કેવાયસી એટલે કે નો-યોર કસ્ટમર અપડેટ મામલે એક મહત્વના સમાચાર આવ્યા છે. હવેથી હવે ખાતાધારકે KYC અપડેટ કરાવવા માટે વારંવાર બેંક બ્રાન્ચની મુલાકાત લેવાની જરૂર નહીં પડે. હકીકત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કહ્યું છે કે જો ખાતાધારકોએ તેમના તમામ જરૂરી માન્ય દસ્તાવેજો બેંકમાં સબમિટ કર્યા છે અને તેમના સરનામામાં કોઈ ફેરફાર થયો નથી, તો આવા ખાતાધારકે KYC અપડેટ કરાવવા માટે બેંક બ્રાન્ચમાં જવાની જરૂર નથી. આ દરમિયાન, આરબીઆઇ એ એવું પણ કહ્યું કે, જો KYCની વિગતોમાં કોઈ ફેરફાર નથી થાય, તો ખાતાધારકો તેમના ઈમેલ આઈડી, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, એટીએમ અથવા અન્ય કોઈ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સેલ્ફ- ડિક્લેરેશન લેટર સબમિટ કરાવી શકે છે.
બેંકો KYC અપડેટ માટે ગ્રાહકો પર દબાણ ન કરે : શક્તિકાંત દાસ
રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે અગાઉ કહ્યું હતું કે બેંકોએ ગ્રાહકો પર તેમના KYC અપડેટ કરાવવા માટે બેંક બ્રાન્ચમાં આવવા દબાણ કરવું જોઈએ નહીં. આ માટે રિઝર્વ બેન્ક દ્વારા ગુરુવારે એક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી. RBIની ગાઇડલાઇન અનુસાર, જો KYCની વિગતોમાં કોઈ ફેરફાર ન થયો હોય, ફરીથી કેવાયસી અપડેટની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ખાતાધારકનો સેલ્ફ – ડિક્લેરેશન લેટર જ પૂરતો છે.
બેન્કો ખાતાધારકોને સેલ્ફ – ડિક્લેરેશનની સુવિધા પૂરી પાડે : RBI
રિઝર્વ બેન્કની સંબંધિત માર્ગદર્શિકામાં, બેંકોને ગ્રાહકોને રજિસ્ટર્ડ ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, એટીએમ, જેમ કે ઓનલાઈન બેંકિંગ અથવા ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ એપ જેવા ડિજિટલ પ્લેટફોર્મ મારફતે સેલ્ફ – ડિક્લેરેશન લેટર સબમિટ કરવાની સુવિધા આપવા જણાવાયું છે. જેથી કરીને તેમને બેંક બ્રાન્ચમાં જવાની જરૂર પડે નહીં. રિઝર્વ બેન્કની ગાઇડલાઇનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે સરનામું બદલવાના કિસ્સામાં, ખાતાધારક રજૂ કરવામાં આવેલા અથવા પહેલાથી ઉપલબ્ધ વિકલ્પોમાંથી કોઇ પણ મારફતે બેન્ક રેકોર્ડમાં પોતાનું સરનામું બદલી શકે છે અથવા અપડેટ માટે અરજી કરી શકે છે અને આ પગલાં બાદ બેન્ક બેંક 2 મહિનાની અંદર નવા સરનામાંનું વેરિફિકેશન કરશે.