અથવા અરજદારના મૃત્યુ જેવા અણધાર્યા સંજોગો સામે રક્ષણ મેળવવા માટે, વ્યક્તિએ લોન ઇન્શ્યોરન્સ પસંદ કરવાનું વિચારવું જોઈએ. આ ઇન્શ્યોરન્સ પોલિસી બાકી લોનની રકમને આવરી લેવામાં મદદ કરી શકે છે અને બાકીના અરજદારો અને તેમના પરિવારોને આર્થિક સુરક્ષા પ્રદાન કરી શકે છે.

ડોક્યુમેન્ટ પ્રોસેસ અને કાયદાકીય પ્રક્રિયા વિશે જાણો

લોન અરજી પ્રક્રિયા દરમિયાન આવકના પુરાવા, આઈડી પ્રુફ, મિલકતના દસ્તાવેજો અને સહ-અરજદાર કરાર સહિતના તમામ જરૂરી દસ્તાવેજો એક ક્રમમાં હોવા જોઈએ. તમામ જરૂરી દસ્તાવેજો પૂરા પાડ્યા પછી અને કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી લોનની મંજૂરી ઝડપી બનાવી શકાય છે.

આ પણ વાંચો | જૂનો ફ્લેટ વેચવાથી થયેલા નફા પર કેટલો ટેક્સ લાગે છે? નવું મકાન ખરીદવા પર કર મુક્તિ મળશે?

જોઇન્ટ હોમ લોન વિકલ્પ પર આગળ વધતાં પહેલાં પાત્રતા, નાણાકીય સ્થિરતા, કાયદાકીય પાસાં, લોનની ખાસિયત અને સુરક્ષાનાં પગલાં જેવા પરિબળોને ધ્યાનમાં લઈને, કોઈ પણ વ્યક્તિ એપ્લિકેશન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરી શકે છે અને પોતાના સપનાના ઘરની અપેક્ષાને પૂર્ણ કરી શકે છે. નાણાકીય સલાહકારોની સલાહ લેવી અને વિવિધ બેંકોની લોન ઓફરની તુલના યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ