Northern Arc IPO: નોર્ધન આર્ક આઇપીઓ શેર એલોટમેન્ટ કેવી રીતે ચેક કરશો? જાણો વિગત

KFintech Northern Arc IPO Share Allotment: નોર્ધન આર્ક આઈપીઓ એલોટમેન્ટ તમે કંપની કેફિન ટેકનોલોજી (Kfintech) અથવા બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) વેબસાઈટ પર જઇ ચકાસી શકો છો.

KFintech Northern Arc IPO Share Allotment: નોર્ધન આર્ક આઈપીઓ એલોટમેન્ટ તમે કંપની કેફિન ટેકનોલોજી (Kfintech) અથવા બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) વેબસાઈટ પર જઇ ચકાસી શકો છો.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
ipo | initial public offering | ipo investment | share market news | ipo date | ipo share listing | stock market news

IPO: આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર દ્વારા કંપનીઓ મૂડીબજારમાંથી ભંડોળ એક્ત્ર કરે છે. (Photo: Freepik)

Northern Arc IPO Allotment Status: નોર્ધન આર્ક કેપિટલ IPO એલોટમેન્ટ શરુ કરાયું છે. નોર્ધન આર્ક પબ્લિક ઇશ્યુ માટે બિડ કરનાર રોકાણકારો બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) વેબસાઇટ તેમજ આઇપીઓ KFin ટેકનોલોજીની વેબસાઈટ પર ફાળવણી અંગેની સ્થિતિ ચકાસી શકે છે. અહીં આ વિશે સંપૂર્ણ વિગત આપવામાં આવી છે.

Advertisment

નોર્ધન આર્ક કેપિટલનો આઇપીઓ સપ્ટેમ્બર 16 થી સપ્ટેમ્બર 19 વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો મુકાયો હતો. KFin ટેકનોલોજી કંપનીએ શેર દીઠ રુ.249 થી 263 ફિક્સ પ્રાઇસ પર 57 શેર લોટ સાઈઝમાં શેર ઓફર કર્યા હતા. આ પ્રારંભિક ઓફર દ્વારા કંપનીએ આશરે રુ.777 કરોડ એકત્ર કર્યા છે. જેમાંથી રુ.500 કરોડના નવા શેર વેચાણ માટે અને બાકીના ઓફર તરીકે રાખવાનું નિયત કર્યું છે.

નોર્ધન આર્ક કેપિટલ IPO સબસ્ક્રિપ્શન સ્ટેટસ

  • ઇશ્યૂ અંદાજે 110.97 ગણો સબસ્ક્રાઇબ થયો છે
  • બિન સંસ્થાકીય ઇન્વેસ્ટર્સ દ્વારા 142.41 ગણું ભરણું કરાયું છે
  • ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સ (QIBs) દ્વારા 240.79 ગણું ભરણું થયું
  • કર્મચારીઓ અને રિટેલ રોકાણકારો માટેના વિભાગમાં 31.08 ગણું ભરણું થયું

નોર્ધન આર્ક IPO એલોટમેન્ટ સ્ટેટસ કેવી રીતે જાણવું

  • કંપનીની વેબસાઈટની મુલાકાત લો
  • Northern Arc IPO ડ્રોપબોક્સ મેનુમાંથી પસંદ કરો
  • અહીં તમને આગળ વધવા માટે ડીમેટ એકાઉન્ટ નંબર, એપ્લિકેશન નંબર અથવા PAN નંબર પૈકી ગમે તે એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે
  • તમારી એપ્લિકેશન પ્રકાર પસંદ કરો
  • ડીમેટ એકાઉન્ટ, એપ્લિકેશન નંબર અથવા પાન નંબર સહિતની વિગતો આપો
  • અહીં આપેલ કેપ્ચા સાચો દાખલ કરો
  • નીચે આપેલ સર્ચ બટન પર ક્લિક કરો. તમને આઇપીઓ અંગે વિગત જાણવા મળશે
Advertisment

અહીં નોંધનિય છે કે, નોર્ધન આર્ક આઇપીઓ ઓફરમાં 2.14 કરોડ શેરની સામે 238.22 શેર માટે બિડ મળી હતી. કંપનીનો આઇપીઓ 110.91 ગણો સબસ્ક્રાઇબ થયો છે.

આઈપીઓ શેર બજાર