New Rules July 2025: આજથી ટ્રેન ટિકિટ, ATM, પાન કાર્ડ સહિત આ 5 નિયમો બદલાયા, જાણો તમને કેવી અસર થશે

Rule Change From 1 July 2025: 1 જુલાઇ 2025થી રેલવે દ્વારા ઓનલાઇન ટ્રેન ટિકિટ બુકિંગના નિયમ બદલવામાં આવ્યા છે. ઉપરાંત એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ મોંઘો થયો છે. જાણો 1 જુલાઇથી લાગુ થનારા નવા નિયમ તમને કેવી રીતે અસર કરશે

Written by Ajay Saroya
Updated : July 01, 2025 11:24 IST
New Rules July 2025: આજથી ટ્રેન ટિકિટ, ATM, પાન કાર્ડ સહિત આ 5 નિયમો બદલાયા, જાણો તમને કેવી અસર થશે
Rules Changes From 1 July 2025: 1 જુલાઇ 2025થી રેલવે, એટીએમ અન્ ક્રેડિટ કાર્ડ અને પાન કાર્ડ સહિત ઘણી બાબતોના નિયમ બદલાઇ રહ્યા છે. (Photo: Freepik)

Financial Rule Changes From July 2025: જુલાઇ મહિનાથી ભારતમાં ઘણા નિયમમાં ફેરફાર થવાની સાથે સાથે નવા નિયમો લાગુ થયા છે. 1 જુલાઇથી 2025થી ભારતમાં પાન કાર્ડ, રેલવે ટ્રેન બુકિંગ, એટીએમ અને ક્રેડિટ ચાર્જ સહિત વિવિધ બાબતોના નિયમો બદલાઇ ગયા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર થવાની છે. આવી સ્થિતિમાં, તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે 1 જુલાઈ, 2025 થી કયા નવા નિયમો લાગુ થયા છે.

1 જુલાઈથી પાન કાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત

આગામી મહિનો એટલે કે 1 જુલાઈ 2025થી પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉપરાંત પાન અને આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે.

ટ્રેન ટિકિટ મોંઘી થઇ

જુલાઇથી રેલવે વિભાગ દ્વારા ટ્રેન ટિકિટ મોંઘી કરવાની સાથે સાથે ઓનનલાઇન ટ્રેન ટિકિટ બુકિંiના નિયમ પણ બદલવામાં આવ્યા છે. 1 જુલાઈથી એસી ટ્રેન ટિકિટનું ભાડું પ્રતિ કિમી 2 પૈસા વધી જશે. નોન એસી ટ્રેન ટિકિટનું ભાડું પ્રતિ કિમી 1 પૈસા વધારવામાં આવ્યું છે. ઉપરાંત IRCTC એકાઉન્ટ આધાર વેરિફાઇડ હશે તો જ ઓનલાઇન ટ્રેન ટિકિટ બુકિંગ થશે.

ICICI બેંકના ATM નિયમોમાં ફેરફાર

1 જુલાઈ 2025થી ICICI બેંકના ATM સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે. ગ્રાહકોને હવે આ બેંકના એટીએમનો ઉપયોગ કરવો મોંઘો પડી શકે છે. નવા નિયમો અનુસાર લિમિટ કરતા વધુ એમટીએમ માંથી રોકડ ઉપાડવા પર ટ્રાન્ઝેક્શન દીઠ 23 રૂપિયા ચાર્જ લાગશે. સાથે જ એટીએમમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે. આ મર્યાદા મેટ્રો શહેરોમાં 3 ટ્રાન્ઝેક્શનની રહેશે.

HDFC ક્રેડિટ કાર્ડના નિયમ બદલાયા

એચડીએફસી ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા નિયમો અનુસાર, હવે થર્ડ પાર્ટી એપથી એચડીએફસી ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર લોકોને 1 ટકા ચાર્જ આપવો પડશે. સાથે જ યૂટિલિટી બિલની ચૂકવણી પર પણ ચાર્જ લાગશે. આ નિયમ પણ 1 જુલાઈથી બદલાવા જઈ રહ્યો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ