Koo Update : Koo પ્રીમિયમ ભારતીય યુઝર્સ માટે ઉપલબ્ધ, કંપનીનું થોડા સમય માટે 20 કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે ઇન્ટર્નલ ટેસ્ટિંગ

Koo Update : Koo ના CEO અને સહ-સ્થાપક અપ્રેમ્યા રાધાકૃષ્ણએ જણાવ્યું હતું કે, “ Koo પ્રીમિયમ એ ઘણા બધા પ્રોગ્રામ્સ છે જે અમે કન્ટેન્ટ ક્રિએટર્સને કન્ટેન્ટનું મોનિટાઇઝેશન કરવા અને તેમના જુસ્સાથી આવક બનાવવા માટે સક્ષમ કરવા માટે શરૂ કરી રહ્યા છીએ.

Written by shivani chauhan
June 16, 2023 09:32 IST
Koo Update : Koo પ્રીમિયમ ભારતીય યુઝર્સ માટે ઉપલબ્ધ, કંપનીનું થોડા સમય માટે 20 કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે ઇન્ટર્નલ ટેસ્ટિંગ
Koo Premium ભારતમાં સર્જકો માટે ઉપલબ્ધ છે

કૂ, ભારત સ્થિત માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ છે , હવે આ પ્લેટફોર્મ ક્રિએટર્સ કસ્ટમાઇઝ્ડ સબ્સ્ક્રિપ્શન પ્લાન બનાવીને તેમના કન્ટેન્ટનું મોનિટાઇઝેશન ( સામગ્રી મુદ્રીકરણ) કરવાની મંજૂરી આપે છે. કંપનીના મતે, ક્રિએટર્સ માટે તેમની કન્ટેન્ટનું મોનિટાઇઝેશન કરવાની અને ફોલોર્સ સાથે અર્થપૂર્ણ રીતે જોડાવવાની આ એક તક છે.

Koo પ્રીમિયમ પસંદ કરનારા ક્રિએટર્સ તેમના સબ્સ્ક્રાઇબર્સને વિશિષ્ટ કન્ટેન્ટ પ્રદાન કરવાની અને તેમની પાસેથી સાપ્તાહિક અથવા માસિક સબ્સ્ક્રિપ્શન ફી વસૂલવાની જરૂર છે. મોટાભાગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સથી વિપરીત, જેની પાસે નિશ્ચિત સબ્સ્ક્રિપ્શન ચાર્જ છે, Koo ક્રિએટર્સને ઓછી કિંમત સાથે તેમનો પોતાનો સબ્સ્ક્રિપ્શન પ્લાન ઘડવાની ઓફર કરે છે.

આ પણ વાંચો: Gold Silver rate : સોનાનો ભાવ અઢી મહિનાને તળિયે; ચાંદીમાં 1500નો કડાકો

કૂએ એ પણ પુષ્ટિ કરી છે કે સર્જકો ટેક્સ્ટ, ફોટા અને વિડિયોનું મોનિટાઇઝેશન કરી શકે છે અને પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સને વિશિષ્ટ કન્ટેન્ટ પ્રદાન કરી શકે છે. રસ ધરાવતા ક્રિએટર્સએ Koo પ્રીમિયમ પ્રોગ્રામ માટે નોંધણી કરાવવા માટે special@kooapp.com પર ઇમેઇલ મોકલવનો રહેશે.

Koo પ્રીમિયમ હાલમાં ભારતીય વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે, અને કંપની થોડા સમય માટે 20 કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે આંતરિક રીતે તેનું પરીક્ષણ કરી રહી છે. આગામી દિવસોમાં, કંપની તેની લેટેસ્ટ પહેલને પ્રોત્સાહન આપવા માટે પત્રકારત્વ, રમતગમત અને મનોરંજન જેવા વિવિધ ક્ષેત્રોમાંથી ચકાસાયેલ પ્રોફાઇલ્સ ઓનબોર્ડ કરવાની યોજના ધરાવે છે.

Koo ના CEO અને સહ-સ્થાપક અપ્રેમ્યા રાધાકૃષ્ણએ જણાવ્યું હતું કે, “ Koo પ્રીમિયમ એ ઘણા બધા પ્રોગ્રામ્સ છે જે અમે કન્ટેન્ટ ક્રિએટર્સનું લોકશાહીકરણ કરવા અને દેશભરના ક્રિએટર્સને તેમની કન્ટેન્ટનું મોનિટાઇઝેશન કરવા અને તેમના જુસ્સાથી આવક બનાવવા માટે સક્ષમ કરવા માટે શરૂ કરી રહ્યા છીએ. “

આ પણ વાંચો: Personal Loan Tips: પર્સનલ લોન લેતી વખતે આ 4 ટીપ્સ અપનાવો, નીચા વ્યાજદર અને EMIનો ફાયદો ઉઠાવો

Koo update : કૂ પ્લેટફોર્મ 2020 માં પાછું લોન્ચ કરવામાં આવ્યું હતું અને હાલમાં તે વિશ્વનું બીજું સૌથી મોટું માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ છે. તે 100 દેશોમાં 20 થી વધુ વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે. એપ્લિકેશને સમગ્ર પ્લેટફોર્મ પર 60 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ વૉચ કર્યા છે, અને તે હાલમાં દરેક યુઝર્સ માટે મફત આજીવન ચકાસણીની ઓફર કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ