Jolla Phone એટલે પ્રાઇવસીનો પાક્કો વાયદો, Android અને iOS વગર ચાલશે, ખાસિયત જાણી ચોંકી જશો

Jolla Phone Price And Features : જોલા ફોન એન્ડ્રોઇડ કે iOS નહીં પણ Linux OS પર ચાલે છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ ફોનમાં Sailfish ઓપરેટિંગ સિસ્ટમ છે, જેમા કોઇ પણ ટ્રેકર, કોઇ પણ બેકગ્રાઉન્ડમાં ડેટા કલેક્શન અને ગૂગલ પ્લે જેવી સર્વિસ છુપાયેલી નથી.

Jolla Phone Price And Features : જોલા ફોન એન્ડ્રોઇડ કે iOS નહીં પણ Linux OS પર ચાલે છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ ફોનમાં Sailfish ઓપરેટિંગ સિસ્ટમ છે, જેમા કોઇ પણ ટ્રેકર, કોઇ પણ બેકગ્રાઉન્ડમાં ડેટા કલેક્શન અને ગૂગલ પ્લે જેવી સર્વિસ છુપાયેલી નથી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Jolla Phone Launch Price In India | Jolla Phone Launch | Jolla Phone Launch Price In India | Jolla Phone OS | Jolla Phone Features

Jolla Phone Launch Price In India : જોલા ફોન ભારતમાં લોન્ચ થયો છે. (Photo: @JollaHQ)

Jolla Phone Launch Price In India : સ્માર્ટફોન યુઝર્સ માટે આજના સમયમાં ડેટા પ્રાઇવસી એટલે કે ગોપનિયતા સૌથી મોટો ચિંતાનો વિષય છે. હાલ કસ્ટમર પાસે Android અને iOS ઓપરેટિંગ સિસ્ટમ વાળા જ સ્માર્ટફોનનો વિકલ્પ છે. જો કે સ્માર્ટફોન કંપની Jolla (જોલા) એ માર્કેટમાં નવો સ્માર્ટફોન રજૂ કર્યો છે. કંપનીનું કહેવું છે કે, તેનો સ્માર્ટફોન એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર નહીં પણ Linux OS પર ચાલે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, Jolla સ્માર્ટફોન પર એન્ડ્રોઇડ એપ કોઇ મુશ્કેલી વગર ચાલે છે.

Advertisment

સ્માર્ટફોન બનાવતી કંપની Jolla એ વર્ષ 2013માં પણ પોતાનો સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. તે સમયે કંપનીએ Sailfish OS પર બેઝ્ડ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો, જે Linux બેઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમ હતી. કંપનીએ નવો સ્માર્ટફોન Jolla Phone નામે રજૂ કર્યો છે.

Jolla Phone ખાસ ઓપરેટિંગ સિસ્ટમ

Jolla Phone હાલમાં પણ Linux બેઝ્ડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ Sailfish OS 5 પર સંચાલિત થાય છે. ફિનલેન્ડની સ્માર્ટફોન કંપનીનો દાવો છે કે, Sailfish ઓપરેટિંગ સિસ્ટમ યૂરોપની એકમાત્ર સફળ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે. તે માર્કેટમાં 12 વર્ષથી ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે, તેના સોફ્ટવેર ટ્રેકિંગ અને ડેટા કલેક્શન જેવી મિકેનિઝમમાં પકડતા નથી.

Jolla Phone કંપનીએ દાવો કર્યો છે કે, Sailfish માં કોઇ પણ ટ્રેકર, કોઇ પણ બેકગ્રાઉન્ડમાં ડેટા કલેક્શન અને ગૂગલ પ્લે જેવી સર્વિસ છુપાયેલી નથી. તે પ્રાઇવસી અને ગૂગલ ઇકોસિસ્ટમ થી દૂર રાખીને તૈયાર કરવામાં આવ્યો છે, જેમા વપરાશકર્તા પાસે વધુ કન્ટ્રોલ રહે છે.

Advertisment

તેની સાથે જ ફોનમાં ફિઝિકલ પ્રાઈવસી સ્વિચ મળે છે, જેની મદદથી યુઝર્સ ફોનમાં માઇક્રોફોન, કેમેરા, બ્લૂટૂથ અને અન્ય સેન્સર બંધ કરી શકે છે. આ ફોન એવા લોકો માટે સારો વિકલ્પ છે, જેઓ પ્રાઇવસી વિશે ચિંતિત રહે છે.

Jolla Phone કઇ કઇ મોબાઇલ એપ ચાલશે?

જોલા ફોનમાં Android App સરળતાથી ચાલે છે. એન્ડ્રોઇડ એપ્સ કંપનીના સ્માર્ટફોનમાં Jolla AppSupport મારફતે રન કરવામાં આવે છે. આ ફોનમાં યુઝર્સ પાસે એન્ડ્રોઇડ કોમ્પોનેન્ટને ડિસેબલ કરવાનો વિકલ્પ મળે છે.

Jolla Phone ખાસિયત

  • Jolla Phone ની ડિઝાઇનની વાત કરીયે તો તે સ્ક્વાયરિશ છે. આ ફોન બ્લેક, વ્હાઇટ અને ઓરેન્જ કલરમાં ઉપલબ્ધ છે. તેની બેક પેનલ રિમૂવ કરી શકાય છે, જેનાથી યુઝર્સ બેટરી બદલી શકે છે.
  • જોલા ફોનમાં 5G કનેક્ટિવિટી સાથે 12GB રેમ અને 256GB ઇનબિલ્ડ સ્ટોરેજ આવે છે, જેને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 2TB સ્ટોરેજ સુધી વધારી શકાય છે.
  • જોલા ફોનમાં 6.36 ઇંચની AMOLED ડિસ્પ્લે આવે છે, જે Gorilla Glass પ્રોટેક્શન આપે છે. Jolla Phoneમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.
  • જોલા ફોનમાં 60 એમપીનો પ્રાયમરી કેમેરા છે, જેની સાથે 13 એમપીનો અલ્ટ્રા વાઇટ લેન્સ છે, આ ફોનમાં 5,500mAh બેટરી આપવામાં આવી છે.

Jolla Phone Price : જોલા ફોન કિંમત

જોલા ફોનનું પ્રી ઓર્ડર બુકિંગ શરૂ થઇ ગયું છે, ખરીદદારે જેની માટે 99 યુરો (લગભગ 10,406 રૂપિયા) ડિપોઝિટ ચૂકવવા પડશે. પ્રી ઓર્ડર બુકિંગ કરવા પર આ ફોન 499 યુરો (લગભગ 52,450 રૂપિયા) માં ખરીદી શકાય છે. ફોનની કિંમત વિશે કંપનીનું કહેવું છે કે, અંતિમ કિંમત 599 યુરો અને 699 યુરો (લગભગ 62,960 રૂપિયા અને 73,480 રૂપિયા) છે.

ટેકનોલોજી બિઝનેસ સ્માર્ટફોન