2026 Kia Seltos vs Tata Sierra: કિઆ સેલ્ટોસ કે ટાટા સિએરા; કિંમત એન્જિન અને સેફ્ટી ફીચર્સ મામલે કઇ કાર ચઢિયાતી છે

2026 Kia Seltos vs Tata Sierra Comparison: કિઆ સેલ્ટોસ 2026 ભારતના ઓટો માર્કેટમાં ટાટા સિએર સાથે સ્પર્ધા કરશે. અહીં બને એસયુવી કારની કિંમત, એન્જિન, સેફ્ટી ફીચર્સ સહિત તમામ વિગત આપી છે. જે તમને બંને માંથી કઇ SUV ખરીદવી તે નક્કી કરવામાં મદદ કરશે.

2026 Kia Seltos vs Tata Sierra Comparison: કિઆ સેલ્ટોસ 2026 ભારતના ઓટો માર્કેટમાં ટાટા સિએર સાથે સ્પર્ધા કરશે. અહીં બને એસયુવી કારની કિંમત, એન્જિન, સેફ્ટી ફીચર્સ સહિત તમામ વિગત આપી છે. જે તમને બંને માંથી કઇ SUV ખરીદવી તે નક્કી કરવામાં મદદ કરશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
2026 Kia Seltos vs Tata Sierra price and mileage comparison | New Kia Seltos | Tata Sierra | 2026 Kia Seltos

2026 Kia Seltos vs Tata Sierra Comparison : 2026 કિઆ સેલ્ટોસ વિ ટાટા સિએરા સરખામણી. (Photo: Kia / Tata)

2026 Kia Seltos vs Tata Sierra price Comparison : કિઆ મોટર્સે તાજેતરમાં ભારતમાં લોકપ્રિય એસયુવી 2026 કિઆ સેલ્ટોસ લોન્ચ કરી છે, જેની સીધી ટક્કર ટાટા સિએરા સાથે છે. એક તરફ નેક્સ્ટ જેન સેલ્ટોસ તેના પ્રીમિયમ લુક, હાઇ ટેક ફીચર્સ અને હાઇબ્રિડ પાવરટ્રેનના લીધે ચર્ચામાં છે. તો બીજી બાજુ નવી ટાટા સિએરા તેના આઈકોનિક નામ, મસ્ક્યુલર ડિઝાઇન અને એડવાન્સ ADAS સાથે કસ્ટમરને આકર્ષિત કરી રહી છે. કારની કિંમત લગભગ સમાન હોવાના કારણે બંને એસયુવી વચ્ચે કટ્ટર હરિફાઇ છે. ચાલો જાણીયે 2026 કિયા સેલ્ટોસ vs ટાટા સિએરા કઇ બાબતમાં કઇ એસયુવ કાર દમદાર છે.

Advertisment

Kia Seltos vs Tata Sierra : ડિઝાઇન

નવી કિઆ સેલ્ટોસની ડિઝાઇન હવે પહેલા કરતા વધુ મોર્ડન અને બોક્સી છે. વર્ટિકલ LED DRLs, મોટા ટાઇગર ડિજિટલ ફેસ ગ્રિલ, ફ્લશ ફિટિંગ ડોર હેન્ડલ્સ અને ફુલ લેન્થ LED લાઇટ બાાર કિયા સેલ્ટોસને વધુ મોર્ડન અને આકર્ષક બનાવે છે. તો ટાટા સિએરા પોતાના આઈકોનિક રેટ્રો, ફ્યુચરિસ્ટિક ડિઝાઇનને નવી સ્ટાઇલ સાથે આવે છે. R19 એલોટ વ્હીલ્સ, રેપ અરાઉન્ડ ગ્લાસ, હિડન વિન્ડો લાઇનર અને ક્લેમશેલ ટેલગેટ તેને વધુ રગ્ડ, મસ્ક્યુલર અને એડવેન્ચર રેડી લુક આપે છે. ડિઝાઇનના મામલે આ એસયુવી કાર એવા લોકોને વધુ પસંદ આવશે, જેઓ દમદાર અને આઉટડોર ફ્રેન્ડલી SUV શોધે છે.

Kia Seltos vs Tata Sierra : ઈન્ટિરિયર અને ટેકનોલોજી

2026 કિયા સેલ્ટોસ મોડલમાં ડ્યુઅલ 12.3 ઇંચ સ્ક્રીન, પેનોરમિક સનરૂફ, વેન્ટિલેટેડ સીટ્સ, BOSE ઓડિયો, નવા 3 સ્પોક સ્ટિયરિંગ અને X Lineમાં સ્પોર્ટી બ્લેક ઇન્ટિરિયર આવે છે. તેનું કેબિન પ્રીમિયમ, અર્બન અને ટેક લોડેડ ફીલ આપે છે. ટાટા સિએરા થિયેટર PRO ટ્યુઅલ સ્ક્રીન સેટઅપ, JBL Harman ઓડિયો વિથ ડોલ્બી, થાઇ સપોર્ટ એક્સટેન્ડર, પાવર્ડ ડ્રાઇવર સીટ વિથ મેમોરી અને કમ્ફર્ટ ઓરિએન્ટેડ સીટિંગ સાથે આવે છે. તેનું ઇન્ટિરિયર લોંગ ડ્રાઇવ અને ફેમિલી કમ્ફર્ટને પ્રાથમિકતા આપે છે.

Kia Seltos vs Tata Sierra : એન્જિન પર્ફોર્મન્સ

બંને એસયુવી 1.5L NA પેટ્રોલ, 1.5L ટર્બો પેટ્રોલ અને 1.5L ડીઝલ એન્જિન વિકલ્પ સાથે આવે છે. કિયા સેલ્ટોસમં હાઇબ્રિડ પાવરટ્રેનની સંભાવના તેને ફ્યૂઅલ એફિશિયન્સી મામલે એક પગલું આગળ રાખે છે. ટાટા સિએરાના સુપર ગ્લાઇડ સસ્પેન્શન અને રગ્ડ સેટઅપ તેને વધુ રાઇટ ક્વોલિટી અને ઓફ રોડ કેરેક્ટર આપે છે.

Advertisment

Kia Seltos vs Tata Sierra : સેફ્ટી અને ADAS

નવી કિઆ સેલ્ટોસ કારમાં લેવલ 2 ADAS, 360 ડિગ્રી કેમેરા અને 6 એરબેગ મળે છે. તો ટાટા સિએરા કારમાં L2+ ADAS, 22 ઇન્ટેલિજન્ટ ફીચર્સ, 4 સાઇટ બ્લાઇન્ડ સ્પોર્ટ સિસ્ટમ અને ભારતની પહેલી ICE SUV માં HypAR HUD ઓફર કરે છે. બંને SUVs પોતપોતાના સેગમેન્ટમાં વેલ્યૂ ઓફ મની છે.

આ પણ વાંચો | ટાટા સિએરા કે હ્યુન્ડાઇ ક્રેટા કઇ SUV કાર કિંમત, સેફ્ટી ફીચર્સ અને એન્જિન મામલે દમદાર છે?

Kia Seltos vs Tata Sierra : કિંમત

કિઆ મોટર્સ કંપનીએ આ એસયુવીનું બુકિંગ આજથી એટલે કે 10 ડિસેમ્બર, 2025ના રોજ રાતથી 25,000 રૂપિયાની ટોકન રકમ સાથે શરૂ કર્યું છે. જો કે કિયા મોટર્સ 2026 કારની કિંમતનો ખુલાસો 2 જાન્યુઆરી 2026 ના રોજ જાહેર કરવામાં આવશે. તેની ડિલિવરી નવા વર્ષના બીજા ક્વાર્ટરથી શરૂ થશે. તો ટાટા સિએરાની આરંભિક એક્સ શો રૂમ કિંમત 11.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Auto news બિઝનેસ