Kaivalya Vohra And Aadit palicha In Hurun India Rich List 2024 Youngest Billionaire: કૈવલ્યા વોહરા ભારતના સૌથી નાની ઉંમરનો યુવા અબજોપતિ છે. કૈવલ્યા વોહરા IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024માં ભારતના સૌથી નાની ઉંમરના યુવા ધનિક બનતા દેશભરમાં ચર્ચા જગાવી છે. 21 વર્ષીય કૈવલ્યા વોહરા ક્વિક કોમર્સ એપ ઝેપ્ટોના સહ સ્થાપક છે. તો તેમનો સહ સ્થાપક 22 વર્ષીય આદિત પાલિચા આ યાદીમાં બીજા નંબરનો સૌથી નાની ઉંમરનો યુવા ધનિક છે.
કૈવલ્ય વોહરા – કોલેજ અધવચ્ચે છોડી બિઝનેસ શરૂ કર્યો
કૈવલ્યા વોહરા મૂળ બેંગ્લોરના રહેવાસી છે. તેમણે દુબઇમાં શાળાનો અભ્યાસ કર્યા બાદ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ અધવચ્ચે જ છોડી તેમણે માત્ર 17 વર્ષની ઉંમરે 2022માં પોતાના બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું અને મિત્ર આદિત પાલિચા સાથે ઇ કોમર્સ સાહસ શરૂ કર્યો.
કૈવલ્ય વોહરા – ભારત સૌથી યુવા ધનિક પાસે કેટલી સંપત્તિ છે
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024માં કૈવલ્ય વોહરા માત્ર 21 ઉંમર ભારતના સૌથી યુવા અબજોપતિ છે. માત્ર 21 વર્ષીય કૈવલ્ય વોહરા 3600 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે 2024 IIFL વેલ્થ-હુરુન ઈન્ડિયન રિચ લિસ્ટમાં સૌથી યુવા અબજોપતિ બન્યા છે. તો તેમના સહ સ્થાપક 22 વર્ષીય આદિત પાલિચા 4300 કરોડની નેટવર્થ સાથે આ યાદીમાં બીજા નંબરના સૌથી યુવા ધનિક વ્યક્તિ છે.

ઝેપ્ટો કંપનીની વેલ્યૂએશન 1.4 અબજ ડોલર
Zepto ની LinkedIn પ્રોફાઇલ અનુસાર આ કંપની ભારતની સૌથી ઝડપથી વિકસતી ઈ-ગ્રોસરી કંપની છે, જેની માર્કેટ વેલ્યૂએશન 1.4 અબજ ડોલર જેટલી હોવાનું કહેવાય છે. હાલ બેંગલુરુમાં હેડઓફિસ ધરાવતું Zepto દેશના 10 મોટા શહેરોમાં હાજરી ધરાવે છે, 1000 થી વધુ લોકોને રોજગારી આપે છે અને 5000+ પ્રોડક્ટ્સની ડિલિવરી કરે છે, જેમાં તાજા ફળો અને શાકભાજી, દૈનિક રસોઈની આવશ્યક ચીજો, ડેરી, હેલ્થ અને હાઇજીન પ્રોડક્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે.





