Electric Scooter : ભારતનું પ્રથમ SUV ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, સિંગલ ચાર્જમાં 200 કિમી સુધી રેન્જ, જાણો કિંમત

India's First Family SUV Eelectric Scooter : ભારતમાં પ્રથમ ભારતનું પ્રથમ SUV ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટર કોમાકી FAM 1.0 અને FAM 2.0 લોન્ચ થયા છે. નવા ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં આરામદાયક સીટ, વધારે સ્પેસ અને ફાસ્ટ બેટરી ચાર્જિંગ જેવા એડવાન્સ ફીચર્સથી સજ્જ છે.

Written by Ajay Saroya
October 21, 2025 12:31 IST
Electric Scooter : ભારતનું પ્રથમ SUV ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, સિંગલ ચાર્જમાં 200 કિમી સુધી રેન્જ, જાણો કિંમત
Komaki Electric Scooter FAM Launch : કોમાકી ઇલેક્ટ્રિક સ્કૂટર FAM ભારતમાં લોન્ચ થયું છે. (Photo : Komaki)

India’s First Family SUV Eelectric Scooter : ઇલેક્ટ્રિક વાહન ભારતમાં લોકપ્રિય થયા છે. બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક સ્કૂટર થી લઇ ઇ કાર મોટી સંખ્યામાં ખરીદી રહ્યા છે. આ દરમિયાન ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવતી કંપની કોમાકી એ પોતાના બે નવા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે અને તેનું નામ છે FAM 1.0 અને FAM 2.0. કંપનીએ દાવો કર્યો છે કે, આ દેશનું પ્રથમ SUV સ્કૂટર છે. આ ઈ સ્કૂટર ખાસ કરીને આરામદાયક ફેમિલી મુસાફરી માટે તૈયાર કરવામાં આવ્યા છે. 3 ટાયર પર દોડતું આ ઇલેક્ટ્રિક સ્કૂટર ઓફિસ – ઘર અને કોમર્શિયલ વપરાશ માટે વાપરી શકાય છે. ચાલો જાણીયે નવા ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત અને ખાસિયત વિશે વિગતવાર

Komaki FAM 1.0 And FAM 2.0 : કિંમત

કોમાકી કંપનીના નવા એસયુવી ઇલેક્ટ્રિક સ્કૂટર FAM 1.0 અને FAM 2.0ની કિંમત વાજબી છે. FAM 1.0 ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ શોરૂમ કિંમત 99,999 રૂપિયા અને FAM 2.0 એક્સ શોરૂમની કિંમત 1,26,999 રૂપિયા છે.

Komaki FAM 1.0 And FAM 2.0 : બેટરી

બંને ઇ સ્કૂટરમાં Lipo4 બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને ખાસ બનાવે છે. આ બેટરી 3,000 થી 5,000 ચાર્જ સાયકલ સુધી ચાલે છે, જે તેનું જબરદસ્ત ટકાઉપણું દર્શાવે છે. આ લિથિયમ બેટરી હળવી અને કોમ્પેક્ટ છે, જે ઓવરહીટિંગ, આગ અને ફાટવાનું જોખમ ઘટાડે છે. આ સાથે જ બેટરી ફાસ્ટ ચાર્જિંગ કરવામાં પણ મદદ કરે છે, જેનાથી ચાર્જિંગમાં ઓછો સમય લાગે છે તેમજ તે ઇકો ફ્રેન્ડલી પણ છે.

સ્માર્ટ ફીચર્સ મુસાફરીને બનાવશે આરામદાયક

કોમાકી FAM 1.0 And FAM 2.0 ઇલેક્ટ્રિક સ્કૂટર ઘણા એડવાન્સ ફીચર્સથી સજ્જ છે, તે સેલ્ફ ડાયગ્નોસિસ સિસ્ટમ સાથે આવે છે. આ સિસ્ટમ આપમેળે સમસ્યા ઓળખી લે છે અને ચાલકને પહેલાથ જ ચેતવણી આપી દે છે, જેથી પાછળથી મુશ્કેલી ન પડે. રિવર્સ આસિસ્ટની મદદથી સાંકડી જગ્યા માંથી ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવવામાં મદદ થાય છે. તેમા ખાસ બ્રેક લીવર સાથે ઓટો હોલ્ડ ફીચર્સ છે, જે ઉત્કૃષ્ઠ ચીપ અને સટીક બ્રેકિંગ આપે છે.

સ્માર્ટ ડેશબોર્ડ અને રેન્જ

નવા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં એક સ્માર્ટ ડેશબોર્ડ આવે છે, જે રિયલ ટાઇમ રાઇડ ડેટા, નેવિગેશન અને કોલ એલર્ટ જેવી જાણકારી આપે છે. પાવર આઉટપુર અને સ્પીડ એડજસ્ટ કરવા માટે તેમા અલગ અળગ ગિયર મોડ્સ આપવામાં આવ્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે, FAM 1.0 ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી સિંગલ ચાર્જિંગમાં 100 કિમીથી વધુ અને FAM 2.0 મોડલ 200 કિમીથી વધારે રેન્જ આપે છે.

સામાન રાખવા માટે વધારે સ્પેસ

FAM 1.0 અને FAM 2.0 ઇલેક્ટ્રિક સ્કૂટર ખાસ કરીને ફેમિલી રાઇટને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવ્યું છે. સ્કૂટરમાં બેસવા માટે આરામદાયક સીટ છે, અને સાથે જ 80 લીટરની મોટી બૂટ સ્પેસ અને નાનો મોટો સામાન રાખવા માટે એક બાસ્કેટ પણ આપ્યું છે. મેટલ બોડી સાથે જ તેમા LED DRL ઇન્ડિકેટર, હેન્ડ બ્રેક અને ફુટ બ્રેક પણ આપી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ