New Kia Seltos 2026: કિઆ સેલ્ટોસ 2026 લોન્ચ; 6 એરબેગ, લેવલ 2 ADAS અને સનરૂફ, કિંમત 11 લાખથી શરૂ

New Kia Seltos 2026 Launched in India: કિઆ સેલ્ટોસ 2026 એસયુવી નવા 8 વેરિયન્ટમાં લોન્ચ થઇ છે. તમામ વેરિયન્ટમાં 6 એરબેગ, એબીએસ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ આવે છે. નવી કિઆ સેલ્ટોસની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર

New Kia Seltos 2026 Launched in India: કિઆ સેલ્ટોસ 2026 એસયુવી નવા 8 વેરિયન્ટમાં લોન્ચ થઇ છે. તમામ વેરિયન્ટમાં 6 એરબેગ, એબીએસ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ આવે છે. નવી કિઆ સેલ્ટોસની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર

author-image
Ajay Saroya
New Update
Kia Seltos 2026 | New Kia Seltos Price

Kia Seltos 2026 Price Announced : કિઆ સેલ્ટસ 2026 વેરિયન્ટની કિંમત એક્સ શોરૂમ 10.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. Photograph: (Kia.com)

New Kia Seltos SUV 2026 : કિઆ સેલ્ટોસ 2026 નવા વર્ષે લોન્ચ થનાર પ્રથમ એસયુવી કાર છે. આ 2026 કિઆ સેલ્ટોસ સેકન્ડ જનરેશન મોડલ મોર્ડન લૂક અને એડવાન્સ ફીચર્સથી સજ્જ છે.  કંપનીએ તેનું પ્રોડક્શન આંધ્રપ્રદેશના અનંતપુર પ્લાન્ટમાં શરૂ કરી દીધુ છે. આ એસયુવી હવે ગ્લોબલ K3 પ્લેટફોર્મ પર બેઝ્ડ છે, જે પહેલાથ જ વધારે મજબૂત સ્ટ્રક્ચર આપે છે અને ડ્રાઇવિંગ અનુભવને સુધારે છે. કિઆ કંપનીનો દાવો છે કે, સેલ્ટોસ પહેલાની તુલનામાં વધારે સ્ટેબલ, સુરક્ષિત અને આરામદાયક છે. ચાલો જાણીયે નવી કિઆ સેલ્ટોસ 2026ની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર

Advertisment

Kia Seltos 2026 : તમામ વેરિયન્ટમાં 6 એરબેગની સુરક્ષા

સેફ્ટી ફીચર્સની વાત કરીયે તો કિઆ સેલ્ટોસમાં કોઇ કચાશ રાખવામાં આવી નથી. તમામ વેરિયન્ટમાં 6 એરબેગ, એબીએસ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ આવે છે. તો ટોપ વેરિયન્ટમાં Level 2 ADAS ટેકનોલોજી મળે છે, જેમા કુલ 21 ઓટોનોમસ સેફ્ટી ફીચર્સ સામેલ છે.

ડિઝાઇનની વાત કરીયે તો નવી સેલ્ટોસ, કિઆની લેટેસ્ટ ‘Opposites United’ ડિઝાઇન લેગ્વેજ સાથે આવે છે. તેની લંબાઇ હવે 4,460 mm થઇ ગઇ છે અને વ્હીલબેસ પહેલા કરતા વધારે મોટા છે, જેનાથી કેબિન સ્પેસ અને રોડ પ્રેઝન્ટ બંને આકર્ષક દેખાય છે. બહારથી SUV માં ડિજિટલ ટાઇગર ફેસ, ઓટોમેટિક ફ્લશ ડોર હેન્ડલ, Ice Cube LED પ્રોજેક્ટર હેન્ડલેમ્પ અને નવા એલોય વ્હીલ્સ મળે છે, જે વધારે પ્રીમિયમ લુક આપે છે.

New Kia Seltos 2026 Features : એડવાન્સ ફીચર્સ

કેબિનની અંદર કિઆ ટેકનોલોજી અને લકઝ્રી કાર પર ખાસ ધ્યાન આપ્યું ચે. સૌથી મોટી ખાસિયત તેની 75.18 સેમીની પેનોરમિક ડિસ્પ્લે છે, જેમા ઇન્ફોટેન્મેન્ટ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર એક સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે. ઉપરાંત Bose ના 8 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, પેનોરમિક સનરૂફ, 10 વે પાવર એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ (મેમોરી ફંક્શન સાથે) રિલેક્સેશન મોડ અને વેલકમ રિટ્રેક ફંક્શન જેવા ફીચર્સ મળે છે, જે તેને એક પ્રીમિયમ  SUV બનાવે છે.

Advertisment

પાવરટ્રેન તરીકે એસયુવીમાં ખાસ ફેરફાર કરાયો નથી. તેમા 1.5 લીટર નેચરલી એસ્પિરેટેડે પેટ્રોલ, 1.5 લીટર ટર્બો પેટ્રોલ અને 1.5 લીટર CRDi ડીઝલ એન્જિન આપ્યું છે. ટ્રાન્સમિશન માટે મેન્યુઅલ iMT, IVT, DCT અને ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક જેવા ઘણા ઓપ્શન આપવામાં આવ્યા છે. કિઆ એ તેને HTE, HTK, HTX અને GTX/X-Line જેવા ચાર મેઇન ટ્રિમ્સમાં રજૂ કર્યા છે, જેની સાથે સાથે અલગ અલગ ઓફ્શન પેક્સ મળે છે. આમ કુલ મળીને 2026 કિઆ સેલ્ટોસ હવે પહેલા કરતા વધુ સુરક્ષિત, ટેકનોલોજીથી સજ્જ અને વધારે પ્રીમિયમ લુક ધરાવે છે. 

2026 Kia Seltos Price : 2026 કિઆ સેલ્ટોસ કિંમત

2026 કિઆ સેલ્ટોસના આરંભિક મોડલની કિંમત 10.99 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે. ટોપ વેરિયન્ટની કિંમત એક્સ શોરૂમ 19.99 લાખ રૂપિયા સુધી પહોંચે છે. આ એસયુવી HTE, HTE(O), HTK, HTK(O), HTX, HTX(A), GTX, GTX(A) વેરિયન્ટમાં રજૂ થઇ છે. 2026 ક્રેટા સેલ્ટોસ એસયુવી ફોક્સવેગન ટાઇગુન, સ્કોડા કુશાક, મારૂતિ ગ્રાન્ડ વિટારા, ટોયોટા હાઇરાઇડર, હોન્ડા એલિવેટ, એમજી એસ્ટર અને ટાટા સિએરા જેવી એસયુવી સાથે સ્પર્ધા કરશે. 

Auto news બિઝનેસ