Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
વેપાર Top News

KYC update guidelines : KYC અપડેટ માટે બેન્કમાં જવાની જરૂર નથી, RBIએ નવી ગાઇડલાઇન જાહેર કરી

KYC update guidelines : રિઝર્વ બેન્કે (Reserve Bank) કેવાયસી અપડેટ (KYC update) માટે નવી ગાઇડલાઇન (KYC guidelines) જાહેર કરી છે, જેથી હવે ખાતાધારકો (bank account holder) માત્ર સેલ્ફ - ડિક્લેરેશન લેટર (self declaration letter) મારફતે તેમના બેન્ક એકાઉન્ટમાં (bank account) કેવાયસી અપડેટ કે કેવાયસીની વિગતોમાં ફેરફાર (kyc details updation) કરાવી શકશે.

Written byAjay Saroya

KYC update guidelines : રિઝર્વ બેન્કે (Reserve Bank) કેવાયસી અપડેટ (KYC update) માટે નવી ગાઇડલાઇન (KYC guidelines) જાહેર કરી છે, જેથી હવે ખાતાધારકો (bank account holder) માત્ર સેલ્ફ - ડિક્લેરેશન લેટર (self declaration letter) મારફતે તેમના બેન્ક એકાઉન્ટમાં (bank account) કેવાયસી અપડેટ કે કેવાયસીની વિગતોમાં ફેરફાર (kyc details updation) કરાવી શકશે.

author-image
Ajay Saroya
06 Jan 2023 21:42 IST
પર અપડેટ કર્યું 06 Jan 2023 21:42 IST

Follow Us

New Update

કેવાયસી એટલે કે નો-યોર કસ્ટમર અપડેટ મામલે એક મહત્વના સમાચાર આવ્યા છે. હવેથી હવે ખાતાધારકે KYC અપડેટ કરાવવા માટે વારંવાર બેંક બ્રાન્ચની મુલાકાત લેવાની જરૂર નહીં પડે. હકીકત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કહ્યું છે કે જો ખાતાધારકોએ તેમના તમામ જરૂરી માન્ય દસ્તાવેજો બેંકમાં સબમિટ કર્યા છે અને તેમના સરનામામાં કોઈ ફેરફાર થયો નથી, તો આવા ખાતાધારકે KYC અપડેટ કરાવવા માટે બેંક બ્રાન્ચમાં જવાની જરૂર નથી. આ દરમિયાન, આરબીઆઇ એ એવું પણ કહ્યું કે, જો KYCની વિગતોમાં કોઈ ફેરફાર નથી થાય, તો ખાતાધારકો તેમના ઈમેલ આઈડી, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, એટીએમ અથવા અન્ય કોઈ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સેલ્ફ- ડિક્લેરેશન લેટર સબમિટ કરાવી શકે છે.

Advertisment

બેંકો KYC અપડેટ માટે ગ્રાહકો પર દબાણ ન કરે : શક્તિકાંત દાસ

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે અગાઉ કહ્યું હતું કે બેંકોએ ગ્રાહકો પર તેમના KYC અપડેટ કરાવવા માટે બેંક બ્રાન્ચમાં આવવા દબાણ કરવું જોઈએ નહીં. આ માટે રિઝર્વ બેન્ક દ્વારા ગુરુવારે એક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી. RBIની ગાઇડલાઇન અનુસાર, જો KYCની વિગતોમાં કોઈ ફેરફાર ન થયો હોય, ફરીથી કેવાયસી અપડેટની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ખાતાધારકનો સેલ્ફ - ડિક્લેરેશન લેટર જ પૂરતો છે.

આ પણ વાંચોઃ january bank holiday - જાન્યુઆરીમાં અડધો મહિનો બેન્કો બંધ રહેશે, નોંધી લો તારીખ, નહીંત્તર પડશે ધક્કો

બેન્કો ખાતાધારકોને સેલ્ફ - ડિક્લેરેશનની સુવિધા પૂરી પાડે : RBI

રિઝર્વ બેન્કની સંબંધિત માર્ગદર્શિકામાં, બેંકોને ગ્રાહકોને રજિસ્ટર્ડ ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, એટીએમ, જેમ કે ઓનલાઈન બેંકિંગ અથવા ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ એપ જેવા ડિજિટલ પ્લેટફોર્મ મારફતે સેલ્ફ - ડિક્લેરેશન લેટર સબમિટ કરવાની સુવિધા આપવા જણાવાયું છે. જેથી કરીને તેમને બેંક બ્રાન્ચમાં જવાની જરૂર પડે નહીં. રિઝર્વ બેન્કની ગાઇડલાઇનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે સરનામું બદલવાના કિસ્સામાં, ખાતાધારક રજૂ કરવામાં આવેલા અથવા પહેલાથી ઉપલબ્ધ વિકલ્પોમાંથી કોઇ પણ મારફતે બેન્ક રેકોર્ડમાં પોતાનું સરનામું બદલી શકે છે અથવા અપડેટ માટે અરજી કરી શકે છે અને આ પગલાં બાદ બેન્ક બેંક 2 મહિનાની અંદર નવા સરનામાંનું વેરિફિકેશન કરશે.

Advertisment
આરબીઆઇ ગુજરાતી ન્યૂઝ બિઝનેસ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!