Bank Holiday List Of June 2025 : જૂન મહિનો વર્ષ 2025નો છ્ઠો મહિનો છે. તમારે જૂન મહિનામાં બેંક સંબંધિત કામાકાજની પતાવટ કરવામાં ઉતાળવ રાખવી પડશે. જૂન 2025 મહિનાની 1 તારીખ રવિવાર છે અને આ મહિનામાં કુલ 5 રવિવાર છે જ્યારે બેંકો બંધ રહેશે. ઉપરાંત પ્રત્યેક મહિનાના બીજા અને ત્રીજા શનિવાર તેમજ બકરી ઇદ, રથયાત્રા જેવા તહેવારો પર બેંકોમાં જાહેર રજા રહે છે. તમારા નાણાંકીય કામકાજમાં વિલંબ કે અગવડ ન પડે તેની માટે બેંકના કામકાજ વહેલાસર પતાવી લો. અહીં જૂન 2025માં કઇ તારીખે અને કેમ બેંક બંધ રહેશે તેની જાણકારી આપી છે.
જૂનમાં 12 દિવસ બેંકમાં રજા રહેશે
જુન મહિનો 2025માં 12 દિવસ બેંકમાં રજા રહેશે. રિઝર્વ બેંકની વેબસાઇટ પર બેંક રજાની યાદી આપી છે. જૂન મહિનામાં બકરી ઇદ સહિત અમુક પ્રાદેશિક તહેવારો પર બેંક બંધ રહેવાની છે.
- 1 જૂન રવિવાર – જૂના મહિનાના પ્રથમ રવિવારે દેશભરની બેંકોમાં સાપ્તાહિક રજા.
- 6 જૂન શુક્રવાર – ઇદ ઉલ અધા નિમિત્તે કોચી અને તિરવંતનપુરમમાં બેંક બંધ રહેશે.
- 7 જૂન શનિવાર – બકરી ઇદ નિમિત્તે દેશભરની બેંકોમાં રજા રહેશે.
- 8 જૂન રવિવાર – જૂન મહિનાના બીજા રવિવારે તમામ બેંકોમાં સાપ્તાહિક રજા.
- 11 જૂન બુધવાર – સંગ ગુરુ કબીર જયંતી / સાગા દાવા નિમિત્તે ગંગટોક અને શિમલામાં બેંકો બંધ રહેશે.
- 14 જૂન શનિવાર – જૂન મહિનાના બીજા શનિવાર નિમિત્તે બેંકમાં રજા રહે છે.
- 15 જૂન રવિવાર – જૂન મહિનાના ત્રીજા રવિવારે ભારતની તમામ બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.
- 22 જૂન રવિવાર – જૂન મહિનાના ચોથા રવિવારે દેશની તમામ બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.
- 27 જૂન શુક્રવાર – રથા યાત્રા નિમિત્તે ભુવનેશ્વર અને મણિપુરમાં બેંકો બંધ રહેશે.
- 28 જૂન શનિવાર – જૂન મહિનાના ત્રીજા શનિવારે દેશની તમામ બેંકોમાં રજા રહેશે.
- 29 જૂન રવિવાર – જૂન મહિનાના પાંચાં રવિવારે ભારતની તમામ બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.
યુપીઆઈ અને ઓનલાઇન બેંક એપ્લિકેશનનો ઉપયોગ કરો
બેંકમાં રજા હોવા છતાં પણ ઘરે બેઠમાં મોબાઇલ કે કોમ્પ્યુટર વડે તમારા બેન્કિંગ કામકાજ પતાવી શકાય છે. કોઇના ખાતામાં પૈસા મોકલવા કે પેમેન્ટ કરવા માટે યુપીઆી જેવી ડિજિટલ મની પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે. શક્ય હોય ત્યાં સુધી બેંકની સત્તાવાર વેબસાઇટ કે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો સુરક્ષિત રહે છે.