/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/finance.jpg)
પ્રતિકાત્મક તસવીર (Photo - Freepik)
July 2024 New Rules: જુલાઇ 2024માં ઘણા નવા નિયમ લાગુ થઇ રહ્યા છે તો અમુકમાં ફેરફાર - સુધારા થશે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર થશે. આ ફેરફારોમાં રાંધણ ગેસ અને પેટ્રોલ - ડીઝલની કિંમતમાં ફેરફા થશે, ઈન્કમ ટેક્સ રિટર્ન, મોબાઇલ રિચાર્જના નવા દર વિવિધ બાબતોમાં નવા નિયમ લાગુ થવાનાછે. ચાલો વિગતવાર જાણીયે
મોબાઈલ રિચાર્જ મોંઘુ થયું
મોબાઈલ યુઝર્સને જુલાઇમાં મોટો ઝટકો લાગવાનો છે. જુલાઈ થી યુઝર્સને મોબાઈલ રિચાર્જ પર વધુ પૈસા ખર્ચવા પડશે. તાજેતરમાં રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા દ્વારા વિવિધ પ્રીપેડ અને પોસ્ટપેટ પ્લાનના ટેરિફ રેટમાં 25 ટકા સુધીનો ધરખમ વધારો કર્યો છે. રિલાયન્સ જિયો અને એરટેલના નવા ટેરિફ પ્લાન 3 જુલાઈથી લાગુ થશે. તો વોડાફોન-આઈડિયાના મોબાઈલ રિચાર્જ રેટ 4 જુલાઈથી વધી રહ્યા છે. Jio રિચાર્જ નવા રેટ વધુ વાંચો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Jio-.jpg)
મોબાઈલ નંબર પોર્ટ કરવામાં સમય લાગશે
સ્માર્ટફોન યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP) સંબંધિત નિયમોમાં જરૂરી ફેરફાર કર્યા છે. આ ફેરફારો 1 જુલાઈથી અમલમાં આવશે. નવા નિયમો હેઠળ મોબાઈલ નંબર પોર્ટેબિલિટીની પ્રક્રિયાને વધુ કડક બનાવવામાં આવી છે. નવા નિયમો હેઠળ, જો કોઈ યુઝર્સ પોતાનું સિમ પોર્ટ કરાવવા માંગે છે, તો તેણે પહેલા તેની અરજી સબમિટ કરવી પડશે અને પછી તેણે થોડો સમય રાહ જોવી પડશે. આ નવી પ્રક્રિયાને કારણે યુઝર્સે તેમની ઓળખ અને અન્ય માહિતીને યોગ્ય રીતે વેરિફિકેશન કરવી પડશે, જેથી તેમની માહિતીનો દુરુપયોગ ન થઈ શકે. નવા નિયમો અનુસાર, યુઝર્સ તેમની માહિતીની ચકાસણી કરવા માટે એક OTP મળશે, જેનો તેઓ પોર્ટિંગ પ્રક્રિયા દરમિયાન ઉપયોગ કરશે.
નિષ્ક્રિય વૉલેટ બંધ થઈ જશે
Paytm પેમેન્ટ્સ બેંકે જણાવ્યું છે કે 20 જુલાઈ, 2024ના રોજ,છેલ્લા એક વર્ષ કે તેનાથી વધુ સમયથી કોઇ ટ્રાન્ઝેક્શન ન કરનાર ઝીરો શૂન્ય બેલેન્સ વાળા ઈનએક્ટિવ વોલેટ્સ બંધ કરશે. Paytm પેમેન્ટ્સ બેંકની વેબસાઈટ અનુસાર, જો તમારા વોલેટમાં છેલ્લા 1 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું અને બેલેન્સ શૂન્ય છે, તો આવા તમામ વોલેટ 20 જુલાઈ, 2024 સુધીમાં બંધ થઈ જશે. બધા અસરગ્રસ્ત યુઝરસ વોલેટ બંધ થવાના 30 દિવસ પહેલા જાણ કરવામાં આવશે અને જાણ કરવામાં આવશે. જો તમારી પાસે પેટીએમ પેમેન્ટ્સ બેંક વોલેટ છે તો મોડું ન કરો અને અત્યારે જ તમારું વોલેટ ચેક કરો. જો વૉલેટ નિષ્ક્રિય હોય તો ચાલુ રાખવા માટે તે એક્ટિવ કરો.
પેટ્રોલ, ડીઝલ અને એલપીજી રાંધણ ગેસના ભાવમાં ફેરફાર
દર મહિનાની જેમ જુલાઈની પહેલી તારીખે પણ એલપીજી સિલિન્ડર અને એટીએફના નવા ભાવ ઓઈલ કંપનીઓ નક્કી કરશે. ઘર, હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા રાંધણગેસ સિલિન્ડરની કિંમત દર મહિનાની 1 તારીખે નક્કી કરવામાં આવે છે. 1 જૂને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 69 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે, 14 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 1 જુલાઈના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થવાની આશા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/LPG-Cylinder-Price-Reduced.jpg)
કાર, બાઈક થી લઇ કોમર્શિયલ વાહન મોંઘા થશે
જુલાઇ મહિનાથી કાર, બાઈક થી લઇ કોમર્શિયલ વાહન મોંઘા થઇ રહ્યા છે. ટાટા મોટર્સે 1 જુલાઈથી તેના તમામ કોમર્શિયલ વાહનોના ભાવમાં 2 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. જોકે, વિવિધ મોડલ અને વેરિઅન્ટની કિંમતોમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. આ ફેરફારો સામાનની સતત વધતી કિંમતોને આવરી લેવા માટે કરવામાં આવી રહ્યા છે. ભારતની સૌથી મોટી ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની ટાટા મોટર્સે અગાઉ માર્ચ 2024માં તેના કોમર્શિયલ વાહનોના ભાવમાં 2 ટકાનો વધારો કર્યો હતો.
તો હીરો મોટોકોર્પ એ તેની પસંદગીની બાઇક અને સ્કૂટરની કિંમતો 1 જુલાઈથી 1500 રૂપિયા વધારવાની પણ જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધવાનાકારણે આ પગલું ભરવું પડ્યું છે. આ ભાવવધારો વિવિધ મોડલ અને બજારો અનુસાર થશે.
જુલાઈમાં બેંક 12 દિવસ બંધ રહેશે
જુલાઈમાં બેંક 12 દિવસ બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા હોલીડે કેલેન્ડર મુજબ જુલાઈમાં બેંકો 12 દિવસ બંધ રહેશે. જેમાં ગુરુ હર ગોવિંદ જી જયંતિ, મોહરમ જેવા તહેવારો અને વિવિધ રાજ્યોમાં સ્થાનિક મહત્વના પ્રસંગોને કારણે 5 થી વધુ રજાઓ છે . તેમાં 4 રવિવાર અને 2 બીજા-ચોથા શનિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે. જુલાઈ 2024માં બેંકમાં રજા વધુ વાંચો
અમુક SBI ક્રેડિટ કાર્ડ પર નહીં મળે કેટલાક લાભ
SBI ક્રેડિટ કાર્ડે જાહેરાત કરી છે કે 1 જુલાઈથી કેટલાક ક્રેડિટ કાર્ડના સરકારી સંબંધિત ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ્સ સ્ટોર કરવાનું બંધ કરી દેવામાં આવશે. SBI કાર્ડની અધિકૃત વેબસાઈટ મુજબ, તમે SBI ક્રેડિટ કાર્ડની યાદી અહીં જોઈ શકો છો કે જેના પર 15 જુલાઈ, 2024 થી સરકારી સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ લાગુ થશે નહીં.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/credit-card-1.jpg)
3 નવા કાયદા 1 જુલાઈથી અમલમાં આવશે
ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 1 જુલાઈથી અમલમાં આવશે. 1 જુલાઈના રોજ તેના અમલીકરણ માટે સરકારે તેના તમામ સંસાધનો સાથે પૂરા ઉત્સાહ સાથે તૈયારી કરી લીધી છે.
ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ
આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2023-24 (આકારણી વર્ષ-AY 2024-25) માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. આવી સ્થિતિમાં કરદાતાઓ પાસે વધુ સમય બચ્યો નથી. છેલ્લી ઘડીની ઉતાવળ ટાળવા માટે તમે આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પરથી તમારું ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો છો. જો તમે 31 જુલાઈ સુધીમાં ITR ફાઈલ કરી શકતા નથી, તો પણ તમે 31 ડિસેમ્બર, 2024 સુધી મોડા દંડ સાથે આવકવેરા રિટર્ન ફાઈલ કરી શકશો. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાના ફાયદા વધુ વાંચો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/ITR-Filing-Tips.jpg)
પંજાબ નેશનલ બેંકના નવા નિયમ
જો તમારું પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે અને લાંબા સમયથી તેનો ઉપયોગ નથી કર્યો, તો તે 1 જુલાઈથી નિષ્ક્રિય થઈ જશે. બેંકે તેની એક સૂચનામાં કહ્યું છે કે 30 એપ્રિલ 2024 સુધી 3 વર્ષથી વધુ સમયથી ઉપયોગમાં લેવાતા ખાતા હવે એક મહિનાની અંદર બંધ કરી દેવામાં આવશે. ગ્રાહકોને અસુવિધાથી બચાવવા માટે બેંકે 30 જૂન 2024ની સમયમર્યાદા નક્કી કરી છે.
એનડીએ સરકારનું પ્રથમ બજેટ 2024-25 રજૂ થશે
એનડીએ ગઠબંધનની આગેવાની હેઠળ મોદી સરકારનું પ્રથમ બજેટ 2024-25 જુલાઈમાં રજૂ થઇ શકે છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ કરશે. નિર્મલા સીતારમણે નાણામંત્રી તરીકેના તેમના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધીમાં 6 બજેટ રજૂ કર્યા છે. આ તેમનું સતત સાતમું બજેટ હશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us